ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Train incident: ટ્રેનના શૌચાલયમાં સગીરા સાથે દુષ્કર્મ,આરોપીએ બનાવ્યો Video

ટ્રેનના AC ડબ્બામાં દુષ્કર્મની ઘટના દેશમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલો શૌચાલયમાં બાળકીને મારમાર્યો   Train incident: આજે પણ જ્યારે નિર્ભયા કાંડની વાત આવે છે ત્યારે રુંવાટા ઊભા થઈ જાય છે. તે પછી અનેક મોટા બળાત્કારના કેસો સામે આવ્યા છે....
03:55 PM Apr 05, 2025 IST | Hiren Dave
ટ્રેનના AC ડબ્બામાં દુષ્કર્મની ઘટના દેશમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલો શૌચાલયમાં બાળકીને મારમાર્યો   Train incident: આજે પણ જ્યારે નિર્ભયા કાંડની વાત આવે છે ત્યારે રુંવાટા ઊભા થઈ જાય છે. તે પછી અનેક મોટા બળાત્કારના કેસો સામે આવ્યા છે....
12 yearoldgirl

 

Train incident: આજે પણ જ્યારે નિર્ભયા કાંડની વાત આવે છે ત્યારે રુંવાટા ઊભા થઈ જાય છે. તે પછી અનેક મોટા બળાત્કારના કેસો સામે આવ્યા છે. તાજેતરમાં એવી જ એક અત્યંત દુઃખદ અને નિંદનીય ઘટના હૈદરાબાદથી (Hyderabad)સામે આવી છે, જેમાં એક 12 વર્ષીય બાળકી (12 yearoldgirl)પર ટ્રેનના AC ડબ્બામાં દુષ્કર્મ (trainincident))કરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ નોંધાયો છે.

 

મગ્ર ઘટના

આ ઘટનાએ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે. મળતી માહિતી મુજબ, ઓડિશાની રહેવાસી આ બાળકી પોતાના પરિવાર સાથે મુસાફરી કરી રહી હતી. પરિવારના સભ્યોની સાથે બેઠેલી આ બાળકી જ્યારે એકલી શૌચાલયમાં ગઈ, ત્યારે બાજુમાં બેઠેલા બિહારના 22 વર્ષીય યુવાને તેનું શિકાર બનાવ્યું. આરોપીએ બાળકી પર શૌચાલયમાં 30 મિનિટથી વધુ સમય સુધી હુમલો કર્યો, તેને અંદર બંધ રાખી અને આ ખરાબ કૃત્યનો વીડિયો પણ બનાવ્યો.

આ પણ  વાંચો -શ્રીલંકામાં PM મોદી 'મિત્ર વિભૂષણ એવોર્ડ' થી સન્માનિત, કહ્યું- આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે

પિતાએ કર્યો આરોપીનો સામનો

આ ઘટના ગુરુવાર વહેલી સવારે ઘટી હતી અને બાળકીના માતાપિતાએ ટ્રેન સિકંદરાબાદ સ્ટેશન પર પહોંચ્યા બાદ તાત્કાલિક રેલવે હેલ્પલાઇન અને પછી GRP (સરકારી રેલવે પોલીસ)માં ફરિયાદ નોંધાવી હતી. બાળકીના પિતાએ આરોપીનો સામનો કર્યો અને તેની પાસે રહેલો મોબાઇલ ફોન કબજે કર્યો, જેમાં બાળકીના ફોટા અને વીડિયો મળી આવ્યા હતા.

આ પણ  વાંચો -Noida ના બહલોલપુરમાં ઝૂંપડપટ્ટીમાં લાગી ભીષણ આગ, સિલિન્ડર વિસ્ફોટથી અરાજકતા સર્જાઈ

આ તો બીજી ઘટના છે

તમે જાણીને ચોંકી જશો કે આ કોઇ પહેલી ઘટના નથી. હકીકતમાં હૈદરાબાદમાં થોડા સમય પહેલાં પણ આવી જ એક ઘટના બની હતી. તે સમયે એક 25 વર્ષીય મહિલાને એક યુવકે ચલતી MMTS ટ્રેનમાં બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાનું રક્ષણ કરવા માટે મહિલાએ ટ્રેનમાંથી છલાંગ લગાવી હતી અને સદનસીબે બચી ગઈ હતી. તાજેતરના કિસ્સામાં GRPએ પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે અને આરોપીની ધરપકડ કરાઈ હોવાનો અહેવાલ છે, જોકે પોલીસે હજુ ઔપચારિક પુષ્ટિ કરી નથી.

 

સુરક્ષા ઉપર સવાલો

આ ઘટના બાદ છોકરીઓની સુરક્ષા અંગે લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. લોકોનું માનવું છે કે રેલવે તંત્રએ સીસીટીવી કેમેરા, રાત્રિ ગસ્ત, સારી તાલીમ પ્રાપ્ત સુરક્ષા સ્ટાફ અને હેલ્પલાઇન સેવાઓને વધુ સક્રિય બનાવી જોઈએ જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન બને.

Tags :
12 year old girl assaultedGujarat FirstHyderabad NewsHyderabad news todayIndian Railways safetyman rapes 12-year-old in train toiletPOCSO ActSecunderabad train caseToday news Hyderabadtrain rape incident
Next Article