ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rain Forecast : ઉત્તર પ્રદેશના 10 અને બિહાર 15 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

આજે દેશના ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને બિહાર (Bihar) રાજ્યને ભારે વરસાદ (Heavy rain) ઘમરોળશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. વાંચો વિગતવાર.
07:49 AM Aug 07, 2025 IST | Hardik Prajapati
આજે દેશના ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને બિહાર (Bihar) રાજ્યને ભારે વરસાદ (Heavy rain) ઘમરોળશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. વાંચો વિગતવાર.
up rAIN Gujarat First-07-08-2025-

Today Rain Forecast in UP Bihar : દેશમાં મુશળધાર વરસાદે કહેર વરસાવ્યો છે. હવામાન વિભાગ (IMD) એ આજે 7 ઓગસ્ટે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, પંજાબ અને મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. દેશના પહાડી વિસ્તારો તેમજ મેદાની વિસ્તારોમાં મુશળધાર વરસાદ જીવલેણ બની રહ્યો છે. યુપી, બિહાર, ઉત્તરાખંડથી લઈને હિમાચલ સુધી વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના 10 જિલ્લાને વરસાદ ઘમરોળશે

આજે 7 ઓગસ્ટે હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના 10 જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જારી કર્યુ છે. લખીમપુર ખેરી, બહરાઈચ, ગોંડા, અયોધ્યા, સુલતાનપુર, જૌનપુર, પ્રયાગરાજ, મિર્ઝાપુર, સોનભદ્ર, ચંદૌલી, ગાઝીપુર, પ્રતાપગઢ જિલ્લાઓ આ મુશળધાર વરસાદની ઝપેટમાં આવી શકે છે. અહીંના લોકોને સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે.

બિહારના 15 જિલ્લાને વરસાદ ઘમરોળશે

હવામાન વિભાગે આજે ઉત્તર પ્રદેશ ઉપરાંત બિહારમાં તણાવ પેદા કરતી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિહારની રાજધાની પટના, રોહતાસ, ગયા, ઔરંગાબાદ, કૈમુર, સુપૌલ, અરરિયા, શિવહર, સીતામઢી, પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, મધુબનીમાં ભારે વરસાદની શક્યતા છે અને કેટલીક જગ્યાએ વીજળી અને ગાજવીજની ચેતવણી જારી કરવામાં આવી છે. લોકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવાનું કહેવામાં આવ્યું છે.

up rAIN Gujarat First-07-08-2025-

 

આ પણ વાંચોઃ Donald Trump એ કુલ 50% Tariff લાદ્યો... આમાં પણ એક રમત છે, જાણો ભારત પાસે હવે કયા વિકલ્પો

આજે દિલ્હીમાં હવામાન કેવું રહેશે ?

આજે એટલે કે 7 ઓગસ્ટે દિલ્હીમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દેશની રાજધાનીમાં 2 દિવસ સુધી ભારે વરસાદ રહેશે. 7 ઓગસ્ટે NCRમાં પણ ભારે વરસાદની આગાહી છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે. વરસાદની અસર લક્ષ્મી નગર, પટપડગંજ, ઉત્તર દિલ્હી, દક્ષિણ દિલ્હીમાં જોવા મળી શકે છે.

ઉત્તરકાશીમાં 7 સૈનિકો લાપતા

ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી (Cloudburst) ભયનું વાતાવરણ સર્જાયું છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 7 સૈનિકો લાપતા થયા છે. જ્યારે દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં તો વરસાદનો કહેર ચાલુ છે. આ દરમિયાન હવામાન વિભાગે ફરી એકવાર ભારે વાવાઝોડા સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. બુધવારે રાજ્યસભામાં માહિતી આપતાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, આ વર્ષે એપ્રિલથી જુલાઈ દરમિયાન દેશભરમાં વરસાદ અને વીજળી પડવાથી 1,626 લોકોના મોત થયા છે.

up rAIN Gujarat First-07-08-2025-

આ પણ વાંચોઃ અમદાવાદથી મુંબઈની ભારતની સૌથી પહેલી બુલેટ ટ્રેનમાં ભાડુ કેટલુ હશે? જાણો રુટ અને સમયની જાણકારી

Tags :
Bihar rain alert todaycloudburst in UttarkashiDelhi rain update August 7Gujarat FirstGUJARAT FIRST NEWSHeavy rain forecast August 7IMD rain warning 2025Rain alert Uttar Pradesh BiharUP rain forecast todayWeather update India August 7
Next Article