Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Rss Chief મોહન ભાગવતની સલાહ, "ટેક્નોલોજીના ગુલામ ન બનવું જોઈએ"

RSS પ્રમુખ મોહન ભાગવતે છત્રપતિ સંભાજીનગરમાં યુવા ઉદ્યમીઓને સંબોધતા જણાવ્યું કે ટેક્નોલોજીનો ઉપયોગ સમાજના ભલા માટે થવો જોઈએ, પરંતુ આપણે તેના ગુલામ ન બનવું જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે સ્વદેશીનો અર્થ ટેક્નોલોજીનો ત્યાગ નથી, પરંતુ તેને ભારતની જરૂરિયાતો મુજબ ઢાળવાનો છે. ભાગવતે ભાર મૂક્યો કે વ્યાપાર અને ઉદ્યોગનો હેતુ માત્ર નફો કમાવવાનો નહીં, પણ સામાજિક જવાબદારી નિભાવવાનો હોવો જોઈએ
rss chief મોહન ભાગવતની સલાહ   ટેક્નોલોજીના ગુલામ ન બનવું જોઈએ
Advertisement

. તકનીકથી સમાજનું ભલું થવું જોઈએ: Rss Chief
. નવી તકનીકને ભારતની જરૂરિયાતો મુજબ ઢાળવી જોઈએ: ભાગવત
. વ્યાપાર અને ઉદ્યોગ માત્ર નફા માટે ન હોવો જોઈએ: ભાગવત

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતે શનિવારે કહ્યુ છે કે તકનીકનો ઉપયોગ સાજની ભલાઈ માટે થવો જોઈએ, પરંતુ આપણે તેના ગુલામ બનવું જોઈએ નહીં. તેમણે આ વાત છત્રપતિ સંભાજીનગરમાં યુવા ઉદ્યમીઓની સાથે વાતચીત દરમિયાન કહી છે.

Advertisement

તકનીક આપણને નિયંત્રિત કરવા લાગે તેટલું નિર્ભર ન થવું જોઈએ: Rss Chief

આ વાતચીત RSS ના શતાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં આયોજીત કરાઈ હતી. ભાગવતે એ વાત પર પણ ભાર મૂક્યો કે સ્વદેશીનો અર્થ તકનીકને સંપૂર્ણપણે નકારવાનો નથી.

Advertisement

મોહન ભાગવતે કહ્યુ છે કે તકનીકથી બચી શકાય નહીં અને તે ખુદમાં ખરાબ નથી. પરંતુ આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે આપણે તેના પર એટલા નિર્ભર ન થઈ જઈએ કે તે આપણને નિયંત્રિત કરવા લાગે. તેમણે એ પણ કહ્યુ છે કે વ્યાપાર અને ઉદ્યોગ માત્ર નફા માટે ન હોવો જોઈએ.

ભાગવતે સમજાવ્યું કે આપણે માત્ર આપણા ફાયદા માટે કામ કરતા નથી, પરંતુ સમાજ માટે પણ કામ કરીએ છીએ. આજીવિકા કમાવવી, સામાજિક જવાબદારી સાથેસાથે ચાલવું જોઈએ. તેમણે કૃષિનું ઉદાહરણ આપતા કહ્યુ છે કે ભારતીય ખેડૂત મોટાભાગે ખેતીને માત્ર એક કામ નહીં પણ પોતાનું કર્તવ્ય માને છે.

તેમણે કહ્યુ છે કે આ નેક વિચાર અન્યત્ર મુશ્કેલીથી જોવા મળે છે. આ આપણને યાદ અપાવે છે કે આપણું કામ સમાજ કેન્દ્રિત હોવું જોઈએ. ભાગવતે કહ્યુ છે કે આધુનિક તકનીકને ભારતીય સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓ પ્રમાણે ઢાળવી જોઈએ. એ પણ જરૂરી છે કે તકનીક સમાજને નુકશાન પહોંચડવા અથવા રોજગાર ઘટાડવાનું કામ ન કરે.

Rss Chief ની વાતચીતના મુખ્ય મુદ્દાઓ

. મોહન ભાગવતે કહ્યુ છે કે તકનીક સમાજના ભલા માટે હોવી જોઈએ, આપણે તેનું ગુલામ બનવું જોઈએ નહીં.

. ભાગવતે સલાહ આપી છે કે નવી તકનીકને ભારતની જરૂરિયાતો પ્રમાણે બનાવવી જોઈએ.

. ભાગવતે આ વાત પર ભાર મૂક્યો છે કે સ્વદેશીનો અર્થ એ નથી કે આપણે તકનીકને સંપૂર્ણપણે છોડી દઈએ.

. સંઘ પ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે તકનીક પોતાનામાં ખરાબ હોતી નથી, પરંતુ આ ખૂબ જરૂરી છે.

. ભાગવતે કહ્યુ છે કે વ્યાપાર માત્ર નાણઆં કમાવવાનું માધ્યમ હોવો જોઈએ નહીં.

આ પણ વાંચો: "ભારત દબાણમાં નથી", Mohan Bhagwat એ સંકેતોમાં ટ્રમ્પને સલાહ આપતા જાણો શું કહ્યું?

Tags :
Advertisement

.

×