ED ઓફિસમાં હાજર થયા Robert Vadra, જમીનના સોદામાં 58 કરોડના ગોટાળાનો આરોપ
- સમન્સ પાઠવાયા બાદ રોબર્ટ વાડ્રા ED ઓફિસમાં હાજર થયા
- ગુડગાંવ સ્થિત જમીનના સોદામાં 58 કરોડના ગોટાળાનો આરોપ
- Robert Vadra વિરુદ્ધ પહેલો કેસ સપ્ટેમ્બર 2018માં નોંધવામાં આવ્યો હતો
Robert Vadra: કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ Robert Vadra હાલ વિવાદોમાં ઘેરાયેલ છે. જમીનની લેવેચમાં તેમણે ગોટાળો કર્યાનો આરોપ EDએ લગાવ્યો છે. ED દ્વારા સમન્સ પાઠવાયા બાદ રોબર્ટ વાડ્રા ED ઓફિસમાં હાજર થયા છે. તેમણે પોતાના નિવાસસ્થાનથી ED ઓફિસ સુધીની યાત્રા પગપાળા પૂરી કરી હતી. અગાઉ તેમને 8 એપ્રિલે પુછપરછ માટે સમન્સ પાઠવાયું હતું પરંતુ તેઓ ED સમક્ષ હાજર થયા નહતા.
ગુડગાંવ સ્થિત જમીનના સોદામાં ગોટાળાનો આરોપ
આ સમગ્ર મામલો ગુડગાંવ સ્થિત જમીન સાથે સંબંધિત છે. Robert Vadra એ આ જમીન 2008માં 7.5 કરોડ રૂપિયામાં ખરીદી હતી. ત્યારબાદ તેમણે તે જ જમીન DLF ને 58 કરોડ રૂપિયામાં વેચી દીધી. EDનો આરોપ છે કે વાડ્રાએ આ જમીન સ્કાય લાઈટ હોસ્પિટાલિટીના નામે લીધી હતી. આ જમીન સોદામાં થયેલા કથિત ગોટાળાના આરોપમાં ED એ આજના દિવસે પોતાની ઓફિસ આવવા વાડ્રાને સમન્સ પાઠવ્યું હતું. કેન્દ્રીય તપાસ એજન્સી વાડ્રાની ફર્મ સ્કાયલાઈટ હોસ્પિટાલિટી સંબંધિત નાણાકીય ગેરરીતિઓની તપાસ કરી રહી છે.
#WATCH | Delhi: Businessman Robert Vadra marches from his residence to the ED office after being summoned in connection with a Gurugram land case. pic.twitter.com/3Nys0tbJzw
— ANI (@ANI) April 15, 2025
આ પણ વાંચોઃ Murshidabad હિંસા પર AIMPLBનું નિવેદન, પોલીસ પર હત્યાનો આરોપ
પહેલો કેસ સપ્ટેમ્બર 2018માં
રોબર્ટ વાડ્રા વિરુદ્ધ પહેલો કેસ સપ્ટેમ્બર 2018માં નોંધવામાં આવ્યો હતો. સુરેન્દ્ર શર્માની ફરિયાદ પર ગુડગાંવના ખેરકી દૌલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તૌરુના રહેવાસી સુરેન્દ્ર શર્માએ આરોપ લગાવ્યો હતો કે Robert Vadra ની કંપની સ્કાયલાઈટ હોસ્પિટાલિટી અને અન્ય લોકોએ તેમની સાથે છેતરપિંડી કરી છે. આ કેસમાં હુડ્ડાને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. આ કેસ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 420, 120 , 467, 468 અને 471 હેઠળ નોંધવામાં આવ્યો હતો. બાદમાં, IPC ની કલમ 423 હેઠળ નવા આરોપો ઉમેરવામાં આવ્યા.
શિકોહપુર જમીન કૌભાંડમાં રોબર્ટ વાડ્રાને સમન્સ
ED એ રોબર્ટ વાડ્રાને બીજીવાર સમન્સ મોકલ્યું#RobertVadra #EDInquiry #GurugramLandDeal #ShikohpurCase #Gujaratfirst pic.twitter.com/53We2okozl— Gujarat First (@GujaratFirst) April 15, 2025
રાજકારણમાં આવશે વાડ્રા ?
હજૂ ગઈકાલે જ Babasaheb Ambedkar જયંતિ પર Robert Vadra એ રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આવનારા સમયમાં સંપૂર્ણ તાકાતથી કામ કરવામાં આવશે. જો જનતા ઈચ્છશે, તો હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. આ પહેલા પણ વાડ્રા ઘણી વખત રાજકારણમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ શિકોહપુર જમીન કૌભાંડ કેસમાં ED એ રોબર્ટ વાડ્રાને પાઠવ્યું સમન્સ, આજે થશે પૂછપરછ