ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજસ્થાનના CM ભજનલાલ શર્માના કાફલાનો ભયાનક અકસ્માત! 9 ઘાયલ, 2 ICU માં દાખલ

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો કાફલો જયપુરમાં ગંભીર અકસ્માતનો ભોગ બન્યો. આ અકસ્માતમાં કાફલાના સુરક્ષાકર્મીઓ સહિત 9 લોકો ઘાયલ થયા. મુખ્યમંત્રીએ પોતે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા. અકસ્માત એ સમયે થયો જ્યારે મુખ્યમંત્રીનો કાફલો NRI સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો અને કાફલામાં સામેલ એક વાહન રોંગ સાઈડથી આવતી કારને ટક્કર મારવાથી બચવા માટે રોડ ડિવાઈડર સાથે અથડાયું હતું. ઘાયલોમાંથી 2 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા છે.
05:13 PM Dec 11, 2024 IST | Hardik Shah
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો કાફલો જયપુરમાં ગંભીર અકસ્માતનો ભોગ બન્યો. આ અકસ્માતમાં કાફલાના સુરક્ષાકર્મીઓ સહિત 9 લોકો ઘાયલ થયા. મુખ્યમંત્રીએ પોતે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા. અકસ્માત એ સમયે થયો જ્યારે મુખ્યમંત્રીનો કાફલો NRI સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો અને કાફલામાં સામેલ એક વાહન રોંગ સાઈડથી આવતી કારને ટક્કર મારવાથી બચવા માટે રોડ ડિવાઈડર સાથે અથડાયું હતું. ઘાયલોમાંથી 2 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા છે.
CM Bhajanlal Sharma Convoy Accident

CM Bhajanlal Sharma Convoy Accident : રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો કાફલો બુધવારે બપોરે જયપુરમાં ગંભીર અકસ્માતનો શિકાર બન્યો હતો. આ દુર્ઘટનામાં કાફલામાં તૈનાત સુરક્ષાકર્મીઓ સહિત કુલ 9 લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા તમામને તરત જ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંમાંથી 2 લોકોની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને ICU માં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાએ મુખ્યમંત્રીના કાફલાની સલામતી અંગે મોટા પ્રશ્નો ઊભા કર્યા છે.

અકસ્માત કેવી રીતે થયો?

મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ટ્રાફિક પોલીસને ખાસ સૂચના આપી હતી કે તેમના કાફલાની અવર-જવર દરમિયાન સામાન્ય લોકોને અવરોધ ન થાય. આ આદેશના પાલન દરમિયાન, એક રોંગ સાઈડથી આવતી કાર તેમના કાફલામાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં કાફલાના સુરક્ષાકર્મીઓના વાહનને ટક્કર મારવામાં આવી હતી, જેના કારણે વાહન રોડ ડિવાઈડર સાથે અથડાયું હતું. આ સમગ્ર ઘટનામાં કુલ 9 લોકો ઘાયલ થયા છે, જેમાં 5 સુરક્ષાકર્મીઓનો પણ સમાવેશ થાય છે. ઘાયલ સુરક્ષાકર્મીઓમાંથી 2 ની હાલત ખૂબ નાજુક હોવાથી તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ પોતે સહાયતા કરી

આ દુર્ઘટના બાદ મુખ્યમંત્રીએ પોતે ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં મદદ કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ઘટના NRI સર્કલ પાસે થઈ હતી. અકસ્માત એ સમયે થયો, જ્યારે મુખ્યમંત્રીના કાફલામાં સામેલ એક વાહન ટક્કરથી બચવા માટે પ્રયાસ કરી રહ્યું હતું અને રોડ ડિવાઈડર સાથે અથડાયું હતું. મુખ્યમંત્રીએ ઘાયલોની સ્થિતિ અંગે હોસ્પિટલમાં જ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને દવાખાનાની ટીમને તાત્કાલિક અને અસરકારક સારવારની સુનિશ્ચિતતા માટે સુચના આપી હતી. તેમણે કહ્યું, "CMનો કાફલો હંમેશની જેમ આગળ વધી રહ્યો હતો અને ત્યાં કોઈ ટ્રાફિક સ્ટોપ ન હતો, આ દરમિયાન અકસ્માત થયો હતો. CM એ મામલાની માહિતી લીધી અને એમ્બ્યુલન્સ આવવાની રાહ જોવાને બદલે તેઓ ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને કોઇ સમય બગાડ્યા વિના ત્યાથી લઈ ગયા હતા.

પોલીસની કાર્યવાહી

આ દુર્ઘટનાના બાદ, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટક્કર મારનાર કારનો કબજો મેળવી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા રસ્તા પરથી અકસ્માતગ્રસ્ત વાહનો હટાવીને ટ્રાફિકની વ્યવસ્થા ફરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાના લીધે કેટલાક સમય માટે ટ્રાફિક સર્જાયો હતો, પરંતુ ઝડપી કામગીરીના કારણે સ્થિતિ ઝડપી સુધરી ગઈ હતી.

આ પણ વાંચો:  Maharashtra : બંધારણના અપમાનને લઈને પરભણીમાં હિંસા, પોલીસ તૈનાત...

Tags :
CM Bhajanlal SharmaCM Bhajanlal Sharma Convoy AccidentGujarat FirstHardik ShahJaipur Road AccidentNRI Circle AccidentRajasthan Chief Minister Convoy Accident
Next Article