Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજસ્થાન : કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ઈન્દિરા મીનાની દાદાગીરી, ભાજપ અગ્રણી નેતાને માર મારી કપડા ફાડ્યા

રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં ડો.બાબાસાહેબ ભીમરામ આંબેડકરની પ્રતિમા પાસે તક્તી લગાવતી વખતે કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ કોલેજના છોકરા પણ ન કરે તેવું ઈમમેચ્યોર બીહેવિયર કર્યુ છે. તેમણે ભાજપ મંડળ અધ્યક્ષને માર માર્યો અને કપડા પણ ફાડી નાંખ્યા. વાંચો વિગતવાર.
રાજસ્થાન   કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ઈન્દિરા મીનાની  દાદાગીરી   ભાજપ અગ્રણી નેતાને માર મારી કપડા ફાડ્યા
Advertisement

Rajasthan: ડો.બાબાસાહેબ ભીમરામ આંબેડકરની પ્રતિમા પાસે તક્તી લગાવવા મુદ્દે બે નેતાઓ વચ્ચે બખેડો થયો હતો. જેમાં કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ઈન્દિરા મીનાએ મનસ્વી અને અવિવેકી વર્તન કર્યુ હતું. આ સમગ્ર હોબાળો 2 કલાક ચાલ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ અને અગ્રણી રાજકારણીઓ વચ્ચે પડ્યા ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો.

શું છે સમગ્ર વિવાદનું મૂળ ?

આજથી 2 વર્ષ પહેલા રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના બૌંલીમાં ડો.આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. હવે અહીં તંત્ર દ્વારા ટ્રાફિકને ધ્યાને રાખી 4 રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. બામનવાસના કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દિરા મીનાએ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. મળતા અહેવાલો મુજબ રવિવારે રાત્રે પ્રતિમાની નેમ પ્લેટ હટાવવામાં આવી હતી અને તેના સ્થાને ઈન્દિરા મીના અને નગરપાલિકા અધ્યક્ષ કમલેશ દેવી જોશીના નામની તક્તી લગાવાની હતી. જોકે આ મામલે ભાજપના બૌંલીના મંડળ અધ્યક્ષ હનુમાન દીક્ષિત અને સ્થાનિક પ્રમુખ કૃષ્ણ પોસવાલે વાંધો ઉઠાવ્યો હતો અને મીના-જોષીની તક્તી હટાવી દીધી હતી.

Advertisement

આ પણ વાંચોઃ  અટકી પડી છે ભાજપના નવા અધ્યક્ષની ચૂંટણી, જાણો શું છે કારણ ?

Advertisement

ધારાસભ્ય ઈન્દિરા મીના અડધી રાત્રે ત્યાં પહોંચ્યા

આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસ ધારાસભ્ય ઈન્દિરા મીના અડધી રાત્રે ત્યાં પહોંચ્યા હતા. નવી તક્તી હટાવતી વખતે મીના અને હનુમાન દીક્ષિત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ દીક્ષિત પોતાની ગાડીમાં બેસતા જતા હતા, ત્યારે મીના તેમની ગાડીના ફુટરેસ્ટ પર ચઢી ગયા અને ફરી ઉગ્ર બોલાચાલી શરૃ કરી દીધી, ત્યારબાદ બંને વચ્ચે મારમારી થઈ. મારમારી દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય કહેતા જોવા મળી રહ્યા છે કે, શું તમે ભાજપમાંથી હોવાના કારણે ગુંડાગર્દીનો સહારો લેશો ? બંને નેતાઓ વચ્ચે લગભગ 2 કલાક સુધી ઉગ્ર બોલાચાલી અને હંગામો થયો હતો. ત્યારબાદ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચંદ્ર પ્રકાશ વર્મા સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને વચ્ચે પડી બંને નેતાઓને શાંત પાડયા હતા. હાલમાં બંને તકતીઓને સુરક્ષિત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ National Herald case: ED સામે કોંગ્રેસનુ વિરોધ પ્રદર્શન, ગેહલોતે કહ્યું- '...ખુલ્લેઆમ ધમકાવવાનો પ્રયાસ'

Tags :
Advertisement

.

×