ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Punjab : દુષ્કર્મના આરોપી પાદરી બજિંદર સિંહને આજીવન કેદની સજા, મોહાલી કોર્ટનો મોટો નિર્ણય

મોહાલી કોર્ટે દુષ્કર્મના કેસમાં દોષિત પાદરી બજિંદર સિંહને આજીવન કેદની સજા ફટકારી છે. મોહાલી કોર્ટે 28 માર્ચે સુનાવણી બાદ બજિન્દર સિંહને દોષિત જાહેર કર્યો હતો.
12:41 PM Apr 01, 2025 IST | MIHIR PARMAR
મોહાલી કોર્ટે દુષ્કર્મના કેસમાં દોષિત પાદરી બજિંદર સિંહને આજીવન કેદની સજા ફટકારી છે. મોહાલી કોર્ટે 28 માર્ચે સુનાવણી બાદ બજિન્દર સિંહને દોષિત જાહેર કર્યો હતો.
Punjab priest Bajinder Singh gujarat first

Pastor Bajinder Singh Convicted:  પંજાબના પાદરી બજિન્દર સિંહને તાજેતરમાં મોહાલી કોર્ટે દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવ્યો હતો. આજે (મંગળવાર, 1 એપ્રિલ) કોર્ટે બજિન્દર સિંહને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં છેલ્લી સુનાવણી 28 માર્ચે થઈ હતી, જ્યારે તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે કોર્ટે બજિન્દર સિંહને દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવ્યો હતો.

પીડિતાના 7 વર્ષથી કોર્ટ અને પોલીસ સ્ટેશનના ધક્કા

નોંધનીય છે કે દુષ્કર્મનો આ કેસ વર્ષ 2018નો છે, જેમાં પાદરી બજિન્દર સિંહને મોહાલીની જિલ્લા અદાલતે દોષિત ઠેરવ્યો છે. પીડિતાનું કહેવું છે કે તે છેલ્લા 7 વર્ષથી ન્યાય મેળવવા માટે કોર્ટ અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહી છે. પીડિતાએ દાવો કર્યો હતો કે તેના જેવી બીજી ઘણી સ્ત્રીઓ હતી જેનું પાદરી બજિન્દર સિંહ શોષણ કરતો હતો.

આ પણ વાંચો :  Meerut : એક બીજાને મળવા તડપી રહ્યા છે સાહિલ અને મુસ્કાન, અધિકારીઓએ માંગણી ન સ્વીકારી

બજિન્દર ધર્મના નામે લોકોને મૂર્ખ બનાવતો

પીડિતાએ દાવો કર્યો હતો કે, બજિન્દર સિંહ ધર્મના નામે લોકોને મૂર્ખ બનાવતો હતો અને ધર્મ પરિવર્તન કરાવતો હતો. બજિન્દર સિંહને ધર્મ પરિવર્તન માટે બહારથી હવાલાના પૈસા પણ મળતા હતા. પાદરી બજિન્દર સિંહ વિરુદ્ધ દુષ્કર્મના કેસમાં ફરિયાદીએ કહ્યું હતું કે પોતાને પાદરી કહેવડાવનાર બજિન્દર સિંહ એક જાનવર છે અને તેને ઓછામાં ઓછી 20 વર્ષની સજા થવી જોઈએ.

આ પણ વાંચો :  Jharkhand ના સાહિબગંજમાં બે માલગાડીઓ વચ્ચે ટક્કર, 3 લોકોના મોત , 4 ઘાયલ

Tags :
BajinderSinghCaseCrimeAndPunishmentGujaratFirstJusticeForVictimsLifeimprisonmentMihirParmarMohalicourtrapecaseRapeConvictionWomenEmpowerment
Next Article