Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhopal : શહેરમાં રહેવાની જીદ જીવલેણ બની, પત્નીનું ગળું દબાવી પતિએ કરી હત્યા

Bhopal : દેશ-દુનિયામાં દિવસે દિવસે ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના છોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ સનસનાટી ભરી એક ક્રાઈમની ઘટના સામે આવી છે. જ્યાં એક પતિએ ઘરેલુ ઝઘડાના કારણે તેની પત્નીનું ગળું દબાવી હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે.
bhopal   શહેરમાં રહેવાની જીદ જીવલેણ બની  પત્નીનું ગળું દબાવી પતિએ કરી હત્યા
Advertisement
  • Bhopal : છોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હત્યાની ઘટના
  • પતિએ પત્નીની કરી સાસરીમાં જણાવી ઘટના
  • દંપતિએ 14 મહિના પહેલા જ કર્યો હતા લગ્ન

Bhopal : દેશ-દુનિયામાં દિવસે દિવસે ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના છોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ સનસનાટી ભરી એક ક્રાઈમની ઘટના સામે આવી છે. જ્યાં એક પતિએ ઘરેલુ ઝઘડાના કારણે તેની પત્નીનું ગળું દબાવી હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર મૃતક અને તેના પતિ વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલતો હતો.

Bhopal : ઘરેલું ઝઘડામાં પત્નીની હત્યા

ઉલ્લેખનીય છે કે એસીપી અક્ષય ચૌધરીએ જણાવ્યું કે પત્ની તેના પતિના ગામમાં રહેવા માંગતી ન હતી અને ભોપાલમાં સ્થાયી થવાનો આગ્રહ રાખતી હતી. તેઓ ઘણીવાર આ મુદ્દે દલીલ કરતા હતા. ઘટનાના દિવસે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જે ઝડપથી હિંસક લડાઈમાં પરિણમ્યો હતો. એવો આરોપ છે કે આ ઘટના દરમિયાન પતિ હેમરાજે પત્નીનું ગળું દબાવી દીધું હતું, જેના પરિણામે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

Advertisement

Advertisement

મળતી માહિતી અનુસાર ઘટના પછી આરોપીએ મહિલાના પરિવારને ફોન કરીને ઘટનાની જાણ કરી. માહિતી મળતાં, છોલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી.

14 મહિના પહેલા થયા હતા લગ્ન

મહત્ત્વનું છે કે પોલીસે આરોપી પતિ હેમરાજની ધરપકડ કરી છે. તે શાકભાજી વેચે છે. એવું કહેવાય છે કે આ દંપતીએ 14 મહિના પહેલા લગ્ન કર્યા હતા, અને આ તેમના બીજા લગ્ન હતા.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે, અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી કેસ નોંધવામાં આવશે. પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: નીતિન નબીન બન્યા પાર્ટીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ, PM મોદીએ ગણાવ્યા પોતાના 'બોસ'

Tags :
Advertisement

.

×