Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

ભારત સામે વધી રહેલા ભૂ-રાજકીય સંકટોને જોતા 2026માં Defence Budget વધશે?

વૈશ્વિક સ્તરે અમેરિકા-વેનેઝુએલા સંઘર્ષ અને ચીન-તાઈવાન તણાવ વચ્ચે ભારત 2026ના બજેટમાં સંરક્ષણ ફાળવણીમાં મોટો વધારો કરે તેવી શક્યતા છે. નિષ્ણાતોના મતે, ચીનનો પડકાર અને 'આત્મનિર્ભર ભારત' હેઠળ સ્વદેશી ઉત્પાદન વધારવાની જરૂરિયાત આ વધારા પાછળના મુખ્ય કારણો છે. અગાઉના ₹6.8 લાખ કરોડના બજેટમાં આ વખતે મિલિટ્રી મોર્ડનાઈઝેશન અને નવી ટેકનોલોજી માટે જંગી જોગવાઈ થઈ શકે છે.
ભારત સામે વધી રહેલા ભૂ રાજકીય સંકટોને જોતા 2026માં defence budget વધશે
Advertisement

નવી દિલ્હી: કેટલાક વર્ષોથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ, વેનેઝુએલા પર અમેરિકાની કાર્યવાહીથી પેદા થયેલા તણાવ અને મહાસત્તાઓના ટકરાવની સ્થિતિ, ગ્રીનલેન્ડ અને ઈરાનને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક વલણે ભૂરાજકીય ખતરાઓમાં વધારો કર્યો છે.

ભૂરાજકીય ઘર્ષણોમાં વધારાને જોતા ઘણાં દેશોએ પોતાના સંરક્ષણ બજેટ વધાર્યા છે. ખુદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2017માં સૈન્ય બજેટને અગાઉના અંદાજ કરતા 50 ટકા વધારીને 1.5 ટ્રિલિયન ડોલરનું કરવાનું પ્રસ્તાવિત કર્યું છે.

Advertisement

હાલ જે ભૂ-રાજકીય ઘટનાક્રમ આકાર લઈ રહ્યો છે, તેને જોતા દક્ષિણ એશિયામાં પણ સંકટો વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પણ પોતાના 2026ના કેન્દ્રીય બજેટમાં સૈન્યને લગતા ખર્ચાને લગતાં બજેટમાં વધારો કરે તેવી શક્યતા છે.

Advertisement

વૈશ્વિક સંઘર્ષોમાં વધારો

અમેરિકાના વેનેઝુએલા પરના મિલિટ્રી એક્શનથી આખી દુનિયા આઘાત સાથે આશ્ચર્યમાં છે. અમેરિકાએ હુમલો કરીને વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો અને તેમના પત્ની સિલિયા ફ્લોરેસને એરેસ્ટ કરીને અમેરિકા લઈ ગયા. આને લઈને એવી પણ આશંકાઓ વહેતી થઈ છે કે ચીન પણ તાઈવાનને હડપવા માટે કોઈ આવી મોટી લશ્કરી કાર્યવાહી કરે તેવી શક્યતાઓ છે.

ભૂ-રાજનીતિક સ્થિતિઓ ઘણી જટિલ છે અને ભવિષ્યમાં શું ઘટી શકે તેના અંદાજાઓ વૈવિધ્યપૂર્ણ અને પરિવર્તનીય હોઈ શકે છે. જાણકારો મુજબ, ચીનનું તાઈવાન માટેનું વલણ પ્રાદેશિક સૈન્ય સંતુલનની સાથેસાથે ઘરેલુ રાજકીય વિચારણાઓ પર નિર્ભરતા ધરાવે છે.

ઈન્ફોરમેરિક્સ રેટિંગના ચીફ ઈકોનોમિસ્ટ મનોરંજન શર્મા મુજબ, ચીન તાઈવાનને લેટિન અમેરિકામાં અમેરિકાના વ્યવહારના દ્રષ્ટિકોણથી જોતું નથી. તાઈવાન બીજિંગ માટે કેન્દ્રીય સાર્વભૌમત્વનો મુદ્દો છે અને ચીનની નિર્ણય પ્રક્રિયા પ્રાથમિકપણે પ્રાદેશિક સૈન્ય સંતુલન, અમેરિકાના ગઠબંધનનોની વિશ્વસનીયતા અને ઘરેલુ રાજકીય વિચારણાઓથી નિયંત્રિત થાય છે.

શર્માનું માનવું છે કે વેનેઝુએલા સામે અમેરિકાની આક્રમક કાર્યવાહીથી પ્રતિરોધક ક્ષમતા મજબૂત થઈ શકે છે, જ્યારે સંકેત મળે છે કે જ્યારે તે પોતાના હિતોને સર્વોપરિ માને છે, ત્યારે વોશિંગ્ટન નિર્ણાયક કાર્યવાહી માટે તૈયાર હોય છે.

