ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

RCB Victory Parade stampede: 7થી વધુ લોકોનાં મોત, PM એ દુ:ખ વ્યક્ત કર્યું

બેંગ્લુરૂમાં RCBની જીતનો જશ્ન માતમમાં ફેરવાયો સ્ટેડિયમ બાદ ભાગદોડમાં 7થી વધુ લોકોના મોત PM  મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું Victory Celebration : IPL 2025માં વિજય મેળવ્યા બાદ બેંગલુરુ પહોંચેલી RCBની ક્રિકેટ ટીમને આવકારવા, સન્માનવા હજારોની સંખ્યામાં સમર્થકો ભેગા(stampede) થયા હતા....
10:07 PM Jun 04, 2025 IST | Hiren Dave
બેંગ્લુરૂમાં RCBની જીતનો જશ્ન માતમમાં ફેરવાયો સ્ટેડિયમ બાદ ભાગદોડમાં 7થી વધુ લોકોના મોત PM  મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું Victory Celebration : IPL 2025માં વિજય મેળવ્યા બાદ બેંગલુરુ પહોંચેલી RCBની ક્રિકેટ ટીમને આવકારવા, સન્માનવા હજારોની સંખ્યામાં સમર્થકો ભેગા(stampede) થયા હતા....
PM Modi

Victory Celebration : IPL 2025માં વિજય મેળવ્યા બાદ બેંગલુરુ પહોંચેલી RCBની ક્રિકેટ ટીમને આવકારવા, સન્માનવા હજારોની સંખ્યામાં સમર્થકો ભેગા(stampede) થયા હતા. જોકે ભારે ભીડ વચ્ચે થયેલી ભાગદોડમાં 7 થી વધુ વ્યક્તિના મોતની દુર્ઘટના બની છે. આ ઘટનાથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ દુ:ખ વ્યક્ત કર્યું છે.

 

પોલીસને પણ સ્થિતિને કંટ્રોલમાં લેવા માટે લાઠીચાર્જ  કર્યો

બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBની વિરાટ સેનાનો સન્માન કાર્યકમ થઈ રહ્યો હતો તે દરમિયાન સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી હતી. લાખોની સંખ્યામાં લોકો એક્ઠા થયા બાદ પોલીસને પણ સ્થિતિને કંટ્રોલમાં લેવા માટે લાઠીચાર્જ કરવો હતો. તેની વચ્ચે લોકો ભીડમાં ફસાઈ ગયા હતા અને મોત થયા હતા.

 

PMO X પ્લેટફોર્મ ઉપર દુ:ખ વ્યક્ત કર્યું

આ દુર્ઘટનાથી વ્યથિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. PMO દ્વારા અંગ્રેજી અને કનડ ભાષામાં X પ્લેટફોર્મના મધ્યમથી દુ:ખ વ્યક્ત કરાયુ હતું. જેમાં તેમણે આ ઘટના હ્રદયદ્રાવક ગણાવી હતી. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાથના કરી

આ પણ  વાંચો -RCB Victory Parade Stampede: ડેપ્યુટી મુખ્યપ્રધાને માગી માફી, કહ્યું 'ભીડ બેકાબૂ હતી'

કર્ણાટકના ડે. સીએમએ લોકોની માફી માગી

બેંગલુરુમાં RCBની જીતનો જશ્ન ગમમાં ફેરવાઇ ગયો હતો. દુર્ઘટનાના પગલે વ્યથિત કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી DK શિવકુમારે બેંગલુરુ અને કર્ણાટકના લોકોની માફી માગી છે. બેકાબૂ ભીડના કારણે આમ થયું હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પણ  વાંચો -RCB Victory Parade: બેંગ્લુરૂમાં વિક્ટ્રી પરેડ દરમિયાન મચી ભાગદોડ,3થી વધુના મોત

આ કાર્યક્રમમાં અમારો કોઈ રોલ ન હતો: BCCI સચિવ દેવજીત સૈકિયા

BCCIના સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું કે, 'જે કંઈ થયું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. મને લાગે છે કે કેટલીક ખામીઓ હતી. બીસીસીઆઈનો તેમાં કોઈ રોલ ન હતો. પરંતુ આ એક સબક છે જેનાથી શીખી શકાય છે. આગળ જતા આ પ્રકારના જીતના જશ્ન માટે નવા નિયમો બનાવવામાં આવશે.'

તમામે મળીને ડેમેજ કંટ્રોલ કરવો જોઈએ: BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા

બેંગલુરૂ નાસભાગ પર BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું કે, 'તેમણે (કર્ણાટક સરકાર) નાસભાગની સ્થિતિથી બચવા માટે રોડ શો બંધ કર્યો હતો, પરંતુ એ અંદાજ ન હતો કે સ્ટેડિયમની બહાર આવું થઈ જશે. જેને લઈને રાજનીતિ ન થવી જોઈએ. તમામે મળીને ડેમેજ કંટ્રોલ કરવો જોઈએ.'

Tags :
BCCIBengaluruBengaluru stampedeChinnaswamy StadiumDeathdeploymentDK ShivakumarFansInjuredKarnataka GovernmentMenpm modipoliceRCBstampedeVictory Celebrationwoman
Next Article