ROAD ACCIDENT: 5 લાખ દુર્ઘટના...યુદ્ધથી વધારે સડક પર મરે છે લોકો, છલકાયું ગડકરીનું દર્દ
. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં કહ્યુ- ભારતમાં દર વર્ષે 5 લાખ સડક અકસ્માત થાય છે
. દુર્ઘટનામાં મોટાભાગના મૃતકોની સંખ્યા 18થી 34 વર્ષના વયજૂથના લોકોની , જે કુલ મૃત્યુના 68 ટકા છે
. ઘાયલ વ્યક્તિઓને મદદ કરનાર રાહવીરોને સરકાર 25,000 રૂપિયાનું ઈનામ આપશે
નવી દિલ્હી: કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન કહ્યુ કે દર વર્ષે ભારતમાં 5 લાખ સડક દુર્ઘટના થાય છે, જેમાં 1 લાખ 80 હજાર લોકોના મોત નીપજે છે. આ મોતોમાં 67 ટકા તે લોકો છે, જેમની વય 18થી 34 વર્ષની વચ્ચે છે. એમ્સના એક અહેવાલમાં તાજેતરમાં સામે આવ્યું છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકોને જો સમયસર સારવાર મળી જાય, તો 50 હજાર લોકોના જીવ બચાવી શકાય છે.
રાહવીર બનો, 25 હજારનું ઈનામ મેળવો
ગડકરીએ કહ્યુ છે કે જ્યારે કોઈનો અકસ્માત થાય છે, તો તેમની મદદ કરવાથી લોકો કતરાય છે. લોકોને લાગે છે કે જો તેઓ ઘાયલ વ્યક્તિઓની મદદ કરશે, તો પોલીસના ચક્કરમાં ફસાશે. પરંતુ હવે લોકોને આની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આવા લોકોને હવે પરેશાની નહીં, પણ ઈનામ મળશે. ઘાયલોની મદદ કરનારા લોકોને અમે રાહવીરની સંજ્ઞા આપી છે. હવે જે કોઈ ઘાયલને હોસ્પિટલ પહોંચાડે છે, તો સરકાર તરફથી તેને 25 હજાર રૂપિયા ઈનામ મળશે. માટે લોકોને હવે કોઈની મદદ કરતા પહેલા બે વાર વિચારવું નહીં પડે.
આ પણ વાંચો: Bhavnagar: પુરપાટ ઝડપે આવતી કારે મહિલાને મારી ટક્કર, 15 કલાક બાદ પણ ડ્રાઈવર પોલીસ પકડથી દૂર
7 દિવસની સારવાર અને 1.5 લાખનો ખર્ચ ઉઠાવશે સરકાર
ગડકરીએ કહ્યુ છે કે ઘાયલને જે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવશે, ત્યાં કેટલોક ખર્ચ પણ સરકાર ઉઠાવશે. ઘાયલને 7 દિવસની સારવાર અને 1.5 લાખ રૂપિયાનો ખર્ચ સરકાર આપશે. હોસ્પિટલને સીધા આ નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે. તેવામાં હોસ્પિટલોને પણ હવે ઘાયલોની સારવાર કરતા પહેલા વિચારવું નહીં પડે. અમે ઈચ્છીએ છીએ કે વધુમાં વધુ લોકોના જીવ દુર્ઘટનાઓમાં બચાવી શકાય.
ગડકરીનું દર્દ
ગડકરીએ કહ્યુ કે દુખ સાથે કહેવું પડે છે કે દુર્ઘટનાનો સંબંધ લોકોના વ્યવહાર સાથે છે. અમે ટ્રાફિક રુલ્સ માટે લોકોને જાગરૂક કરવા માટે ઘણાં કેમ્પેન ચલાવી રહ્યા છીએ. અમિતાભ બચ્ચન જેવા ફિલ્મ સ્ટાર્સને પણ આ કેમ્પેનમાં સામેલ કરવામાં આવે છે. તેના સિવાય અમે દરેક કારમાં 6 એરબેગ અનિવાર્ય કરી છે. તો ઘણાં નવા દ્વિચક્રી વાહન ખરીદવા પર 2 હેલ્મેટ આપવાનો નિયમ પણ બનાવાયો છે. પરંતુ લોકોએ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ.