આ પણ વાંચો: હવે બાંગ્લાદેશ ખુદને માને છે પૂર્વ પાકિસ્તાન, ભારત સામે 'THREE FRONT WAR'ની સ્થિતિનો ખતરો?

તેમણે એમ પણ કહ્યુ છે કે અન્ય સ્થાનોની ઘટનાઓની સરખામણીએ ચીન ઈન્ડો-પેસિફિકમાં અમેરિકાના સૈન્ય વલણ, અમેરિકા-જાપાન-ફિલિપિન્સના ત્રિપાંખિયા સમન્વય અને તાઈવાનની ખુદની સંરક્ષણ તૈયાારીઓથી વધુ પ્રભાવિત છે.

શર્માએ કહ્યુ છે કે અરુણાચલ પ્રદેશનો સંદર્ભ લાંબાગાળાથી ચાલી રહ્યો છે. ભારત-અમેરિકાની વ્યૂહાત્મક ઘનિષ્ઠતા, ભારતની લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પરની સૈન્ય તૈયારીઓ અને તિબેટની આંતરિક સ્થિરતાનો વિચાર કરીને ભારત પર દબાણ વધારે છે. આ કાર્યવાહીઓ ગણતરીપૂર્વકની અને વ્યૂહાત્મક હોય છે, તેમાં શાબ્દિક કે સાંકેતિક પ્રતિક્રિયા નથી હોતી.

શું ભારત સંરક્ષણ બજેટ વધારશે?

ઘણાં વિશેષજ્ઞોનું માનવું છે કે ભારત પોતાનું ડિફેન્સ બજેટ વધારશે, પણ તેની પાછળનું કારણ માત્ર ભૂ-રાજકીય સંકટો અને ચીનનું ઝડપી સૈન્ય વિસ્તરણ નહીં હોય. આ સિવાય ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભરતા વધારવાની ભારતની નીતિ પણ એક મોટું કારણ હશે.

Geojit Investmentsના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટજીસ્ટ વી. કે. વિજયકુમાર મુજબ, 2026ના બજેટમાં ડિફેન્સને વધુ ફાળવણી નિશ્ચિત છે.

ગત વર્ષ ભારત સરકારે નાણાંકીય વર્ષ 2025-26માં ડિફેન્સ સેક્ટર માટે 6.8 લાખ કરોડની ફાળવણી કરીને તેમાં 1.8 લાખ કરોડ રૂપિયા મિલિટ્રી મોર્ડનાઈઝેશન માટે ઉમેર્યા હતા. આ વખતે જાણકારો આમા મહત્વપૂર્ણ વૃદ્ધિની શક્યતાઓ જોઈ રહ્યા છે.

શર્માએ ભારપૂર્વક કહ્યુ છે કે વધતી વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતે પહેલા જ પોતાના સંરક્ષણ ખર્ચમાં વધારો કર્યો છે.

આ પણ વાંચો: ભારતની સૈન્યશક્તિ પ્રચંડ બનશે, મોટી ડિફેન્સ ડીલને અમેરિકાની લીલી ઝંડી

આ નિર્ણયની પાછળ પાંચ કારણો છે-

. ચીન પ્રાથમિકપણે ભારતનો લાંબાગાળાનો વ્યૂહાત્મક પડકાર છે

. બે મોરચે યુદ્ધના પડકારમાં પણ ચીન અને પાકિસ્તાન સામેલ છે

. મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સ્વદેશીકરણ

. હિંદ મહાસાગરમાં ભારતીય નૌસેનાનું વિસ્તરણ

.ડ્રોન્સ, સાઈબર અને સ્પેસ જેવા ટેક્નોલોજીને પ્રાધાન્ય આપતા યુદ્ધકૌશલ તરફ ધ્યાન કેન્દ્રીત કરવું

શર્માએ કહ્યુ છે કે ભારતે સંરક્ષણ વ્યયમાં સતત વધારો કર્યો છે, કર્મચારીઓની લાગતની સરખામણીએ મૂડીગત વ્યયને પ્રાથમિકતા આપીને મિસાઈલો, વાયુ રક્ષા અને નિરીક્ષણ જેવી ક્ષમતાઓમાં રોકાણ કર્યું છે.

શર્માએ કહ્યુ છે કે અચાનક ખર્ચમાં વધારો કરવાના સ્થાને, આ પ્રવૃત્તિ નિરંતર વૃદ્ધિ, સારી ક્ષમતા અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી તથા સંયુક્ત ઉત્પાદન પર વધુ નિર્ભરતા તરફ ઈશારો કરે છે.

આ પણ વાંચો:DRDO જલ્દી બનાવશે 'સુદર્શન ચક્ર' એર ડિફેન્સ શીલ્ડ, રાજનાથ સિંહે કરી ઘોષણા

Tags :
Advertisement

.

×