Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajasthan : જયપુરની SMS હોસ્પિટલમાં લાગી આગ, 6 દર્દીના કરૂણ મોત

SMS Hospital fire Jaipur : રાજસ્થાનની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત હોસ્પિટલ, સવાઈ માન સિંહ (SMS) હોસ્પિટલ, રવિવારે રાત્રે એક ભયાનક દુર્ઘટનાનું સાક્ષી બની. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ન્યુરો ICU વોર્ડમાં લાગેલી ભીષણ આગમાં 6 દર્દીઓના કરૂણ મોત થયા છે, જેમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
rajasthan   જયપુરની sms હોસ્પિટલમાં લાગી આગ  6 દર્દીના કરૂણ મોત
Advertisement
  • રાજસ્થાનના જયપુરની SMS હોસ્પિટલમાં આગ
  • હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આગથી 6 દર્દીના મોત
  • આગ બાદ 5 દર્દી ગંભીર હાલતમાં સારવાર હેઠળ
  • વોર્ડમાં દાખલ 24 દર્દીઓને અન્યત્ર શિફ્ટ કરાયા
  • ICU વોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી
  • CM ભજનલાલ શર્માએ લીધી હોસ્પિટલની મુલાકાત
  • હોસ્પિટલમાં આગ અંગે આપ્યા તપાસના આદેશ

SMS Hospital fire Jaipur : રાજસ્થાનની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત હોસ્પિટલ, સવાઈ માન સિંહ (SMS) હોસ્પિટલ, રવિવારે રાત્રે એક ભયાનક દુર્ઘટનાનું સાક્ષી બની. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ન્યુરો ICU વોર્ડમાં લાગેલી ભીષણ આગમાં 7 દર્દીઓના કરૂણ મોત થયા છે, જેમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટનાએ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

કેવી રીતે સર્જાઈ આ દુર્ઘટના?

આ દુ:ખદ ઘટના ટ્રોમા સેન્ટરના બીજા માળે આવેલા ન્યુરો ICU વોર્ડના સ્ટોર રૂમમાં રાત્રે લગભગ 11:20 વાગ્યે બની. પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે સ્ટોરમાં આગ લાગી હતી. આ સ્ટોર રૂમમાં કાગળો, ICU પુરવઠો અને બ્લડ સેમ્પલર ટ્યુબ જેવી વસ્તુઓ સંગ્રહિત હતી, જે સળગવાની સાથે જ ઝડપથી આગ ફેલાઈ અને ચારેબાજુ ઝેરી ધુમાડો ભરાઈ ગયો.

Advertisement

આગ લાગવાથી ICU વોર્ડનો મોટો ભાગ ધુમાડાથી ભરાઈ ગયો, જેના કારણે દર્દીઓને ગૂંગળામણ થવા લાગી. આ ICU વોર્ડમાં કુલ 24 દર્દીઓ સારવાર હેઠળ હતા. આગની જાણ થતાં જ હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓના સંબંધીઓએ દર્દીઓને તાત્કાલિક બહાર કાઢવાનું શરૂ કર્યું.

Advertisement

6 દર્દીનાં મોત, 5 ની હાલત ગંભીર

આગના કારણે સર્જાયેલા ગૂંગળામણ અને ગંભીર ઈજાઓને લીધે કુલ 7 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 5 દર્દીઓ હજુ પણ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. મૃતકોમાં સીકરના પિન્ટુ, આંધીના દિલીપ, ભરતપુરના શ્રીનાથ, રુક્મિણી અને ખુશ્મા તથા સાંગાનેરના બહાદુરનો સમાવેશ થાય છે.

આગ એટલી ભયંકર હતી કે આખો ICU વોર્ડ લગભગ બળીને ખાખ થઈ ગયો. ગંભીર હાલતમાં રહેલા અન્ય 17 દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલના અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

પરિવારજનોના ગંભીર આરોપો

મૃતકોના પરિવારોએ હોસ્પિટલ વહીવટીતંત્ર પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે, આગ અને ધુમાડો ફેલાવાની સાથે જ વોર્ડ બોય અને અન્ય નર્સિંગ સ્ટાફ ગાયબ થઈ ગયા હતા. લાંબા સમય સુધી દર્દીઓને બહાર કાઢવા કે બચાવવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

દર્દીઓના સંબંધીઓએ પોતાની જાતે જ પોતાના પ્રિયજનોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો સમયસર સ્ટાફ દ્વારા યોગ્ય પગલાં લેવાયા હોત તો કદાચ આટલા મોત ન થયા હોત, તેવું પરિવારોનું કહેવું છે. આ આરોપો હોસ્પિટલની કટોકટી વ્યવસ્થાપન પ્રણાલી પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે.

મુખ્યમંત્રીએ લીધી મુલાકાત, તપાસના આદેશ

દુર્ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા તાત્કાલિક SMS હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમની સાથે આરોગ્ય મંત્રી જવાહર સિંહ બેધમ પણ હાજર હતા. મુખ્યમંત્રીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

મુખ્યમંત્રી શર્માએ આ ઘટનાને અસ્વીકાર્ય ગણાવી અને હોસ્પિટલ વહીવટીતંત્રને ઝડપી તપાસ કરવાના કડક આદેશ આપ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે આ દુર્ઘટના માટે જવાબદાર ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.

મૃતકોના પરિવારને ₹5 લાખની સહાય

મુખ્યમંત્રીએ આ દુ:ખદ અકસ્માતમાં જીવ ગુમાવનારા દર્દીઓના પરિવારો માટે ₹5 લાખની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત, આગમાં ઘાયલ થયેલા લોકોને મફત સારવાર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો :  Ahmedabad Fire : વૃંદાવન હોસ્પિટલમાં ભીષણ આગ, 8 બાળકોનું રેસ્ક્યુ!

આ પણ વાંચો :   ઓડિશાના કટકમાં દુર્ગા પૂજાની મૂર્તિ વિસર્જન શોભાયાત્રા પર પથ્થરમારો, બે જૂથ વચ્ચે ભારે બબાલ 

Tags :
Advertisement

.

×