ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajasthan : નિયતિનો ખેલ! પત્ની માટે પતિએ VRS લીધું અને ફેરવેલ પાર્ટીમાં જ પત્નીનું થયું મોત

રાજસ્થાનના કોટાથી એક વીડિયો વાયરલ થયો છે જેમા એક અધિકારીએ પોતાની પત્ની માટે નિવૃત્તિના 3 વર્ષ પહેલા VRS લીધું હતું, અને તેમની ફેરવેલ પાર્ટીમાં જ તેમની પત્નીનું મોત થયું હતું. આ ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
12:43 PM Dec 26, 2024 IST | Hardik Shah
રાજસ્થાનના કોટાથી એક વીડિયો વાયરલ થયો છે જેમા એક અધિકારીએ પોતાની પત્ની માટે નિવૃત્તિના 3 વર્ષ પહેલા VRS લીધું હતું, અને તેમની ફેરવેલ પાર્ટીમાં જ તેમની પત્નીનું મોત થયું હતું. આ ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
Rajasthan tragic incident farewell party video

Rajasthan tragic incident : લખ્યું લેવાય, આવું આપણા વડીલો કહેતા હતા. જેનો અર્થ થાય છે કે જેટલું તમારા ભાગ્યમાં લખેલું છે તે જ થશે. ક્યારેક એવી ઘટનાઓ બની જતી હોય છે કે જેના વિશે જાણીને પણ ચોંકી જવાય છે. આવી જ એક ઘટના રાજસ્થાનના કોટામાંથી સામે આવી છે. અહીંનો એક વીડિયો વાયરલ થયો છે જેમા એક અધિકારીએ પોતાની પત્ની માટે નિવૃત્તિના 3 વર્ષ પહેલા VRS લીધું હતું, અને તેમની ફેરવેલ પાર્ટીમાં જ તેમની પત્નીનું મોત થયું હતું. આ ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

રાજસ્થાનના કોટામાં એક દુઃખદ ઘટના

રાજસ્થાનના કોટાના દાદાબારી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં, એક અધિકારીએ પોતાની બીમાર પત્નીની સંભાળ માટે 3 વર્ષ પહેલા VRS લીધું અને તેને લઇને ઉજવણી માટે ઓફિસમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ પાર્ટી દરમિયાન એક અણધારી ઘટના બની, જે ખુશીના માહોલને શોકમાં ફેરવી ગઇ હતી. દેવેન્દ્ર કુમાર, જેમણે કોટાના સેન્ટ્રલ વેરહાઉસમાં મેનેજર તરીકે કામ કર્યું હતું, તેમની પત્ની દીપિકા હૃદયની ગંભીર બીમારીથી પીડાઈ રહી હતી. તેને ધ્યાનમાં રાખતા, દેવેન્દ્રએ 3 વર્ષ પહેલાં VRS લીધુ. જેથી તેએ પત્નીની સંભાળ રાખી શકે, તે માટે તેમને પોતાની પ્રોફેશનલ કારકિર્દીનો ત્યાગ કરવો પડ્યો હતો. પણ તેમના ભાગ્યમાં કઇંક અલગ જ લખાયેલું હતું. જે દિવસે તેમની ફેરવેલ પાર્ટી રાખવામાં આવી હતી તે જ સમયે તેમની પત્નીનું મોત થયું હતું.

ફેરવેલ પાર્ટીનું આયોજન

જણાવી દઇએ કે, તેમની ઓફિસના સહકર્મી અને મિત્રોએ ભેગા થઇને એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જ્યાં દેવેન્દ્ર અને તેમની પત્ની દીપિકા પરિચિતો અને સ્નેહી સાથે આનંદ માણતા હતા. આ પાર્ટીનો હેતુ આનંદ અને મોજ માણવાનો હતો, પરંતુ એ દિવસે જે થયું, તે કોઇની કલ્પના કરતાં ભિન્ન હતું. પાર્ટી દરમિયાન, હાજર વ્યક્તિઓના આગ્રહ પર દીપિકા એ દેવેન્દ્રને માળા પહેરાવી હતી. પરંતુ થોડી જ ક્ષણોમાં તેમને કઇંક થવા લાગ્યું અને તેઓ બેભાન થઈને ખુરશી પરથી પડી ગયા. આ ક્ષણે, હાજર લોકોએ તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાનો પ્રયાસ કર્યો. પરંતુ ત્યા, ડોક્ટરોએ તેમને મોત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, જે પત્ની માટે શખ્સે VRS લઇ લીધું તેઓ હવે તેમને એકલા છોડીને દુનિયાથી ચાલ્યા ગયા.

આ પણ વાંચો:  Pune Accident : ફૂટપાથ પર સૂતેલા 9 શ્રમિકોને ડમ્પર ચાલકે કચડ્યા, 3ના મોત; 6 ઈજાગ્રસ્ત

Tags :
Devendra Kumar VRSEmotional farewell KotaFarewell party tragedyFarewell party turns tragicGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahHeartbreaking incident KotaKota viral news updateRajasthan farewell shockRajasthan tragic incidentUnexpected death farewellViral social media tragedyViral video farewell partyViral video KotaVRS for wife careWife's illness tragedyWife's sudden death
Next Article