Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Kota Building Collapse: રાજસ્થાનના કોટામાં મોટી દુર્ઘટના, બે માળની હોટલની ઈમારત ધરાશાયી થતા અનેક લોકો કાટમાળ નીચે દબાયા

રાજસ્થાનના કોટામાં શનિવારની રાત કાળમુખી સાબિત થઈ હતી. જ્યારે લોકો રેસ્ટોરન્ટમાં જમવાની મજા માણી રહ્યા હતા, ત્યારે અચાનક આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ. કાટમાળ નીચે દબાયેલી ચીસો વચ્ચે બચાવ ટુકડીઓ અને મંત્રીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે.બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
kota building collapse  રાજસ્થાનના કોટામાં મોટી દુર્ઘટના  બે માળની હોટલની ઈમારત ધરાશાયી થતા અનેક લોકો કાટમાળ નીચે દબાયા
Advertisement
  • કોટાના જવાહર નગરમાં ઓપેરા હોસ્પિટલ રોડ પર બની ઘટના (Kota Building Collapse)
  • મુરાદાબાદી રેસ્ટોરન્ટની ઈમારત ધરાશાયી થતા 10-15 લોકો દબાયા
  • બચાવ ટુકડીએ અત્યાર સુધીમાં 5 લોકોને જીવિત બહાર કાઢ્યા
  • દુર્ઘટનામાં બે નિર્દોષ બાળકોના મોત થયા હોવાની આશંકા
  • મંત્રી મદન દિલાવર અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

રાજસ્થાન (Rajasthan) ના શૈક્ષણિક હબ ગણાતા કોટા (Kota) માં શનિવારે રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. જવાહર નગર પોલીસ સ્ટેશન (Jawahar Nagar Police Station) વિસ્તારમાં આવેલી એક બે માળની હોટલની ઈમારત અચાનક ધરાશાયી (Building Collapse) થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 10 થી 15 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.બે બાળકોના મોતની આશંકા છે.ઘટનાની ગંભીરતા જોતા પોલીસ અને વહીવટીતંત્રનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને રાહત તથા બચાવ કામગીરી (Rescue Operation) યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. રાજ્યના મંત્રી મદન દિલાવર (Madan Dilawar) પણ સ્થિતિની સમીક્ષા કરવા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

Kota Building Collapse:  કોટામાં રેસ્ટોરન્ટની ઈમારત ધરાશાયી

મળતી માહિતી મુજબ, આ ઈમારત કોટા ઓપેરા હોસ્પિટલ રોડ (Opera Hospital Road) પર આવેલી હતી, જ્યાં 'મુરાદાબાદી નોન-વેજ રેસ્ટોરન્ટ' (Muradabadi Non-Veg Restaurant) કાર્યરત હતી. ઈમારતમાં કેટલાક બાંધકામનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ આ દુર્ઘટના ઘટી હતી. સ્થાનિક ધારાસભ્ય સંદીપ શર્મા (Sandeep Sharma) એ જણાવ્યું કે જ્યારે ઈમારત તૂટી ત્યારે અંદર ગ્રાહકો અને સ્ટાફ હાજર હતા. પ્રાથમિક અહેવાલોમાં બે બાળકોના મોતના સમાચાર પણ વહેતા થયા છે, જોકે વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી આની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

Advertisement

Advertisement

રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

જિલ્લા કલેક્ટર પીયૂષ સમરિયા (District Collector Piyush Samariya) એ જણાવ્યું કે દુર્ઘટના બાદ તરત જ બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 5 લોકોને કાટમાળમાંથી જીવિત બહાર કાઢીને હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા છે. કાટમાળ ઘણો મોટો હોવાથી હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની સંભાવના છે. જેસીબી અને અન્ય સાધનોની મદદથી કાટમાળ દૂર કરવાની કામગીરી રાતભર ચાલુ રાખવામાં આવી છે.

આ પણ વાંચો: હરિયાણાના સૂરજકુંડ મેળામાં શી ચકડોળ તૂટી પડતા મોટી દુર્ઘટના, બાળકો સહિત 9 લોકો ઇજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×