Raj Kundra Pornography Case : શિલ્પા શેટ્ટીના પતિની વધશે મુશ્કેલીઓ! રાજ કુન્દ્રાના ઠેંકાણા પર ED ની રેડ
- રાજ કુન્દ્રા પર EDના દરોડા: પોર્નોગ્રાફી કેસમાં વધુ તપાસ
- શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર પોર્ન કેસમાં કાયદાની કાર્યવાહી
- EDની કાર્યવાહી: રાજ કુન્દ્રાના ઘરો અને ઓફિસ પર દરોડા
- પોર્નોગ્રાફી નેટવર્ક કેસમાં રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી શકે છે
- EDની તપાસમાં પોર્ન નેટવર્કનો મોટો ખુલાસો
- રાજ કુન્દ્રાની ધરપકડ પછી ED દ્વારા વધુ તપાસ શરૂ
- અશ્લીલ ફિલ્મોની તપાસમાં EDનું એક્શન
Raj Kundra Pornography Case : પોર્નોગ્રાફી નેટવર્કના કેસમાં Enforcement Directorate (ED) એ જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા અને અન્ય સંલગ્ન લોકો પર દરોડા (Raid) પાડ્યા છે. ED એ હવે તેની તપાસના ભાગરૂપે તેમની રહેણાંક જગ્યાઓ અને ઓફિસો પર સર્ચ કરવાનું શરૂ કરી દીધું છે. આ કેસનો મુખ્ય આરોપ એ છે કે રાજ કુન્દ્રાએ પોર્નોગ્રાફી ફિલ્મો બનાવતી કંપની ચલાવી રહ્યા હતા, જે દેશના કાયદાનું ઉલ્લંઘન કરે છે.
રાજ કુન્દ્રાની ધરપકડ
જણાવી દઇએ કે, જૂન 2021માં રાજ કુન્દ્રાને 'અશ્લીલ' ફિલ્મો બનાવવાના આરોપ પર ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, રાજ કુન્દ્રા આ કેસમાં મુખ્ય કાવતરાખોર હતો. આ કેસના કારણોસર, રાજે બે મહિના જેલમાં વિતાવ્યા હતા. પરંતુ સપ્ટેમ્બર 2021માં તેને જામીન મળી ગયા હતા, અને તે જમાનત પર બહાર આવી ગયો હતો. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, રાજ કુન્દ્રાની કંપની અને પોર્નોગ્રાફી ફિલ્મો દ્વારા માત્ર મોટી કમાણી જ નથી કરતો પણ તેણે ભારતના કાયદાને તોડવા માટે સંપૂર્ણ રીતે એક નેટવર્ક ચલાવ્યું હતું. આ રહસ્યનો ખુલાસો કેવી રીતે થયો?
ફેબ્રુઆરી 2021માં, એક યુવતીએ માલવાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે ફરિયાદમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે કેટલાક લોકો છોકરીઓને ફિલ્મો અને ઓટીટી પ્લેટફોર્મમાં કામ આપવાના નામે અશ્લીલ ફિલ્મોમાં કામ કરવા માટે દબાણ કરે છે. પોલીસે આ ફરિયાદના આધારે તરત જ મલાડ વેસ્ટ વિસ્તારમાં એક બંગલામાં દરોડા પાડ્યા. આ બંગલામાં પોર્નોગ્રાફી ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી રહ્યું હતું.
હવે વધુ પુરાવા એકત્રિત થયા
આ દરોડા પછી, પોલીસને રાજ કુન્દ્રા અને તેની કંપની વિશે સ્પષ્ટ સંકેતો મળી ગયા હતા. જોકે, મુંબઈ પોલીસ કોઇ કાર્યવાહી કરતા પહેલા નક્કર પુરાવા એકત્ર કરવા માંગતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હવે તેમના પાસે રાજ સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ પુરાવા હતા, જેમ કે પીડિત યુવતીઓના નિવેદનો, વોટ્સએપ ચેટ, એપ પરની ફિલ્મો. જેના આધાર પર હવે રાજની મુશ્કેલીઓ આવનારા સમયમાં વધે તો કોઇ નવાઈ નથી.
આ પણ વાંચો: Bigg Boss 18 : ઈશા અને અવિનાશની તૂટી દોસ્તી! જુઓ આ Video