ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સિરોહીમાં ભયાનક અકસ્માત : ટાયર ફાટતા કાર પલટી, 5 લોકોના મોત

રાજસ્થાનના સિરોહી પાસે ગમખ્વાર અકસ્માત ટાયર ફાટતા કાર પલટી જતાં 5 લોકોના મોત ગુજરાતથી સૈન પરિવાર પોતાના વતન જતો હતો કારમાં સવાર 6 પૈકી 5 લોકોના મોત અને 1 ઘાયલ સિરોહીના સારણેશ્વર પુલ નજીક સર્જાઈ દુર્ઘટના Horrific accident in...
11:35 AM Oct 24, 2024 IST | Hardik Shah
રાજસ્થાનના સિરોહી પાસે ગમખ્વાર અકસ્માત ટાયર ફાટતા કાર પલટી જતાં 5 લોકોના મોત ગુજરાતથી સૈન પરિવાર પોતાના વતન જતો હતો કારમાં સવાર 6 પૈકી 5 લોકોના મોત અને 1 ઘાયલ સિરોહીના સારણેશ્વર પુલ નજીક સર્જાઈ દુર્ઘટના Horrific accident in...
Rajasthan Sirohi Horrific Car accident

Horrific accident in Sirohi : રાજસ્થાનના બ્યાવર-પિંડવાડા હાઈવે પર ગુરુવારે સવારે લગભગ 7.15 વાગ્યે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટાયર ફાટવાના કારણે એક કાર નાળામાં પડી ગઈ હતી, જેમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. મળી રહેલી માહિતી અનુસાર, પરિવાર પીંડવાડાથી જોધપુર તરફ જઈ રહ્યો હતો. એસપી અનિલ કુમારે જણાવ્યુ છે કે, આ અકસ્માત કારનું સંતુલન ગુમાવવાના કારણે થયો હતો. ટાયર ફાટ્યા પછી કાર કાબૂમાંથી નીકળી ગઈ અને માર્ગ પરની ડિવાઈડરમાંથી પસાર થઈને નાળામાં પડી ગઈ.

અકસ્માતમાં 5 લોકોના મોત

અકસ્માત એટલો દર્દનાક હતો કે ફલોદીના ખારા ગામના રહેવાસી બે મહિલાઓ, બે પુરૂષ અને એક બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એક મહિલાને ઈજા થઈ હતી. આમ આ ભયાનક અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. ઘાયલ મહિલાને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. સિરોહી કોતવાલી પોલીસ સ્ટેશનના અધિકારી કૈલાશ દાને જણાવ્યું કે, આ પરિવાર ગુજરાતથી જોધપુર તરફ જઇ રહ્યો હતો. આ ઘટનાને કારણે રોડ પર ટ્રાફિકમાં વિક્ષેપ થયો હતો અને પોલીસને માર્ગ ખાલી કરાવવા માટે કામ કરવું પડ્યું હતું. પોલીસે મૃતદેહોને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ક્ષતિગ્રસ્ત વાહનોનો કબજો મેળવી અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો છે. અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે.

પોલીસે મૃતદેહનો કબજો મેળવ્યો

અકસ્માતની માહિતી મળતાં જ કોતવાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. તહસીલદાર જગદીશ બિશ્નોઈ, નાયબ મુકેશ ચૌધરી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માત સરનેશ્વર પુલિયા અને સાર્નેશ્વર મંદિર વચ્ચે થયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને નાળામાંથી કાર બહાર કાઢનારા લોકોના નિવેદનો લીધા હતા.

આ પણ વાંચો:  Jammu-Kashmir માં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના, બિન-કાશ્મીરી પર કરાયો જીવલેણ હુમલો

Tags :
Accident SceneCar FlipcasualtiesEmergency responseFamily Tragedyfatal accidentGujarat FirstGujarat to JodhpurHardik ShahHighway MishapHorrific accident in SirohiHospital treatmentpolice investigationPost-Mortem ProcedureRajasthan AccidentROAD ACCIDENT IN SIROHISEVERAL DEAD AS CAR OVERTURNEDSirohiTire BurstTraffic Disruption
Next Article