Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajya Sabha : રાજ્યસભાની ખાલી બેઠકો માટે આજે જાહેરનામું કરાશે પ્રસિદ્ધ

Rajya Sabha:રાજ્યસભાની ખાલી બેઠકો માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. જેમાં ચાર ખાલી પડેલી બેઠકો માટે આજે જાહેરનામું બહાર પડશે. જાહેરનામું બહાર પડતા ઉમેદવારી પત્રો ભરી શકાશે. 15 ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે. 16 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રની ચકાસણી કરાશે.  ...
rajya sabha   રાજ્યસભાની ખાલી બેઠકો માટે આજે જાહેરનામું કરાશે પ્રસિદ્ધ
Advertisement

Rajya Sabha:રાજ્યસભાની ખાલી બેઠકો માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. જેમાં ચાર ખાલી પડેલી બેઠકો માટે આજે જાહેરનામું બહાર પડશે. જાહેરનામું બહાર પડતા ઉમેદવારી પત્રો ભરી શકાશે. 15 ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે. 16 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રની ચકાસણી કરાશે.

Advertisement

ગુજરાતની 4 બેઠકો માટે ચૂંટણી યોજાશે

Advertisement

પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયાની મુદ્દત પૂર્ણ તથા અમી યાજ્ઞિક અને નારણ રાઠવાની મુદ્દત પણ પૂર્ણ થાય છે. તેમજ જરૂર જણાય તો 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. તેમજ ગુજરાતની 4 બેઠકો માટે ચૂંટણી યોજાશે.

ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠક છે

રાજ્યમાં આગામી એપ્રિલ મહિનામા રાજ્યસભાની 4 સીટ પરના સંસદ સભ્યોનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠક છે. લોકસભા ચૂંટણી વચ્ચે એપ્રિલ 2024માં ગુજરાત રાજ્યસભાના ચાર સભ્ય નિવૃત્ત થતાં ચાર બેઠક ખાલી પડશે. આ સભ્યોમાં ભાજપના પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, જ્યારે કોંગ્રેસના નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિક સામેલ છે, એટલે 2024માં કોંગ્રેસની આ બંને બેઠક પર ભાજપની નજર રહેશે. જોકે ગુજરાત વિધાનસભાનાં પરિણામોના આધારે ભાજપને ત્રણ બેઠક હાંસલ કરવામાં મુશ્કેલી નહીં પડે, પરંતુ ચોથી બેઠક માટે પ્રાયોરિટી વોટ કારગર રહેશે. સંખ્યાબળના અભાવે ગુજરાત કોંગ્રેસ ઉમેદવાર નહીં ઊભા રાખવા નિર્ણય કર્યા છે.

11 રાજ્યસભા બેઠક માટે ભાજપે 2026 સુધી રાહ જોવી પડશે

કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત રાજ્યસભાની 4 સીટ સહિત કુલ 15 રાજ્યમાં 56 સીટ માટે ચૂંટણીની જાહેરાત કરાઈ છે. 15 રાજ્યની 56 રાજ્યસભા બેઠક પર 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. ચૂંટણીપંચે જણાવ્યું છે કે 56 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2024માં પૂર્ણ થશે, જેના પર 27 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત જૂન 2026માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સભ્ય નિવૃત્ત થઇ રહ્યા છે. એમાં ભાજપનાં રામભાઇ મોકરિયા, રમીલાબહેન બારા, નરહરિ અમીન, જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સામેલ છે. ભાજપ 2026માં થોડી મહેનત કરીને આ ચારેય બેઠક હાંસલ કરી શકે છે. આમ, રાજ્યની તમામ 11 રાજ્યસભા બેઠક માટે ભાજપે 2026 સુધી રાહ જોવી પડશે.

આ  પણ  વાંચો  - Banaskantha:વડગામમાં દેશી દારૂની ભટ્ટીઓ પર જનતાની રેડ, જુઓ Video

Tags :
Advertisement

.

×