Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

રાહુલ ગાંધીના ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર નીકળ્યા PM Modi ના સમર્થક!

Rahul Gandhi Investment Portfolio: રાહુલ ગાંધીના ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર મુથુકૃષ્ણન ધનદાપાનીએ ખુલાસો કર્યો છે કે તેઓ પીએમ મોદીના સમર્થક હોવા છતાં રાહુલ ગાંધીએ હંમેશા તેમની સાથે પ્રોફેશનલ અને સમ્માનજનક વ્યવહાર કર્યો છે. મુથુકૃષ્ણને એક્સ (X) પર રાહુલ ગાંધીના વખાણ કરતી પોસ્ટ લખી હતી, જેના જવાબમાં રાહુલ ગાંધીએ મજેદાર અંદાજમાં કહ્યું કે, 'રાજકીય વિચારો તમારી પસંદ છે, પણ મારા રોકાણનું રિટર્ન વધારી દો.'
રાહુલ ગાંધીના ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર નીકળ્યા pm modi ના સમર્થક
Advertisement

. મુથુકૃષ્ણન 2014 થી મોદીના સમર્થક હોવા છતાં રાહુલ ગાંધીએ ક્યારેય તેમના રાજકીય વિચારોને કામની વચ્ચે આવવા દીધા નથી
. સો. મીડિયા પર રાહુલ ગાંધીએ રિટર્ન વધારવાની માગણી કરીને હળવા અંદાજમાં વળતો જવાબ આપ્યો જે વાઈરલ થયો છે
. આ દરમિયાન રાહુલ ગાંધી ચેન્નઈમાં વિજયના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા, જ્યાં કોંગ્રેસે ટીવીકે સરકારને સમર્થન આપ્યું છે

Rahul Gandhi Investment Portfolio:  લોકસભામાં વિપક્ષના નેતા (Leader of the Opposition in the Lok Sabha) અને કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ (former Congress President) રાહુલ ગાંધી (Rahul Gandhi) ના રોકાણને લઈને એક રસપ્રદ સમાચાર સામે આવી રહ્યા છે. રાહુલ ગાંધીના રોકાણની દેખરેખ કરનારા વ્યક્તિ ભાજપ (BJP) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ના કટ્ટર સમર્થક છે.

Advertisement

આ વાતની જાણકારી ખુદ રાહુલ ગાંધીનું રોકાણ જોનારા વ્યક્તિએ આપી છે. આ શખ્સે સોશયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી, જેના પર રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે. સોશયલ મીડિયા પર થયેલી આ વાતચીતે લોકોનું ઘણું ધ્યાન ખેંચ્યું છે, હાલ આ પોસ્ટ ઘણી વાઈરલ થઈ રહી છે.

Advertisement

આ પણ વાંચો : આંતરજ્ઞાતીય લગ્નોના ટેકામાં ઉતર્યા RSS પ્રમુખ મોહન ભાગવત, કહ્યુ-જાતિ ભૂલો રાજનીતિ સુધરશે

ફંડ ડિસ્ટ્રીબ્યૂટર મુથુકૃષ્ણને શેયર કરી પોસ્ટ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે જોડાયેલો એક મજેદાર કિસ્સો સોશયલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે મુથુકૃષ્ણન ધનદાપાની (Muthukrishnan Dhanadapani) નામના એક ફંડ ડિસ્ટ્રી બ્યૂટરે એક્સ પર લાંબી પોસ્ટ લખી છે. તેમાં તેમણે કહ્યુ છે કે ભલે તેઓ ભાજપના સમર્થક રહ્યા છે, તેમ છતાં રાહુલ ગાંધીએ હંમેશા તેમની સાથે પ્રોફેશનલ ધોરણે કામ કર્યું છે.

તેમણે પોતાની પોસ્ટમાં રાહુલ ગાંધીના વખાણ કરતા કહ્યુ કે 2014થી 2024 સુધી ભાજપનું સમર્થ કરવા છતાં, તેમના કામકાજમાં ક્યારેય કોઈ મુશ્કેલી આવી નથી.

મુથુકૃષ્ણન ધનદાપાનીએ કહ્યુ છે કે રાહુલ ગાંધીની સાથે તેમની દરેક વાતચીત સમ્માનજનક રહી અને કોંગ્રેસના નેતાએ ક્યારેય ઘમંડી વ્યવહાર દેખાડયો નથી.

આ પણ વાંચો : બંકરમાં છૂપાઈને રહે છે પુતિન! Operation Spiderweb ના ખોફે ઉડાડી ઉંઘ?

