RCB Victory Parade Stampede: ડેપ્યુટી મુખ્યપ્રધાને માગી માફી, કહ્યું 'ભીડ બેકાબૂ હતી'
- બેંગ્લુરૂમાં RCBની જીતનો જશ્ન માતમમાં ફેરવાયો
- સ્ટેડિયમ બાદ ભાગદોડમાં 7થી વધુ લોકોના મોત
- ડેપ્યુટી મુખ્યપ્રધાન ડીકે શિવકુમારનું નિવેદન
- ભીડ બેકાબૂ હતી તેના કારણે આ દુર્ઘટના બની
- ડેપ્યુટી મુખ્યપ્રધાને તમામ લોકોની માગી માફી
RCB Victory Parade Stampede : બેંગ્લુરૂમાં RCBની જીતનો જશ્ન (RCB Victory Parade Stampede)માતમમાં ફેરવાઈ ગયો છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમની (Chinnaswamy Stadium)બહાર મચેલી ભાગદોડમાં 7થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે અને બેભાન પણ થઈ ગયા છે. ત્યારે ચોંકાવનારી વાત એ છે કે સ્ટેડિયમની બહાર લોકો(Fans)ના મોત થયા અને સ્ટેડિયમની અંદર જશ્ન ચાલતો રહ્યો.
ડેપ્યુટી મુખ્યપ્રધાન ડીકે શિવકુમારે આપ્યું આ નિવેદન
બેંગ્લુરૂમાં મચેલી આ ભાગદોડની ઘટના અંગે ડેપ્યુટી મુખ્યપ્રધાન ડીકે શિવકુમારે (DK Shivakumar)નિવેદન આપતા કહ્યું કે ભીડ બેકાબૂ હતી અને તેના કારણે આ દુર્ઘટના બની છે. હું બેંગ્લુરૂ અને કર્ણાટકના તમામ લોકોની માફી માગુ છું. અમે એક પરેડ કાઢવા ઈચ્છતા હતા પણ ભીડ બેકાબૂ હતી, જો કે ડેપ્યુટી મુખ્યપ્રધાને આ દરમિયાન વિરાટ કોહલી અને આરસીબીની ટીમના વખાણ પણ કર્યા. તેમને કહ્યું કે આરસીબી અને કર્ણાટક પર ખુબ જ ગર્વ છે. 18 વર્ષના લાંબા સમયના સંઘર્ષ બાદ કોહલીની વફાદારીએ રોયલ્ટીની ચૂકવણી કરી છે.
આ પણ વાંચો -RCB Victory Parade: બેંગ્લુરૂમાં વિક્ટ્રી પરેડ દરમિયાન મચી ભાગદોડ,3થી વધુના મોત
કોંગ્રેસ સરકારની બેજવાબદારીના કારણે થયા મોત: ભાજપ
ત્યારે સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે 7થી વધુ લોકોના મોત બાદ પણ રંગારંગ કાર્યક્રમ ચાલુ રહ્યો અને સૌથી મોટો સવાલ એ છે કે આ મોત માટે જવાબદાર કોણ? ભાગદોડમાં મૃતકોની સંખ્યા હજુ વધી પણ શકે છે. આરસીબી ફેન્સ પર લાઠીચાર્જ બાદ ભાગદોડ મચી અને આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટના પર ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપે કહ્યું કે કોંગ્રેસ સરકારી બેજવાબદારીના કારણે નિર્દોષ લોકોના મોત થયા છે. કોંગ્રેસ સરકારે કોઈ યોગ્ય વ્યવસ્થા કરી નહતી અને ભીડ બેકાબૂ બની હતી. આ સમગ્ર ઘટના માટે રાજ્ય સરકાર જવાબદાર છે.