Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajasthan : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, CM ભજનલાલ શર્માની હાજરીમાં MoU પર હસ્તાક્ષર

કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં અને રાજસ્થાનના CM ભજનલાલ શર્માની ઉપસ્થિતિમાં, 'જળ જીવન મિશન' ના અમલીકરણ માટે રાજ્ય સાથે આ શ્રેણીનો પ્રથમ MoU પર હસ્તાક્ષર થયા છે. આ એક દસ્તાવેજ નથી, પરંતુ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ગ્રામીણ ઘરને સ્વચ્છ નિયમિત નળના પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવા, વિતરણ ગુણવત્તાને મજબૂત, સમયસર લક્ષ્યો પ્રાપ્ત કરવા અને જવાબદારીને વધુ મજબૂત બનાવવા માટે સહિયારી પ્રતિબદ્ધતા છે.
rajasthan   કેન્દ્રીય જળશક્તિ મંત્રી cr પાટીલ  cm ભજનલાલ શર્માની હાજરીમાં mou પર હસ્તાક્ષર
Advertisement
  1. Rajasthan માં 'જળ જીવન મિશન' ના અમલીકરણ માટે એમઓયુ
  2. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, CM ભજનલાલ શર્માની ઉપસ્થિતિમાં શ્રેણીના પ્રથમ MoU પર હસ્તાક્ષર
  3. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા વિસ્તૃત જળ જીવન મિશનને મંજૂરી અપાઈ
  4. મિશનને વધુ અસરકારક, જવાબદાર અને પરિણામલક્ષી બનાવવા માટે નક્કર કાર્યવાહી

Delhi : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની (C.R. Paatil) અધ્યક્ષતામાં અને રાજસ્થાનના (Rajasthan) મુખ્યમંત્રી ભજનલાલ શર્માની (CM Bhajanlal Sharma) ઉપસ્થિતિમાં, 'જળ જીવન મિશન' ના અમલીકરણ માટે રાજ્ય સાથે આ શ્રેણીનો પ્રથમ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

Rajasthan માં 'જળ જીવન મિશન' ના અમલીકરણ માટે એમઓયુ

આ એમઓયુ (MoU) માત્ર એક દસ્તાવેજ નથી, પરંતુ કેન્દ્ર અને રાજ્ય (Rajasthan) વચ્ચે દરેક ગ્રામીણ ઘરને સ્વચ્છ અને નિયમિત નળના પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવા, સેવા વિતરણની ગુણવત્તાને મજબૂત કરવા, સમયસર લક્ષ્યો પ્રાપ્ત કરવા અને પારદર્શિતા અને જવાબદારીને વધુ મજબૂત બનાવવા માટે એક સહિયારી પ્રતિબદ્ધતા છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - 50 વર્ષોમાં Indian Coast Guard એ દરિયાઈ સીમા સુરક્ષાનાં ઉતકૃષ્ટ ઉદાહરણો પ્રસ્થાપિત કર્યા : CM ભૂપેન્દ્રભાઈ પટેલ

PM મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, "હર ઘર જલ" નું લક્ષ્ય

કેન્દ્રીય મંત્રીમંડળે વિસ્તૃત જળ જીવન મિશનને મંજૂરી આપતાં, હવે મિશનને વધુ અસરકારક, જવાબદાર અને પરિણામલક્ષી બનાવવા માટે નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના (PM Narendra Modi) દૂરંદેશી નેતૃત્વ હેઠળ, "હર ઘર જલ" નું (Har Ghar Jal) લક્ષ્ય હવે એક મજબૂત, ટકાઉ અને વિશ્વસનીય સેવા સ્થાપિત કરવા તરફ સતત આગળ વધી રહ્યું છે, અને આપણે બધાએ આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. આ પ્રસંગે, જળશક્તિ રાજ્યમંત્રી વી. સોમન્નાજી, રાજ્યના પીએચઈડી મંત્રી કન્હૈયાલાલજી અને વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.

આ પણ વાંચો - Gujarat Vidhan Sabha : ધારાસભ્યો અને પત્રકારો માટે મેગા મેડિકલ કેમ્પ

Tags :
Advertisement

.

×