Raja Raghuvanshi case : મેઘાલય પોલીસને મોટી સફળતા,હવે ખૂલશે અનેક રહસ્ય!
- રાજા રઘુવંશી હત્યા કેસમાં મેઘાલય પોલીસનું નિવેદન
- પૂછપરછમાં એક હથિયાર જપ્ત કરવામાં આવ્યુ
- પોલીસની ટીમ હવે એ લેપટોપ શોધી રહી
Raja Raghuvanshi case : રાજા રઘુવંશી હત્યા કેસમાં (Raja Raghuvanshi case )મેઘાલય પોલીસ રોજ નવા નવા ખુલાસા કરી રહ્યુ છે.શિલોંગ પોલીસ અધીક્ષક હર્બર્ટ પિનિયાડ ખારકોંગોરે શુક્રવારે જણાવ્યુ હતુ કે પ્રાથમીક પૂછપરછમાં એક હથિયાર જપ્ત કરવામાં આવ્યુ છે. આ સિવાય કેટલોક દારૂ ગોળો અને એક બંદુક મળી આવી છે. પોલીસની ટીમ હવે એ લેપટોપ શોધી રહી છે, તેમને આશા છે કે એ લેપટોપથી આ કેસમાં એક નવો વળાંક આવશે.
હાલ આ કેસમાં સોનમ રઘુવંશી અને રાજ કુશવાહા સહિત બીજા આરોપીઓ જેલમાં બંધ છે
હાલ આ કેસમાં સોનમ રઘુવંશી અને રાજ કુશવાહા સહિત બીજા આરોપીઓ જેલમાં બંધ છે. પોલીસ આ મામલે સોનમ અને રાજા પાસેથી વધારે માહિતી મેળવી રહી છે. પોલીસ સૂત્રો અનુસાર તપાસ ટીમ બંને આરોપીઓને અલગ અલગ એકલા અને આમને સામને બેસાડીને પુછપરછ કરી રહ્યા છે.
રાજ-સોનમ બંદૂક અને દારૂગોળાનું શું કરવા માંગતા હતા?
મેઘાલયના પોલીસ અધિક્ષક હર્બર્ટ પિનિયાદ ખારકોંગોરે મીડિયાને એક નિવેદન જારી કરીને કહ્યું કે આ કેસની શરૂઆતની તપાસમાં એક હથિયાર જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હત્યાની તપાસમાં કેટલાક દારૂગોળા, એક બંદૂક અને 50,000રૂપિયા પણ મળી આવ્યા છે. હાલમાં, એ જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે કે આરોપીઓ કેવી રીતે અને ક્યારે જપ્ત કરાયેલા હથિયારોનો ઉપયોગ કરવાના હતા.
આ પણ વાંચો -લો બોલો! MP ના મુખ્યમંત્રીના કાફલાની 19 ગાડીઓ રસ્તા વચ્ચે અચાનક બંધ, કારણ ચોંકાવી દેશે
લેપટોપની શોધમાં,રાજ અને આકાશે પૂછપરછ દરમિયાન પ્લાનિંગ જણાવ્યું
પોલીસે આ કેસની તપાસમાં એક વાહન જપ્ત કર્યું છે. પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. બંનેની ટૂંક સમયમાં ફરી પૂછપરછ કરવામાં આવશે. જો પોલીસનું માનવું હોય તો, અત્યાર સુધીની પૂછપરછમાં, રાજ અને આકાશે બેગમાં હથિયાર હોવાનું ખુલ્યું હતું. આ ઉપરાંત, પોલીસ એ પણ શોધી રહી છે કે આરોપીઓનું લેપટોપ ક્યાં છે. હાલમાં પોલીસ પાસે ઘણા પ્રશ્નો છે જેમ કે શું આરોપીઓએ લેપટોપનો નાશ કર્યો છે? જો હા, તો તે ક્યાં નાશ કરવામાં આવ્યો હતો. જો નહીં, તો તે ક્યાં અને કઈ સ્થિતિમાં છે?
આ પણ વાંચો -ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાની તોફાની બેટિંગ, દેશમાં અત્યાર સુધી 9% વધુ વરસાદ નોંધાયો
આરોપીએ અગાઉ ગુનો કબૂલ્યો હતો
મેઘાલય પોલીસે અત્યાર સુધીમાં આ કેસમાં આઠ લોકોની ધરપકડ કરી છે, જેમાં સોનમ, રાજ કુશવાહા, ત્રણ ભાડે રાખેલા હત્યારાઓ અને પુરાવાનો નાશ કરવા બદલ ત્રણ અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે. શરૂઆતની તપાસમાં, આકાશ અને આનંદે હત્યામાં પોતાની ભૂમિકા સ્વીકારી હતી અને ગુનાની આખી વાર્તા પોલીસને કહી હતી. જોકે, 26 જૂને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ત્યારે, બંને તેમના નિવેદનોથી પાછા ફર્યા અને કોઈ કબૂલાત કરવાનો ઇનકાર કર્યો.
બે આરોપીઓને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા
આ અંગે, મેઘાલય પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે - ગુરુવારે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ત્યારે આકાશ રાજપૂત અને આનંદ કુર્મી ચૂપ રહ્યા અને કોઈ પણ નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો, તેમણે કહ્યું કે, અમે (પાંચ) આરોપીઓમાંથી ફક્ત બેને મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલ્યા હતા. તે કોઈ નિવેદન આપવા માંગતો ન હતો. પરંતુ અમારી પાસે તેની વિરુદ્ધ પૂરતા પુરાવા છે. અમે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) રિપોર્ટની પણ રાહ જોઈ રહ્યા છીએ.