Rajasthan : પોલીસ અધિકારીએ મહિલા કોન્સ્ટેબલની પીઠ પર ઉગામ્યો હાથ! Video Viral
- DSP દ્વારા મહિલા કોન્સ્ટેબલ સાથે અસભ્ય વર્તન!
- DSPએ મહિલા કોન્સ્ટેબલની પીઠ પર ઉગામ્યો હાથ!
- કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન પોલીસ અધિકારીનું વિવાદાસ્પદ વર્તન
Indecent behaviour with female police constable : રાજસ્થાનના ચુરુમાં 9 જૂન 2025ના રોજ કોંગ્રેસના ‘હલ્લા બોલ’ પ્રદર્શન દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે. આ વીડિયોમાં DSP સુનિલ ઝાઝરિયા એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ (Female police constable) ની પીઠ પર હાથ ઉગામતા અને તેમને ઠપકો આપતા જોવા મળે છે. આ ઘટનાએ લોકોમાં રોષ ફેલાવ્યો છે, અને સોશિયલ મીડિયા (Social Media) પર આ વર્તનની ખૂબ નિંદા થઈ રહી છે. જોકે, મહિલા કોન્સ્ટેબલ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી, અને પોલીસ-પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓએ પણ આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
ઘટનાની વિગતો
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, ચુરુમાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન, એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ બીજી દિશામાં જઈ રહી હતી. આ સમયે DSP સુનિલ ઝાઝરિયા તેમની પાસે આવે છે, તેમની પીઠ પર હાથ ઉગામે છે, અને હાથથી પ્રદર્શનકારીઓ તરફ જવાનો ઈશારો કરે છે. વીડિયોમાં DSP બૂમો પાડતા અને મહિલા કોન્સ્ટેબલને ઠપકો આપતા પણ જોવા મળે છે. આ ઘટના દરમિયાન અન્ય પોલીસકર્મીઓ પણ વિરોધીઓને રોકવા માટે દોડી આવે છે. આ વર્તનને સોશિયલ મીડિયા પર “અભદ્ર” અને “નારી શક્તિનું અપમાન” ગણાવવામાં આવ્યું છે.
🚨Shocking incident in Rajasthan!
DSP Sunil Jhajharia caught on video allegedly struck a female police officer on her back during a Congress protest in Churu.
Social media erupts with outrage, calling it a disgrace to women.#Rajasthan #DSPViralVideo #PoliceMisconduct #women pic.twitter.com/nQ70naFU6T— Hardik Shah (@Hardik04Shah) June 10, 2025
કોંગ્રેસનું ‘હલ્લા બોલ’ પ્રદર્શન
આ ઘટના ચુરુમાં કોંગ્રેસ દ્વારા આયોજિત ‘હલ્લા બોલ’ વિરોધ પ્રદર્શન દરમિયાન બની. આ પ્રદર્શન શહેરી અને ગ્રામીણ વિસ્તારોની સમસ્યાઓના ઉકેલ માટે કલેક્ટર કચેરી ખાતે યોજાયું હતું. ચુરુના સાંસદ રાહુલ કાસવાન અને કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ રફીક માંડલિયાના નેતૃત્વમાં કાર્યકરો માંડલિયા હાઉસથી કલેક્ટર કચેરી તરફ રવાના થયા હતા. વહીવટીતંત્રે 5 લોકોના પ્રતિનિધિમંડળને અંદર જવાની મંજૂરી આપી હતી, પરંતુ જ્યારે કોંગ્રેસના કાર્યકરોએ અચાનક કલેક્ટર કચેરીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસે તેમને રોકવા માટે કાર્યવાહી કરી. આ દરમિયાન જ આ વિવાદાસ્પદ ઘટના બની.
સોશિયલ મીડિયા પર રોષ
વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર DSP સુનિલ ઝાઝરિયાના વર્તનની તીખી ટીકા થઈ રહી છે. X પર એક યૂઝરે લખ્યું, “જ્યારે મહિલા પોલીસકર્મી સાથે આવું વર્તન થાય છે, તો સામાન્ય મહિલાઓને કેવો ન્યાય મળશે?” અન્ય યૂઝરે આ ઘટનાને “નિંદનીય અને અશોભનીય” ગણાવી, અને રાજસ્થાન સરકાર પાસે DSP સામે તાત્કાલિક પગલાંની માંગ કરી. રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના નેતા હનુમાન બેનીવાલે પણ આ ઘટનાની નિંદા કરી અને અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરી.
પોલીસ અને પ્રશાસનનું મૌન
આ ઘટના અંગે પોલીસ અને વહીવટી અધિકારીઓએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. મહિલા કોન્સ્ટેબલે પણ આ મામલે ફરિયાદ નોંધાવી નથી, જેના કારણે આ ઘટના પર વધુ સ્પષ્ટતા મળી શકી નથી. જોકે, વીડિયોની સત્યતા અંગે Gujarat First એ પુષ્ટિ કરી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓએ આ મામલે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
આ પણ વાંચો : રાજા રઘુવંશીની માતાનું ચોકાવનારું નિવેદન, કહ્યું - સોનમને મોતની સજા આપો..!