Mohan Bhagwat : પાકિસ્તાનને લઈ RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન
- પાક.ને લઈ RSS વડાનું મોટું નિવેદન
- દુનિયાએ હવે આપણી તાકાત જોઈ
- ભારતમાં બલિદાનની પરંપરા રહી છે:RSS
Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા ડૉ.મોહન ભાગવતે (Mohan Bhagwat)કહ્યું છે કે ભારત વિશ્વનો સૌથી જૂનો દેશ છે અને તેની ભૂમિકા 'મોટા ભાઈ' ની છે. ભારત એક એવો રાષ્ટ્ર છે જે વિશ્વમાં શાંતિ, સંવાદિતા અને ધર્મને પ્રોત્સાહન આપે છે.આ સાથે પાકિસ્તાન પર તાજેતરની કાર્યવાહીનો ઉલ્લેખ કરતા સંઘના વડાએ કહ્યું કે ભારત માટે શક્તિશાળી બનવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ શનિવારે જયપુરના હરમારામાં રવિનાથ આશ્રમમાં આયોજિત એવોર્ડ સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.
ભારતમાં બલિદાનની પરંપરા રહી છે:મોહન ભાગવત
ડૉ. ભાગવતે કહ્યું કે ભારતમાં બલિદાનની પરંપરા રહી છે. આપણે ભગવાન શ્રી રામથી લઈને ભામાશાહ સુધીના બધા મહાપુરુષોને નમન કરીએ છીએ જેમણે સમાજ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું. તેમણે ભાર મૂક્યો કે ધર્મ અને શાંતિનો સંદેશ પહોંચાડવા માટે પણ શક્તિ જરૂરી છે.
આ પણ વાંચો -Delhi MCD : AAPને વધુ એક ઝટકો, 15 કાઉન્સિલરોએ જુદા પડી 'ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી'ની કરી જાહેરાત
શક્તિ વિના દુનિયા પ્રેમની ભાષા સમજી શકતી નથી.
પાકિસ્તાન સામેની તાજેતરની લશ્કરી કાર્યવાહીનો ઉલ્લેખ કરતા ડૉ. ભાગવતે કહ્યું કે, ભારત કોઈને નફરત કરતું નથી.પરંતુ દુનિયા પ્રેમ અને કલ્યાણની ભાષા ત્યારે જ સાંભળે છે જ્યારે તમારી પાસે શક્તિ હોય.આ દુનિયાનો સ્વભાવ છે.જેને બદલી શકાતો નથી. તેથી વિશ્વ કલ્યાણ માટે ભારતનું શક્તિશાળી બનવું મહત્વપૂર્ણ છે.દુનિયાએ હવે આપણી તાકાત જોઈ લીધી છે.
#WATCH | Jaipur, Rajasthan | RSS chief Mohan Bhagwat says, "...India will progress in every field; it should. India doesn't have enmity with anyone, but if someone dares, India has the strength to teach them a lesson; it should have this strength. India does things which are… pic.twitter.com/esLvQrpi1u
— ANI (@ANI) May 17, 2025
આ પણ વાંચો -Operation Sindoor ને કેન્દ્ર સરકાર ઈન્ટરનેશનલ લેવલ પર લઈ જશે, જાણો આખો પ્લાન
વિશ્વ કલ્યાણ એ હિન્દુ ધર્મનું કર્તવ્ય છે.
તેમણે વધુમાં કહ્યું કે વિશ્વ કલ્યાણ એ આપણો ધર્મ છે.આ ખાસ કરીને હિન્દુ ધર્મનું એક દૃઢ કર્તવ્ય છે. આ આપણી ઋષિ પરંપરા રહી છે.જેને સંત સમાજ આજે આગળ ધપાવી રહ્યો છે.કાર્યક્રમ દરમિયાન ડૉ.ભાગવતે સંત રવિનાથ મહારાજ સાથેના પોતાના અનુભવો શેર કર્યા અને કહ્યું કે તેમની કરુણા અને પ્રેરણા સંઘના સ્વયંસેવકોને સારા કાર્યો માટે માર્ગદર્શન આપે છે.
સંઘ પ્રમુખ મોહન ભાગવત આજે પુષ્કર જશે
આ પ્રસંગે ભવનાથ મહારાજ દ્વારા ડૉ. મોહન ભાગવતનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંઘના ઉપદેશકો,સંતો અને ભક્તો હાજર રહ્યા હતા.સંઘના વડા પણ આજે પુષ્કર પહોંચશે, જ્યાં તેઓ વરિષ્ઠ વકીલ જેપી રાણાના પુત્રના લગ્નમાં હાજરી આપશે. આ લગ્ન સમારોહમાં રાજ્ય ભાજપ અને સંઘ સાથે સંકળાયેલા કાર્યકરો પણ હાજર રહેશે.