ભગવાન જગન્નાથ ધરતીની મુલાકાત લેવા માટે ટ્રમ્પના આમંત્રણને ના પાડી: PM Modi
- ઓડિશાના ભુવનેશ્વરમાં પ્રજાને સંબોધી
- PM મોદીએ ટ્રમ્પનુ આમંત્રણ ફગાવી દીધું
- વડાપ્રધાન મોદીએ ઓડિશાને આપી ભેટ
PM Modi Statement on Donald Trump: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi )ઓડિશાના ભુવનેશ્વરમાં પ્રજાને સંબોધિત કરતાં નિવેદન આપ્યું છે કે, તેઓએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનુ (Donald Trump)આમંત્રણ ફગાવી દીધું હતું, કારણકે, તેમને ભગવાન જગન્નાથની ધરતી પર આવવાનું હતું. જણાવી દઈએ કે, પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ-ઈરાન સંઘર્ષના કારણે ટ્રમ્પને કેનેડામાં આયોજિત G7 સમિટમાંથી વોશિંગ્ટન પરત જવું પડ્યું. એટલા માટે આ મુલાકાત ન થઈ શકી.
મહાપ્રભુની ભક્તિ મને આ ભૂમિ પર ખેંચીને લઈ આવી
વડાપ્રધાન મોદીએ જનતા મેદાનમાં લોકોને સંબોધિત કરતાં કહ્યું કે, 'બે દિવસ પહેલા જ હું G7 સમિટ માટે કેનેડામાં હતો અને અમેરિકન પ્રમુખ ટ્રમ્પે મને ફોન કર્યો. તેમણે કહ્યું, તમે કેનેડા તો આવ્યા જ છો, તો વોશિંગ્ટન થઈને જાઓ. સાથે ભોજન કરીશું અને વાતો કરીશું. તેમણે મને ખૂબ આગ્રહ સાથે આમંત્રણ આપ્યું. મેં અમેરિકન પ્રમુખને કહ્યું, આમંત્રણ બદલ આભાર. મારે મહાપ્રભુની ભૂમિ પર જવું ખૂબ જ જરૂરી છે. તેથી મેં તેમના આમંત્રણને નમ્રતાપૂર્વક નકાર્યું અને તમારો પ્રેમ અને મહાપ્રભુની ભક્તિ મને આ ભૂમિ પર ખેંચીને લઈ આવી.'
વડાપ્રધાન મોદીએ ઓડિશાને આપી ભેટ
વડાપ્રધાન મોદીએ ઓડિશામાં 18,600 કરોડ રૂપિયાની 105 પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો. આ દરમિયાન ભાજપ સરકારના એક વર્ષ પૂર્ણ થવાનો ઉત્સવ પણ મનાવાયો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ઓડિશા માત્ર એક રાજ્ય નથી, પરંતુ ભારતની વિરાસતનો ચમકતો સિતારો છે. વર્ષોથી ઓડિશાએ ભારતની સંસ્કૃતિ અને વિરાસતને સમૃદ્ધ કરી છે. વિકાસ અને વિરાસતના મંત્રની સાથે ઓડિશાની ભૂમિકા હજુ પણ વધી ગઈ છે.'
આ પણ વાંચો - Heavy Rain : હિમાચલમાં ભારે વરસાદ વચ્ચે લેન્ડ સ્લાઈડ, 7 દિવસ માટે એલર્ટ જાહેર
ભૂતકાળમાં આદિવાસી સમાજની અવગણના કરવામાં આવી હતી - PM
PMએ કહ્યું કે ઓડિશામાં ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ રહે છે, પરંતુ કમનસીબે ભૂતકાળમાં તેમની અવગણના કરવામાં આવી હતી. લાંબા સમય સુધી દેશ પર શાસન કરનારી પાર્ટીએ આદિવાસી સમાજને તેના રાજકારણ માટે આદિવાસીઓનો ઉપયોગ કર્યો. આ લોકોએ આદિવાસી સમાજને વિકાસ કે ભાગીદારી આપી નહીં. આ લોકોએ દેશના મોટા ભાગને નક્સલવાદ, હિંસા અને અત્યાચારની આગમાં ધકેલી દીધો.
આ પણ વાંચો - Air India Flight: યે હો ક્યા રહા હૈ...પુણે આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ બાલ બાલ બચી..!
નક્સલવાદનો અંત આવશે, અને આ મોદીની ગેરંટી છે!
PMએ કહ્યું કે ભાજપ સરકારે હિંસામાં સામેલ લોકો સામે નક્કર અને નિર્ણાયક કાર્યવાહી કરી છે અને આદિવાસી વિસ્તારોના વિકાસને પ્રાથમિકતા આપી છે. પરિણામે, નક્સલવાદી હિંસા હવે ફક્ત 20 જિલ્લાઓ સુધી મર્યાદિત છે. આ મુદ્દાને ઉકેલવા માટેના પ્રયાસોની વર્તમાન ગતિ સાથે, આદિવાસી સમુદાય નક્સલવાદની પકડમાંથી સંપૂર્ણપણે મુક્ત થવાના માર્ગ પર છે. દેશમાંથી નક્સલવાદનો અંત આવશે અને આ મોદીની ગેરંટી છે.