Rajasthan: ભજનલાલ સરકારનો મોટો નિર્ણય, 9 જિલ્લા કરાયા રદ
- રાજસ્થાનની ભજનલાલ સરકારનો મોટો નિર્ણય
- 20 નવા જિલ્લાઓને લઈને મોટો નિર્ણય
- નવ જિલ્લાઓને નાબૂદ કરવાની દરખાસ્તને મંજૂરી
Rajasthan:રાજસ્થાનની ભજનલાલ શર્મા (Bhajanlal Sharma)સરકારે અગાઉની કોંગ્રેસ સરકાર દરમિયાન બનાવવામાં આવેલા 20 નવા જિલ્લાઓને લઈને મોટો નિર્ણય લીધો છે. રાજ્ય કેબિનેટની બેઠકમાં આ પૈકીના નવ જિલ્લાઓને નાબૂદ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.
ભજનલાલ શર્મા સરકારે શનિવારે મોટો નિર્ણય લીધો
રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારે શનિવારે મોટો નિર્ણય લીધો છે. શનિવારે સીએમ ભજન લાલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગેહલોત સરકાર દરમિયાન બનાવવામાં આવેલા નવ જિલ્લાઓને નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ મંત્રી જોગારામ પટેલ અને સુમિત ગોદારાએ શનિવારે પત્રકારોને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભજનલાલ સરકારે અગાઉની કોંગ્રેસ સરકાર દરમિયાન બનાવવામાં આવેલા 20 નવા જિલ્લાઓને લઈને મોટો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે 20 માંથી આઠ જિલ્લા યથાવત રહેશે. અગાઉની સરકારે બનાવેલા નવા વિભાગો અસ્તિત્વમાં રહેશે નહીં.
ભજનલાલ સરકારે ગેહલોત શાસન દરમિયાન રચાયેલા 9 જિલ્લા અને ત્રણ વિભાગો નાબૂદ કર્યા. જે જિલ્લાઓ રદ કરવામાં આવ્યા હતા. તે છે- ડુડુ, કેકરી, શાહપુરા, નીમકથાના, ગંગાપુર સિટી, જયપુર ગ્રામીણ, જોધપુર ગ્રામીણ, અનુપગઢ, સાંચોર, બાલોત્રા, વ્યાવર, ડીગ, ડીડવાના-કુચમન, કોટપુતલી-બેહરોર, ખૈરથલ-તિજારા, ફલોદી અને સાલમ્બર જિલ્લાઓ જેમ છે તેમ જ રહેશે.
ગ્રામ પંચાયતોનું પુનર્ગઠન કરવામાં આવશે
કાયદા મંત્રી જોગારામ પટેલે કહ્યું કે રાજસ્થાનની ગ્રામ પંચાયતોનું પુનર્ગઠન થશે. આ વર્ષે અમે એક લાખ બેરોજગારોને રોજગારી આપીશું. તેમણે કહ્યું કે ખાદ્ય સુરક્ષા યોજનામાં નવા લાભાર્થીઓને ઉમેરવામાં આવશે. તેમણે કહ્યું કે CET (કોમન એલિજિબિલિટી ટેસ્ટ) પરીક્ષામાં ત્રણ વર્ષ સુધીના સ્કોર હવે ગણાશે. અગાઉ એક વર્ષનો સ્કોર ગણાતો હતો.