Iran India Relations PM Modi: ઇરાને Ceasefire બાદ ભારતને લઇને કહી આ મોટી વાત, PM મોદીના કર્યા ભરપુર વખાણ
- પીએમ મોદીએ ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન સાથે 3 થી વધુ વખત કરી વાતચીત (Iran India Relations PM Modi)
- ભારતીયોના વખાણ કરતા ઈરાની સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિના આંખમાં આંસુ આવ્યા
- ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને ઈરાને ગણાવી પોતાની પ્રાથમિકતા
- યુદ્ધવિરામ માટે પીએમ મોદી અને વિદેશ મંત્રીની મુત્સદ્દીગીરીને ઈરાને બિરદાવી
અમેરિકા (USA) અને ઈઝરાયલ (Israel) સાથેના 40 દિવસના યુદ્વ બાદ ઈરાને (Iran) ભારત પ્રત્યે અનોખો પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. ભારતમાં ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ ડૉ. અબ્દુલ માજિદ હકીમ ઈલાહીએ (Dr. Abdul Majid Hakim Elahi) પીએમ મોદી (PM Modi) અને ભારતીય નાગરિકોની ભૂમિકાને બિરદાવતા અત્યંત ભાવુક નિવેદન આપ્યું છે. તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ભરપુર વખાણ કર્યા હતા, ભારતે મુશકેલ સમયમાં ઇરાનનો સાથ આપ્યો,જેના લીધે ઇરાન ભારતનો ખાસ આભાર માને છે.
Iran India Relations PM Modi: : પીએમ મોદી અને ઈરાની રાષ્ટ્રપતિ વચ્ચે સતત સંપર્ક
ડૉ. હકીમ ઈલાહીએ ખુલાસો કર્યો કે યુદ્ધના મુશ્કેલ સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન (Masoud Pezeshkian) સાથે ઓછામાં ઓછી ત્રણ વખત ફોન પર વાત કરી હતી. એટલું જ નહીં, ભારતના વિદેશ મંત્રીએ (Foreign Minister) પણ ઈરાની સમકક્ષ સાથે સતત સંપર્ક જાળવી રાખીને મુત્સદ્દીગીરીની નવી મિશાલ રજૂ કરી હતી.
#WATCH | Delhi: On being asked about India's role in the US-Iran conflict, Dr Abdul Majid Hakeem Ilahi, representative of Iran’s Supreme Leader in India, says, "Maybe three times or more, PM Modi had a successful conversation with our president. It was very good. Several times,… pic.twitter.com/GxGiXZEpK1
— ANI (@ANI) April 8, 2026
ભારતીયો અદ્ભુત છે
ભારતીયો પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા ડૉ. ઈલાહી ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું, "હું ભારતીય ભાઈ-બહેનોના સ્નેહનું વર્ણન શબ્દોમાં કરી શકતો નથી. જ્યારે પણ મને તેમનો સાથ યાદ આવે છે, ત્યારે મારી આંખમાં આંસુ આવી જાય છે. તેઓ ખરેખર અસાધારણ અને અદ્ભુત લોકો છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઈરાનમાં રહેતા ભારતીયોની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા [Top Priority] છે.
#WATCH | Delhi: On the Indians living in Iran, Dr Abdul Majid Hakeem Ilahi, representative of Iran’s Supreme Leader in India, says, "This is our priority. This is my priority. Forty years ago, when this war started, I sent a message to my people in Iran and asked them to take… pic.twitter.com/qQzPcC7jUx
— ANI (@ANI) April 8, 2026
ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અને ચીન-પાકિસ્તાનનો રોલ
યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે તેહરાન (Tehran) સ્થિત ભારતીય દૂતાવાસ અને ઈરાની તંત્રએ સાથે મળીને ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા. બીજી તરફ, યુદ્ધવિરામ [Ceasefire] લાવવામાં ચીન (China) અને પાકિસ્તાન (Pakistan) ની ભૂમિકા અંગે પૂછવામાં આવતા તેમણે માત્ર એટલું જ કહ્યું કે કેટલાક દેશોએ સાથે મળીને શાંતિ સ્થાપવા રચનાત્મક ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો: Iran US Ceasefire: અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પર ટ્રમ્પના આભાર બાદ ચીને આપ્યો આ ખાસ જવાબ!


