Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajasthan Accident: આ Video હચમચાવી દેશે! પૂરઝડપે આવતી કારે યુવકને 20 ફૂટ ઊલાળ્યો

Rajasthan Accident: દેશમાં દરરોજ કોઈના કોઈ ખૂણે ભયાવહ Accident સર્જાતા હોય છે. ત્યારે આવા અસ્માતમાં અનેકવાર નૌજવાનોના મોત નિપજતા હોય છે. તેના કારણે અનેક પરિવાર નિરાધાર જોવા મળે છે. અને આવા Accident માં મોટાભાગે માસૂમોના જીવ જોખમમાં મૂકાતા હોય છે....
rajasthan accident  આ video હચમચાવી દેશે  પૂરઝડપે આવતી કારે યુવકને 20 ફૂટ ઊલાળ્યો
Advertisement

Rajasthan Accident: દેશમાં દરરોજ કોઈના કોઈ ખૂણે ભયાવહ Accident સર્જાતા હોય છે. ત્યારે આવા અસ્માતમાં અનેકવાર નૌજવાનોના મોત નિપજતા હોય છે. તેના કારણે અનેક પરિવાર નિરાધાર જોવા મળે છે. અને આવા Accident માં મોટાભાગે માસૂમોના જીવ જોખમમાં મૂકાતા હોય છે.

  • રાજસ્થાનમાં કાળજું કંપાવી દેતો Accident

  • પૂરપાટ આવતી કારે યુવકને 20 ફૂટ ઉલાળ્યો

  • ધૌલપુરમાં થયો ગોઝારો Accident

ત્યારે Rajasthan માંથી કાળજું કંપાવી નાખે તેવી Accident ની ઘટના સામે આવી છે. આ ઘટના Rajasthan માં આવેલા ધૌલપુરના બસઈનવાબામાં Accident થયો હતો. આ ઘટનામાં એક એક પરિવારના જવાન દીકરાનું હ્રદયદ્રાવક મોત નિપજ્યું છે. આ ઘટનાના CCTV Footage સામે આવ્યા છે. આ ઘટનામાં રસ્તા પર પૂરપાટે જતી કારે એક યુવકને જીવ તાળવે ચોટાડી નાખે તેવી ટક્કર મારી હતી.

Advertisement

આ પણ વાંચો: Medha Patkar સામે માનહાનિ કેસમાં દિલ્હી કોર્ટે મોટો ચુકાદો

Advertisement

યુવક હવામાં 3 વાર ફંગોળાયો

આ ઘટનામાં જ્યારે યુવક રસ્તો ઓળંગી રહ્યો હતો, ત્યારે પૂરપાટે કાર આવી રહી હતી. જોકે યુવક રસ્તાના બીજા કાંઠે પહોંચી ગયો હતો. ત્યારે પૂરપાટે આવતી કારે યુવકના પગના ભાગે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે યુવક હવામાં 3 વાર ફંગોળાયો હતો. કારની ટક્કર વાગવાથી યુવક 20 ફૂટ ઊંચો ઉછળ્યો હતો.

આ પણ વાંચો: PM Modi : મતદાન પહેલા કાશીવાસી ઓને PM Modi નો ખાસ પત્ર, જાણો શું કરી માંગ

પરિવારમાં આક્રંદ છવાઈ ગયો

આ સમગ્ર ઘટના સ્થાનિક CCTV Footage માં કેદ થઈ હતી. ત્યારે Accidentને લઈ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તે ઉપરાંત પોલીસે ફરિયાદ નોંધી CCTV Footage ના આધારે કાર અને માલિકની તપાસ માટે તજવીજ હાથ ધરી છે. આ Accident માં જવાન દીકરાનું મોત થતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે.

આ પણ વાંચો: PM Modi In Punjab: સોગંધ મુજે ઇસ મિટ્ટી કી..ગુરુદાસપુરમાં ગરજ્યા PM MODI

Tags :
Advertisement

.

×