ભોજપુરી અભિનેતા રવિ કિશનની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એન્ટ્રી, કહ્યું- ગંદા પાણીને કારણે 21000 લોકો મૃત્યુ પામ્યા
- રવિ કિશનની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એન્ટ્રી
- દિલ્હીના લોકોએ 27 વર્ષ પછી કમળ ખીલાવવાનું નક્કી કર્યું છે
- દિલ્હીવાસીઓને મોદીની ગેરંટી પર વિશ્વાસ છે
Delhi Assembly Elections 2025 : દિલ્હીમાં 2025ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે. વરિષ્ઠ નેતાઓ પણ જનતા વચ્ચે જઈ રહ્યા છે અને તેમના ઉમેદવારો માટે મત માંગી રહ્યા છે. દિલ્હીના સાંસદ અને ભોજપુરી અભિનેતા મનોજ તિવારી પછી, રવિ કિશન પણ દિલ્હી ચૂંટણીમાં ઉતર્યા છે. તેમણે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું.
દિલ્હીવાસીઓને મોદીની ગેરંટી પર વિશ્વાસ
ગોરખપુરના સાંસદ અને ભોજપુરી અભિનેતા રવિ કિશને રવિવારે કહ્યું કે, દિલ્હીમાં ભાજપની સરકાર બની રહી છે. એમાં કોઈ શંકા નથી. દિલ્હીના લોકોએ 27 વર્ષ પછી કમળ ખીલાવવાનું નક્કી કર્યું છે. લોકોને મોદીની ગેરંટી એટલે કે પરિપૂર્ણતાની ગેરંટીમાં વિશ્વાસ છે. ભાજપ સરકાર બન્યા પછી દરેક મહિલાને દર મહિને 2500 રૂપિયા અને ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં મળશે. દિવાળી અને હોળી પર સિલિન્ડર મફત આપવામાં આવશે.
આ પણ વાંચો : કેજરીવાલના ઓરોપ પર ગુજરાત સરકારનો વળતો જવાબ
ગંદા પાણીથી એક વર્ષમાં 21,000 લોકો માર્યા ગયા
તેમણે કહ્યું કે, દિલ્હીમાં વર્તમાન વીજળીના દરો એ જ રહેશે. 200 યુનિટ વીજળી મફત રહેશે. સારી શાળાઓ, કોલેજો અને હોસ્પિટલો બનાવવામાં આવશે. યમુનાને સાફ કરવામાં આવશે અને રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. દિલ્હી ગરીબીમાંથી બહાર આવશે અને લોકોને ખરાબ રસ્તાઓથી મુક્તિ મળશે. લોકોને પ્રદૂષણ અને ગંદા પાણીથી રાહત મળશે. દિલ્હીમાં ગંદા પાણીએ એક વર્ષમાં 21,000 લોકોના જીવ લીધા છે.
દિલ્હીના લોકો ભાજપ પર વિશ્વાસ કરશે
રવિ કિશને વધુમાં કહ્યું કે, જેમ હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં લોકોએ ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી, તેવી જ રીતે દિલ્હીના લોકો પણ ભાજપ પર વિશ્વાસ કરશે. યુપી, મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવામાં આવ્યો ન હતો, પરંતુ ભાજપ હંમેશા મુખ્યમંત્રી પદ માટે સારા પક્ષ કાર્યકરની પસંદગી કરે છે. તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 8 ફેબ્રુઆરીએ ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો : ‘એકતા એ સુમેળમાં રહેવાની ચાવી’, ગણતંત્ર દિવસ પર મોહન ભાગવતે શું કહ્યું?