શેયર કર્યો આ કિસ્સો

મુથુકૃષ્ણ ધનદાપાની (Muthukrishnan Dhanadapani) એ એક્સ પર લખેલી પોતાની લાંબી પોસ્ટમાં કહ્યુ કે અમે ઘણીવાર ઈમેલ દ્વારા વાતચીત કરી છે અને ફોન પર પણ વાત થઈ છે. જેવું કે સૌ જાણે છે, હું 2014થી 2014 સુધી નરેન્દ્ર મોદીનો મજબૂત સમર્થક રહ્યો છું. તેમ છતાં રાહુલ ગાંધીએ અથવા તેમની ઓફિસના કોઈ કર્મચારીએ ક્યારેય આ વાતને મુદ્દો બનાવ્યો નથી.

તેમણે આગળ કહ્યુ છે કે તેમને લાગે છે કે તેમની સોશયલ મીડિયા પોસ્ટ રાહુલ ગાંધીની ટીમ નિયમિતપણે જોવે છે, પરંતુ તેમ છતાં પણ તેમની પ્રોફેશનલ સેવાઓ અને રાજકીય વિચારોને અલગ રાખવામાં આવ્યા. મુથુકૃષ્ણન ધનદાપાનીએ રાહુલ ગાંધીના વખાણ કરતા કહ્યુ કે દરેક વાતચીતમાં રાહુલ ગાંધીએ તેમની સાથે સમ્માનથી વાત કરી અને ક્યારેય પણ ઘમંડી વ્યવહાર દેખાડયો નથી.

મુથુકૃષ્ણન ધનદાપાનીએ આગળ એમ પણ કહ્યુ છે કે હું રાહુલ ગાંધીને એક રાજનેતા તરીકે વધારે જાણતો નથી. પરંતુ ગત 14 વર્ષથી થયેલી વાતચીતના આધારે કહી શકું કે તે પ્રોફેશનલ લોકોનું સમ્માન કરે છે અને વાત કરવામાં સારા વ્યક્તિ છે. તેમણે કહ્યુ કે મીડિયા અથવા કોઈપણ પાર્ટીના આઈટી સેલની વાતો પર સંપૂર્ણપણે ભરોસો કરવો જોઈએ નહીં.

આ પણ વાંચો : "ઓસામા બિન લાદેન અને ઓવૈસીમાં કોઈ ફરક નથી, AIMIM એક આતંકી સંગઠન"

Rahul Gandhi એ આપી પ્રતિક્રિયા

રાહુલ ગાંધીએ મુથુકૃષ્ણન ધનદાપાનીની લાંબી પ્રશંસાનો મજેદાર અંદાજમાં જવાબ આપ્યો. તેમણે લખ્યુ કે મુથુજી, તમારા રાજકીય વિચારો તમારી પોતાની પસંદ છે, પરંતુ કૃપા કરીને મારા રોકાણ પર મળનારું રિટર્ન થોડું ઝડપથી વધારાવી દો. રાહુલ ગાંધીનો આ જવાબ જોઈને ધનદાપાની પણ આશ્ચર્યમાં મૂકાયા. તેમણે એક્સ પર પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે તમારા જવાબથી હું બેહદ ખુશ અને આશ્ચર્યચકિત છું. તેમણે આગળ લખ્યું કે મને બિલકુલ આશા ન હતી કે રાહુલ ગાંધી મારા ટ્વિટને જોશે અને તેનો જવાબ પણ આપશે. આ મારા માટે પહેલીવાર છે.

મહત્ત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધી રવિવારે ચેન્નઈ પહોંચ્યા, ત્યાં તેઓ તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે- TVK) પ્રમુખ વિજયની સાથે નજરે પડયા હતા. આ દરમિયાન વિજયે તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો. રાજ્યમાં ટીવીકેની સરકાર બનાવવામાં કોંગ્રેસે મહત્ત્વની ભૂમિકા નિભાવી.

કોંગ્રેસે પોતાના પાંચ ધારાસભ્યોનું સમર્થન વિજય (Thalapati Vijay) ની પાર્ટી ટીવીકેને આપ્યું. તેના સિવાય સીપીએમ (CPM) , સીપીઆઈ (CPI) , વિદુથલાઈ ચિરુથિગલ કાચી (વીસીકે - VCK) અને ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ (IUML) લીગ જેવી નાની પાર્ટીઓએ પણ વિજયના નેતૃત્ત્વવાળી પાર્ટીનું સમર્થન કર્યું.

આ પણ વાંચો : Mission Divyastra : ભારતની મિસાઈલની રેન્જમાં હવે ચીન-પાકિસ્તાનનો દરેક ખૂણો, શું છે મિશન દિવ્યાસ્ત્ર?

Tags :
Advertisement

.

×