ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rain in Delhi:દિલ્હી-NCR માં વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ!

દિલ્હી-NCRમાં વાવાઝોડા સાથે વરસાદ  સફદરજંગમાં 79 કિમી  ઝડપે પવન ફૂંકાયો બાગપતમાં પણ ભારે વાવાઝોડા અને વરસાદ Rain in Delhi : દિલ્હી-એનસીઆરમાં (Delhi-NCR)સબુધવારે સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને દિવસભર તીવ્ર ગરમી અને ભેજ બાદ મોડી સાંજે અચાનક ભારે...
09:23 PM May 21, 2025 IST | Hiren Dave
દિલ્હી-NCRમાં વાવાઝોડા સાથે વરસાદ  સફદરજંગમાં 79 કિમી  ઝડપે પવન ફૂંકાયો બાગપતમાં પણ ભારે વાવાઝોડા અને વરસાદ Rain in Delhi : દિલ્હી-એનસીઆરમાં (Delhi-NCR)સબુધવારે સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને દિવસભર તીવ્ર ગરમી અને ભેજ બાદ મોડી સાંજે અચાનક ભારે...
Storm in Delhi-NCR

Rain in Delhi : દિલ્હી-એનસીઆરમાં (Delhi-NCR)સબુધવારે સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને દિવસભર તીવ્ર ગરમી અને ભેજ બાદ મોડી સાંજે અચાનક ભારે પવન સાથે કરા પડ્યા અને ધોધમાર વરસાદ પણ શરૂ થઈ ગયો. વિજય ચોકમાં ભારે વરસાદની સાથે કરા પણ પડી રહ્યા છે. રસ્તાઓ પર સફેદ પથ્થરો પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં રસ્તાઓ પર વાહનોની અવરજવર લગભગ બંધ થઈ ગઈ છે. ઘણી જગ્યાએ ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. દિલ્હીના સફદરજંગમાં 79 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. ભારે વાવાઝોડા પછી, ગાઝિયાબાદમાં વરસાદ શરૂ થયો. જ્યારે ઘણા વિસ્તારોમાં કરા પણ પડ્યા છે. બાગપતમાં પણ ભારે વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડ્યા

NCRના નોઈડામાં વાવાઝોડાનો કહેર જોવા મળ્યો

દિલ્હી-NCRમાં વાવાઝોડાને કારણે ઘણી જગ્યાએ ફ્લેક્સ બોર્ડ અને હોર્ડિંગ્સ પડી ગયા છે અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જો કે આ સ્થિતિમાં કોઈપણ પ્રકારના જાનમાલની નુકસાનની કોઈ જાણકારી અત્યાર સુધી સામે આવી નથી. એનસીઆરના નોઈડામાં વાવાઝોડાનો કહેર જોવા મળ્યો છે. નોઈડાના ઘણા વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ ગઈ છે અને તમામ જગ્યા પર અંધકાર છવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં બુધવારે રાત્રે હવામાન અચાનક બદલાઈ ગયું છે. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જ્યારે વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. દિલ્હીના સફદરજંગમાં 79 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે.

નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ જોરદાર વાવાઝોડું ત્રાટક્યું

ભારે વાવાઝોડા બાદ ગાઝિયાબાદમાં વરસાદ શરૂ થયો છે. જ્યારે ઘણા વિસ્તારોમાં કરા પણ પડ્યા છે. બીજી તરફ, પૂર્વ દિલ્હીના યમુના વિહાર, ભજનપુરા અને ગોકલપુરી જેવા વિસ્તારોમાં જોરદાર ધૂળનું તોફાન ફૂંકાયું છે. અચાનક ધૂળના તોફાનને કારણે વિજિબિલિટી પણ ઘટી ગઈ છે. નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ જોરદાર વાવાઝોડું ત્રાટક્યું છે, ઘણી જગ્યાએથી વૃક્ષો પડી જવાના અહેવાલો પણ સામે આવ્યા છે, જેના કારણે ટ્રાફિક જામ થયો છે અને વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે.

દિલ્હી-NCR વિસ્તારમાં  72  કિમી  પવન ફૂંકાયો

ભારે વરસાદ અને ભારે પવનની અસર સમગ્ર દિલ્હી-NCR વિસ્તારમાં પડી. પાલમમાં 72  કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ભારે પવનને કારણે ઘણા વિસ્તારોમાં વૃક્ષો પડી ગયા હતા અને વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો હતો. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (ટર્મિનલ-3) પર ધૂળનું તોફાન આવ્યું. આ પછી ભારે વરસાદ પણ પડ્યો.

ઉત્તરાખંડમાં ખરાબ હવામાન

ઉત્તરાખંડમાં પણ હવામાન બદલાયું. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરાયેલ ચેતવણી બાદ, ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો. આના કારણે, યમુનોત્રી અને બારકોટ (ઉત્તરકાશી) તેમજ બિરોનખાલ (પૌરી જિલ્લો) ના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. યમુનોત્રી અને બારકોટ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓનું પાણીનું સ્તર વધ્યું હતું અને ઘણી જગ્યાએ રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. પૌરી જિલ્લાના બિરોનખાલ વિસ્તારમાં મુશળધાર વરસાદને કારણે ગ્રામીણ વિસ્તારોમાં વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. દહેરાદૂન શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

Tags :
Hailstorm in Delhi-NoidaHeat in Delhirain in delhirain in delhi ncrRain in Noidastorm in Delhi NCRWeather ConditionWeather in Delhi-NCR
Next Article