ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

RSS 100 Years : नमस्ते सदा वत्सले मातृभूमे त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहम् ।

સંઘના  સાત્વિક કાર્યને  સામાન્ય લોકોની સ્વીકાર્યતા અને સતત સમર્થન
12:32 PM Oct 02, 2025 IST | Kanu Jani
સંઘના  સાત્વિક કાર્યને  સામાન્ય લોકોની સ્વીકાર્યતા અને સતત સમર્થન

RSS 100 Years : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના કાર્યન હવે સો વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ સૌ વષની યાત્રામાં ઘણા લોકો સહયોગો અને સહભાગી રહ્યા છે. આ યાત્રા પરિશ્રમપૂર્ણ અને કેટલીક સમસ્યાઓથી ભરેલો રહો, પરંતુ સામાન્ય જનતાએ આપેલું સમથન તેનો એક સુખદ પક્ષ રહ્યું. આજે જ્યારે શતાબ્દી વર્ષમાં વિચારીએ છીએ ત્યારે આવા અનેક પ્રસંગો અને લોકોની યાદ આવે છે, જેમણે આ યાત્રાની સફળતા માટે પોતાનું સંપૂર્ણ સમર્પિત કરી દીધું.

પ્રારંભિક સમયના તે યુવા કાર્યકર્તાઓ એક યોદ્ધાની જેમ દેશપ્રેમથી ઓતપ્રોત થઈને સંઘકાર્ય માટે દેશભરમાં નીકળી પડ્યા. અપ્પાજી જોશી જેવા ગૃહસ્થ કાર્યકર્તા હોય કે પ્રચારક સ્વરૂપમાં દાદારાવ પરમાર્થ, બાલાસાહેબ અને ભાઉરાવ દેવરસ બંધુઓ, યાદવરાવ જોશી, એકનાથ રાનડે જેવા લોકો ડૉ. હેડગેવારજીના સાંનિધ્યમાં આવીને સંઘકાર્યને રાષ્ટ્રસેવાનું જીવનવ્રત માનીને જીવનભર આગળ ધપતા રહ્યા.
સંઘને સમર્થન સતત મળતું રહ્યું છે...

RSS 100 Years : સંઘના  સાત્વિક કાર્યને  સામાન્ય લોકોની સ્વીકાર્યતા અને સતત સમર્થન 

સંઘનું કાર્ય સમાજના સતત સમર્થનથી આગળ વધતું ગયું. સંઘકાર્ય સામાન્ય વ્યક્તિઓની ભાવનાઓને અનુરૂપ હોવાથી ધીમે ધીમે આ કાર્યની સ્વીકાર્યતા સમાજમાં વધતી ગઈ. સ્વામી વિવેકાનંદજીને એકવાર તેમના વિદેશ પ્રવાસમાં પૂછવામાં આવ્યું કે, તમારા દેશમાં તો વધુમાં વધુ લોકો નિરક્ષર છે, અંગ્રેજી તો જાણતા જ નથી, તો તમારી મોટી મોટી વાતો ભારતના લોકો સુધી કેવી રીતે પહોંચશે? ત્યારે સ્વામી વિવેકાનંદજીએ કહ્યું કે, જેમ કીડીઓને ખાંડ ક્યાં છે, એ જાણવા અંગ્રેજી શીખવાની જરૂર નથી, તે જ રીતે મારાં ભારતનાં લોકો પોતાના આધ્યાત્મિક જ્ઞાનને કારણે કોઈ પણ ખૂણામાં ચાલી રહેલા સાત્વિક કાર્યને તરત સમજી જાય છે અને ત્યાં શાંતિથી પહોંચી જાય છે, તેથી તેઓ મારી વાત સમજી જશે. અને આ વાત સત્ય સાબિત થઈ. આ જ રીતે સંઘના આ સાત્વિક કાર્યને ધીમેથી પણ કેમ ન હોય, સામાન્ય લોકોની સ્વીકાર્યતા અને તેઓનું સમર્થન સતત મળતું રહ્યું છે.

RSS 100 Years: સ્વયંસેવકોનાં પરિવારો જ સંઘકાર્યના સંચાલનના કેન્દ્રમાં...

પ્રારંભથી જ સંઘકાર્યને સંપર્ક અને નવા નવા સામાન્ય પરિવારો દ્વારા આશીર્વાદ અને આશ્રય પ્રાપ્ત થતો રહ્યો. સ્વયંસેવકોનાં પરિવારો જ સંઘકાર્યના સંચાલનના કેન્દ્રમાં રહ્યાં. તમામ માતા-ભગીનિઓના સહયોગથી જ સંઘકાર્યને પૂર્ણતા પ્રાપ્ત થઈ. દત્તોપંત ઠેંગડી, યશવંતરાવ કેલકર, બાલાસાહેબ દેશપાંડે તથા એકનાથ રાનડે, દીનદયાલ ઉપાધ્યાય, દાદાસાહેબ આપ્ટે જેવા લોકોએ સંઘપ્રેરણા લઈને સમાજજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં સંગઠનો ઊભાં કરવા માટેની મહત્વની ભૂમિકા નિભાવી. આ બધાં સંગઠન વર્તમાન સમયમાં વ્યાપક વિસ્તારની સાથે સાથે જે તે ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં સક્રિય ભૂમિકા નિભાવી રહ્યાં છે. સમાજની બહેનો વચ્ચે આ રાષ્ટ્રકાર્ય માટે રાષ્ટ્ર સેવિકા સમિતિના માધ્યમથી મૌસીજી કેલકરથી લઈને પ્રમીલાતાઈ મેઢે જેવાં માતૃવત્ વ્યક્તિત્વોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે.

સ્વયંસેવકોએ અગણિત કષ્ટોનો સામનો કર્યો....

સંઘ દ્વારા સમય-સમય પર રાષ્ટ્રીય હિત માટેના અનેક વિષયો ઉઠાવવામાં આવ્યા. તે બધા વિષયોને સમાજના ભિન્ન ભિન્ન લોકોનું સમર્થન મળ્યું, જેમાં ઘણી વાર જાહેરમાં વિરોધી દેખાતા લોકો પણ તેમાં સામેલ રહ્યા. સંઘનો એ પણ પ્રયત્ન રહ્યો કે, વ્યાપક હિન્દુહિતના મુદ્દાઓ ઉપર સૌનો સહયોગ મળતો રહે. રાષ્ટ્રની એકતા, સુરક્ષા, સામાજિક સૌહાર્દ તથા લોકતંત્ર અને ધર્મ-સંસ્કૃતિની રક્ષાના કાર્યમાં અસંખ્ય સ્વયંસેવકોએ અગણિત કષ્ટોનો સામનો કર્યો અને સેંકડોનું બલિદાન પણ થયું. આ બધી વખતે સમાજનું સંબલ હંમેશા સાથે રહ્યું.
સંતોના આશીર્વાદ સંઘ સ્વયંસેવકોને હંમેશાં મળતા રહ્યા છે....

આ પણ વાંચો : RSS શતાબ્દી: મોહન ભાગવતનો સંદેશ - સુરક્ષા, સમાજ અને 'વિવિધતા જ શક્તિ'

Tags :
RSSRSS 100 Years
Next Article