Raja Raghuvanshi case :કોણ છે સંજય વર્મા જેની સાથે સોનમે કરી વાત?
- રાજા રઘુવંશી હત્યા કેસમાં નવો વળાંક
- સંજય વર્મા નામના યુવકના સતત સંપર્કમાં હતી
- સોનમે 112 વખત સંજય વર્માને ફોન કર્યા
Raja Raghuvanshi case : ઇન્દોરનો ખુબજ ચર્ચીત અને બદનામ રાજા રઘુવંશી (Raja Raghuvanshi case)હત્યા કેસ એક નવા વલાંક પર આવીને ઉભો છે. મુખ્ય આરોપી સોનમ રઘુવંશીની મોબાઇલ કોલ ડિટેલથી માહિતી મળી રહી છે કે ઘટના પહેલા તે કોઇ સંજય વર્મા નામના યુવકના સતત સંપર્કમાં હતી. 1 માર્ચથી 25 માર્ચ વચ્ચે સોનમે 112 વખત સંજય વર્માને(Sanjay Verma) ફોન કર્યા, જેનાથી અંદાજ લગાવી શકાય કે હત્યા રાજ કુશવાહાએ નહી બીજા કેટલાક લોકોએ કરી હતી, હાલ પોલીસ એ તમાસ કરી રહી છે કે આ સંજય વર્મા છે કોણ?
ગાઝીપુર સુધી તેની સાથે બે લોકો હતા!
થોડા દિવસ પહેલા, સોનમની વારાણસીથી ગાઝીપુરની મુસાફરીની વાર્તામાં, એવું પણ બહાર આવ્યું હતું કે તેની સાથે બે વધુ લોકો હતા. ગાઝીપુરના સૈયદપુરની રહેવાસી ઉજાલા યાદવે દાવો કર્યો હતો કે 8 જૂનની રાત્રે, તે વારાણસી રેલ્વે સ્ટેશનથી ગાઝીપુર જતી બસ પકડવા આવી હતી. સોનમ, પોતાનો ચહેરો ઢાંકીને, ત્યાં આવી અને ગોરખપુર જવા વિશે પૂછ્યું. ઉજાલાએ દાવો કર્યો હતો કે સોનમ સાથે બે યુવાનો હતા, જેમાંથી એકે સફેદ શર્ટ પહેર્યો હતો અને બંનેએ પોતાના ચહેરા ઢાંકેલા હતા.
આ પણ વકંચો -કેદારનાથ ધામમાં ફરી એકવાર મોટી દુર્ઘટના, ભૂસ્ખલન થતાં 2 શ્રદ્ધાળુના મોત; 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ઉજાલા કહે છે કે સોનમ પહેલા ટ્રેન દ્વારા ગોરખપુર જવા માંગતી હતી
ઉજાલા કહે છે કે સોનમ પહેલા ટ્રેન દ્વારા ગોરખપુર જવા માંગતી હતી પરંતુ ટ્રેન સવારની હતી, તેથી તે બસમાં ચઢી ગઈ. ઉજાલાએ એમ પણ જણાવ્યું હતું કે બસની મુસાફરી દરમિયાન, જ્યારે તે સોશિયલ મીડિયા પર રાજા રઘુવંશી હત્યા કેસ સંબંધિત વીડિયો જોઈ રહી હતી, ત્યારે સોનમે તેને આમ ન કરવા કહ્યું. સોનમે ઉજાલાનો ફોન માંગ્યો અને એક નંબર ટાઇપ કર્યો, પરંતુ ફોન ન કર્યો, અને પછી ફોનમાંથી નંબર ડિલીટ કરી દીધો.
આ પણ વકંચો -દિલ્હી-NCR માં ભારે વરસાદે તબાહી મચાવી... રસ્તાઓ પર પાણી ભરાયા
મેઘાલય પોલીસ આ સવાલોને ફંફોળી રહી
શું સંજય વર્માએ જ સોનમને મદદ કરી? સોનમને વારાણસી અને પછી ગાઝીપુર કોણે પહોંચાડી? વારાણસી સુધી સાથે આવેલા યુવકો કોણ છે અને અત્યારે ક્યાં છે? જો કે પોલીસને શક છે કે નકલી નામથી સીમકાર્ડ ખરીદી વાતચીત કરી હોય શકે.
કોઈ કોન્ટ્રાક્ટ કિલિંગ નહીં, મિત્રતામાં કરી હત્યા
સોનમની પૂછપરછ કર્યા પછી શિલોંગ પોલીસે થોડા દિવસો પહેલા સ્પષ્ટતા કરી હતી કે આ કોન્ટ્રાક્ટ કિલિંગનો કેસ નથી. રાજ કુશવાહાએ તેના મિત્રો આકાશ, વિશાલ અને આનંદને હત્યા માટે તૈયાર કર્યા હતા. કોઈ મોટી રકમ આપવામાં આવી ન હતી, તેના બદલે રાજે ખર્ચ માટે ફક્ત 59,000 રૂપિયા આપ્યા હતા.