ધનશ્રી સાથે અફેરની અફવા વચ્ચે રૂમર્ડ બોયફ્રેન્ડે કરી મોટી જાહેરાત, વાયરલ ફોટા અંગે કરી સ્પષ્ટતા
- પ્રતિક ઉત્તેકરે પોતાના ટ્રોલર્સને આપ્યો જવાબ
- ધનશ્રી સાથેની એક તસ્વીર થઇ રહી છે વાયરલ
- એક તસ્વીર અને લોકો અનેક અફવા ફેલાવવા લાગ્યા
Pratik Utekar On Affair Rumors With Dhanashree: ધનશ્રી વર્મા સાથે અફેરની અફવાઓ વચ્ચે પ્રતીક ઉત્તેકરે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે અફવા ફેલાવનારા ટ્રોલર્સને કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો.
પ્રતિક ઉત્તેકરે પહેલીવાર સ્પષ્ટતા કરી
કોરિયોગ્રાફર અને ડાન્સર ધનશ્રી વર્મા હાલમાં પતિ યજુવેન્દ્ર ચહલ સાથે ફરિયાદના સમાચારો અંગે ચર્ચામાં છે. તેવામાં ધનશ્રીનું નામ જાણીતા કોરિયોગ્રાફર પ્રતીક ઉત્તેકર સાથે લિંક કરવામાં આવી રહી છે. ધનશ્રી સંગ અફેરની અફવા વચ્ચે પ્રતીક ઉત્તેકરે ચુપકી તોડી અને આ પ્રકારના દાવા કરનારા લોકોને આકરો જવાબ આપ્યો છે.
આ પણ વાંચો : ICC champions trophy: પાકિસ્તાન પાસેથી છિનવાશે મેજબાની, સામે આવી મોટી અપડેટ
ધનશ્રી સાથે પ્રતિકની એક તસ્વીર થઇ રહી છે વાયરલ
અત્રે ઉલ્લેખનીય છે કે, 2023 માં જ ધનશ્રી વર્મા અને પ્રતીક ઉત્તેકરની એક તસ્વીર સામે આવી હતી. આ ફોટોને પોતે પ્તરીકે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરી હતી. તસ્વીરમાં ધન શ્રી પ્રતીકની બાહોમાં પોજ આપતી જોવા મળી હતી. ત્યાર બાદથી જ બંન્નેના અફેરના સમાચારો સામે આવવા લાગ્યા હતા. હવે જ્યારે ધનશ્રી અને યજુવેન્દ્ર ચહલે એક બીજાને ઇંસ્ટાગ્રામ પર અનફોલો રી દીધા છે. તો ધન શ્રીનું નામ ફરી એકવાર પ્રતીકની સાથે જોડાયા હતા.
માત્ર એક ફોટો જોઇને વિશ્વ વાર્તા બનાવવા લાગ્યું
યજુવેન્દ્ર ચહલની સાથે ધનશ્રી વર્માના છુાછેડા અને ધનશ્રી સાથે લિંક અપના સમાચારો વચ્ચે પ્રતીક ઉત્તેકરે પોતાના ઇંસ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, માત્ર એક ફોટો જોઇને વાર્તાઓ બનાવવા લાગ્યા. કોમેન્ટ કરવા અને ડાયરેક્ટ મેસેજ કરવા માટે અનેક લોકો નવરા બેઠા છે. થોડા તો મોટા થાઓ મિત્રો. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રતીક ઉત્તેકરની આ ઇંસ્ટાગ્રામ સ્ટોરી 7 ડિસેમ્બર, 2024 ની છે.
આ પણ વાંચો : Mehsana: RTO નો અનોખો પ્રયાસ, રોડ પર વાહન ચાલકોને યમરાજ જોવા મળ્યા
કોણ છે પ્રતીક ઉત્તેકર
પ્રતીક ઉત્તેકર અંગે વાત કરીએ તો તેઓ મુંબઇના એક ખુબ જ જાણીતા કોરિયોગ્રાફર છે. તેઓ ડાન્સ અને રિયાલિટી શો ડાન્સ દિવાને જૂનિયર અને નચ બલિએ 7 ના વિનર રહી ચુક્યા છે. પ્રતિકે અનેક મોટા સેલેબ્રિટી સાથે પણ કામ કર્યું છે. જેમાં સલમાન કાન, પ્રિયંકા ચોપડા, માધુરી દીક્ષિત અને નોરા ફતેહીનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Union Budget 2025: 15 લાખની વાર્ષિક આવક પર મળી શકે છે ટેક્સમાં મોટી છૂટ, શું બજેટમાં થશે જાહેરાત?