Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RG Kar Case: નિર્ણયથી સંતુષ્ટ નહી, સજાના એલાન પર મમતા બેનર્જીનું નિવેદન

ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં મમતા બેનર્જીનું નિવેદન બળજબરી પૂર્વક તપાસ છીનવી લેવાઇ:મમતા બેનર્જી હું આ નિર્ણયથી સંતુષ્ટ નથી :મમતા બેનર્જી RG Kar Case:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરજી કર મેડિકલ હોસ્પિટલ(RG kar hospital)ના તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર...
rg kar case  નિર્ણયથી સંતુષ્ટ નહી  સજાના એલાન પર મમતા બેનર્જીનું નિવેદન
Advertisement
  • ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં મમતા બેનર્જીનું નિવેદન
  • બળજબરી પૂર્વક તપાસ છીનવી લેવાઇ:મમતા બેનર્જી
  • હું આ નિર્ણયથી સંતુષ્ટ નથી :મમતા બેનર્જી

RG Kar Case:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરજી કર મેડિકલ હોસ્પિટલ(RG kar hospital)ના તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં દોષિત સંજય રોયને આપવામાં આવેલી આજીવન કેદની સજા પર અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ કોર્ટના નિર્ણયથી સંતુષ્ટ નથી. મમતા બેનર્જીએ (mamata banerjee)કહ્યું કે અમે મૃત્યુદંડની માંગણી કરી હતી પરંતુ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

બળજબરી પૂર્વક તપાસ છીનવી લેવાઇ- મમતા બેનર્જી

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે દાવો કર્યો હતો કે કોલકાતા પોલીસ પાસેથી તપાસની જવાબદારી બળજબરીથી છીનવી લેવામાં આવી હતી. તેમણે કહ્યું કે જો તપાસ કોલકાતા પોલીસના હાથમાં હોત તો તે ચોક્કસપણે મૃત્યુદંડની સજા સુનિશ્ચિત કરત. મુર્શિદાબાદ જિલ્લામાં પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રીએ આ મામલામાં સીબીઆઈ તપાસ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

Advertisement

હું આ નિર્ણયથી સંતુષ્ટ નથી - મમતા બેનર્જી

મુખ્યમંત્રીએ કહ્યું, અમને ખબર નથી કે તપાસ કેવી રીતે હાથ ધરવામાં આવી. રાજ્ય પોલીસ દ્વારા તપાસ કરાયેલા આવા ઘણા કેસોમાં મૃત્યુદંડની સજા સુનિશ્ચિત કરવામાં આવી હતી. હું આ નિર્ણયથી સંતુષ્ટ નથી. રાજ્ય સંચાલિત આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં દોષી સાબિત થયા બાદ સિયાલદાહ કોર્ટે સંજય રોયને આજીવન કેદની સજા ફટકારી છે.

Advertisement

દોષિતને મૃત્યુદંડની સજા થવી જોઈએ

મહત્વનું છે કે સિયાલદાહના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અનિર્બાન દાસે સંજય રોયને ગયા વર્ષે 9 ઓગસ્ટના રોજ હોસ્પિટલમાં પોસ્ટગ્રેજ્યુએટ ટ્રેઇની ડોક્ટર સામે થયેલા જઘન્ય ગુના માટે દોષિત ઠેરવ્યા હતા. ન્યાયાધીશ દાસે કહ્યું કે આ ગુનો દુર્લભમાંથી દુર્લભ શ્રેણીમાં આવતો નથી, તેથી દોષિતને મૃત્યુદંડની સજા થવી જોઈએ.

આ પણ  વાંચો -Atul Subhash Suicide:દાદી કે માતા… કોની સાથે રહેશે અતુલ સુભાષનો પુત્ર? સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો આ નિર્ણય

આજીવન કેદની સજા; મમતા બેનર્જી

કોલકાતાની આરજી કાર હોસ્પિટલ બળાત્કાર-હત્યા કેસમાં સિયાલદાહ કોર્ટે આજે સજા સંભળાવી છે. શનિવારે સિયાલદાહ કોર્ટે સંજયને દોષિત ઠેરવ્યો હતો. સિયાલદાહ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ 50 હજારનો દંડ ફટકાર્યો છે 9 ઓગસ્ટ 2024 ના રોજ, કોલકાતાની આરજી કા હોસ્પિટલમાં 31 વર્ષીય મહિલા ડૉક્ટર પર નિર્દયતાથી બળાત્કાર કરવામાં આવ્યો હતો. પહેલા તેના પર બળાત્કાર કરવામાં આવ્યો અને પછી તેની હત્યા કરવામાં આવી હતી. આ મામલે કોર્ટે આરોપી સંજય રૉયને સજા સંભળાવી છે.

આ પણ  વાંચો -Vide : ડોલાન્ડ ટ્રમ્પની શપથવિધિ પહેલા ડાન્સ કરતા નજરે પડ્યાં,જુઓ Video

મૃતકના પરિવારજનો શું બોલ્યા ?

સાથે જ કોર્ટે પીડિત પરિવારને વળતર આપવાનો પણ આદેશ કર્યો છે. મૃતકના પરિવારને વળતર પેટે 17 લાખ રૂપિયા આપવાનો આદેશ કર્યો છે. પરંતુ મૃતકના પરિજનોએ વળતર લેવાની ના કહી દીધી છે. મહત્વનું છે કે આરોપી સંજય રૉય જીવે ત્યાં સુધી જેલમાં જ રહેવાની સજા સંભળાવી છે

Tags :
Advertisement

.

×