Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

RSS Mission US : "હિંદુઓએ કોઈપણ વાત માટે માફી માંગવાની જરૂરત નથી"

RSS Officials in US: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે (RSS General Secretary Dattatreya Hosabale) એ અમેરિકામાં કહ્યુ છે કે હિંદુ (Hindu) ઓએ કોઈપણ દેશ પર આક્રમણ કર્યું નથી. હિંદુઓ (Hindus) એ ક્યારેય કોઈને ગુલામ બનાવ્યા નથી. હિંદુઓએ કોઈપણ વાતની માફી માંગવાની જરૂરત નથી.
rss mission us    હિંદુઓએ કોઈપણ વાત માટે માફી માંગવાની જરૂરત નથી
Advertisement

. હિંદુ સમાજે ક્યારેય આક્રમણખોરની ભૂમિકા ભજવી નથી, તેથી પશ્ચાતાપ કે માફીનો પ્રશ્ન રહેતો નથી
. હોસબોલેએ હિંદુત્વને માત્ર ધર્મ નહીં પણ એક વ્યાપક સાંસ્કૃતિક અને સભ્યતાગત ઓળખ ગણાવી છે
. સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે અમેરિકામાં ખોટી માન્યતાઓ દૂર કરવા અને વૈચારિક સ્પષ્ટતા કરવા આ અભિયાન હાથ ધરાયું છે

RSS Mission US : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે (RSS General Secretary Dattatreya Hosabale) એ અમેરિકામાં કહ્યુ છે કે હિંદુ (Hindu) ઓએ કોઈપણ દેશ પર આક્રમણ કર્યું નથી. હિંદુઓ (Hindus) એ ક્યારેય કોઈને ગુલામ બનાવ્યા નથી. હિંદુઓએ કોઈપણ વાતની માફી માંગવાની જરૂરત નથી.

Advertisement

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh - RSS) ના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ ગુરુવારે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી (Washington, D.C.) માં હડસન યુનિવર્સિટી (Hudson University) માં એક ચર્ચા દરમિયાન આ વાત કહી છે. આ દરમિયાન તેમણે આરએસએસ (RSS) ને લઈને વર્ષોથી ફેલાવાય રહેલા દુષ્પ્રચાર પર પણ ખુલીને વાત કરી છે.

Advertisement

દત્તાત્રેય હોસબોલેએ કહ્યુ છે કે આરએસએસ લોકોનું એક સ્વૈચ્છિક આંદોલન છે, જે ભારતના પ્રાચીન સમાજની સાંસ્કૃતિક પરંપારઓ અને સભ્યતાગત મૂલ્યોથી પ્રેરીત છે. તેને સામાન્ય રીતે હિંદુ સંસ્કૃતિ (Hindu Culture) ના નામથી ઓળખવામાં આવે છે. એવા સ્વયંસેવક તૈયાર કરવા માટે જેમાં ચરિત્ર, આત્મવિશ્વાસ, સમાજની સેવાનો ભાવ હોય અને જે સમાજને સંગઠિત કરી શકે. આરએસએસ દૈનિક ધોરણે અને દર સપ્તાહે એક કલાકની સભાઓ આયોજીત કરે છે.

આ પણ વાંચો : તમે જ કહો, શું હિંદુઓ હવે કોઈ ભારતીય 'અસદુદ્દીન' કે 'શાહનવાઝ' RSSના સરસંઘચાલક બને તેની રાહ જુએ?

અમેરિકાના પ્રવાસે RSS ના પદાધિકારીઓ

હડસન યુનિવર્સિટીમાં ચર્ચા દરમિયાન હોસબોલેએ કહ્યુ છે કે આ એક કલાકની બેઠકો દ્વારા અમે જીવનના મૂલ્યોને લોકોમાં ભરીએ છીએ. સમાજની ભલાઈ અને રાષ્ટ્રની એકતાના ઉદેશ્યથી માનવીય સામાજિક મૂડી બનાવા માટે.. આરએસએસ પ્રાકૃતિક આફતો દરમિયાન રાહત કાર્યો જેવી સેવાઓ પ્રદાન કરે છે. આરએસએસના સંવયંસેવકોએ લગભગ 40 નાગરિક સંસ્થાઓ બનાવી છે.

ભારતીય ઉપખંડના સંદર્ભમાં અને ક્ષેત્રીય તણાવને આરએસએસ ક્યાં દ્રષ્ટિકોણથી જોવે છે, તેના પર પુચામાં આવેલા સવાલોનો જવાબ આપતા હોસબોલેએ હિંદુ ઓળખની એક વ્યાપક વ્યાખ્યા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યુ છે કે આરએસએસની નજરમાં હિંદુ ઓળખ (Hindu Identity) એક સભ્યતાગત ઓળખ છે ન કે કોઈ ધાર્મિક ઓળખ.. આરએસએસએ હંમેશા સાંસ્કૃતિક લોકાચાર અને સભ્યતાગત મૂલ્યો પર ભાર મૂક્યો છે જેમની કોઈ ધર્મ સાથે સીધી કોઈ લેવાદેવા નથી.

ભારત અને તેના પાડોશી દેશો સાથેના તણાવો પર વાત કરતા હોસબોલેએ કહ્યુ કે રાજકીય હિતો, ઈતિહાસની ખોટી વ્યાખ્યા અને અન્ય કારણોથી વખતોવખત તણાવ રહે છે. આરએસએસનું માનવું છે કે આ તમામ સમૂહોની સાથે સતત અને વ્યાપક વાતચીતથી ગલતફેમીને દૂર કરવામાં નિશ્ચિતપણે મદદ મળશે, આરએસએસ લઘુમતીઓના એક સમૂહ અને તેમના નેતૃત્ત્વ સાથે આવી વાતચીતમાં લાગેલું છે.

આ પણ વાંચો : Savarkar ને Bharat Ratna મળશે, તો પુરસ્કારની પ્રતિષ્ઠા વધશે : RSSના પ્રમુખ મોહન ભાગવત

RSS નું મિશન અમેરિકા

આરએસએસનુંઅમેરિકામાં મિશન મુખ્યત્ત્વે સંગઠનના શતાબ્દિ વર્ષના ઉપલક્ષ્યમાં એક વ્યાપક વૈશ્વિક સંપર્ક અને વૈચારિક સ્પષ્ટીકરણ અભિયાન છે. હાલના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેની અમેરિકાની યાત્રા આ મોટા લક્ષ્યનો ભાગ છે.

દત્તાત્રેય હોસબોલેએ હડસન ઈન્સ્ટીટયૂટમાં સ્પષ્ટ કર્યું કે અમેરિકામાં આરએસએસ સંદર્ભે ઘણી ખોટી ધારણાઓ છે. યુનિવર્સિટીમાં આયોજીત THRIVE 2026 શિખર સંમેલનમાં બોલતા હોસબોલેએ કહ્યુ કે સતત થયેલા આક્રમણોને કાણે, આ પરંપરા નષ્ટ થઈગઈ હતી. હવે અમે તેને ફરીથી જીવિત કરી રહ્યા છીએ. મોદી સરકારે એક એવી શિક્ષણ પ્રણાલી અપનાવી છે જેમાં ભારતીય જ્ઞાન પરંપરાને પુનર્જીવિત કરાઈ રહી છે.

આ પણ વાંચો : ભારત જ્યાં સુધી રહેશે, ત્યાં સુધી દુનિયા સુરક્ષિત રહેશે: RSS પ્રમુખ મોહન ભાગવત

Tags :
Advertisement

.

×