S.Jaishankar : પાકિસ્તાનની આતંકી શરતો પર નહી થાય વાત: વિદેશ મંત્રી જયશંકર
S.Jaishankar : વિદેશ મંત્રી એસ.જયશંકરે ( S.Jaishankar) એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, પાકિસ્તાનની મુખ્ય નીતિ આતંકવાદ (Pakistan Terrorism) છે અને ભારતને વાતચીતના ટેબલ પર લાવવા માટે આતંકવાદનો આશરો લઈ રહ્યું છે. ભારતે હવે આ રમત રમવાનું બંધ કરી દીધું છે અને પાડોશી દેશની આતંક નીતિને અપ્રાસંગિક બનાવી દીધી છે. તેના નાપાક હેતુ માટે સરહદ પારથી આતંકીઓ ભારતમાં મોકલે છે.
પાકિસ્તાન આતંકવાદનો ઉપયોગ કરે છે: એસ.જયશંકર
વિદેશ મંત્રી S.Jaishankar એ જણાવ્યું હતં કે, પાકિસ્તાન ઘણાં લાંબા સમયથી સરહદ પારથી આતંકવાદનો (Pakistan Terrorism)ઉપયોગ કરીને ભારત પર વાતચીત માટે દબાણ કરે છે. એવુ નથી કે અમે અમારા પાડોશી સાથે વાટાઘાટ નહીં કરીએ,પરંતુ તેમણે જે શરતો આગળ મૂકી છે તેના આધારે અમે વાટાઘાટો કરીશું નહી.
કેનેડાને લઈને જાણો શું કહ્યું
કેનેડામાં ખાલિસ્તા (Canada Khalista) ની પ્રવૃત્તિઓના અંગે વાત કરતા એસ.જયશંકરે ( S.Jaishankar) જણાવ્યું હતું કે,ખાલિસ્તા (Khalista) ની તાકાત ભારત અને કેનેડા (Canada) ને રાજદ્વારી સંબંધોને નુકસાનકારક ગતિવિધિ સામેલ થવા માટે જગ્યા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, મુખ્ય મદ્દો એ છે. કે Canada ની રાજનીતિમાં ખાલિસ્તા (Khalista) ની દળોને જગ્યા આપવામાં આવી છે અને તેમને નુકસાન પહોંચાડતી પ્રવૃતિઓમાં જોડાવવાની સ્વતંત્રતા આપી છે. મને લાગે છે કે આ ન તો ભારતમાં હિતમાં છે ન તો કેનેડાના હિતમાં.
આ નીતિ ચીન પર કામ કરશે
ચીન (China) સાથેના સંબંધો પર વાત કરતા વિદેશ મંત્રીએ S.Jaishankar કહ્યું કે જો આપણે વિદેશ નીતિની વાત કરીએ તો ચીન China સાથે વ્યવહાર કરવા માટે આપણા પર વાસ્તવિકતા અને અવાસ્તવિકતાનું દબાણ છે. તે પહેલા દિવસથી શરૂ થાય છે, જ્યાં ચીનને કેવી રીતે જવાબ આપવો તે અંગે નેહરુ અને પટેલ વચ્ચે ઘણા મતભેદો છે. મોદી સરકાર ચીન China સાથેના વ્યવહારમાં સરદાર પટેલ દ્વારા રજૂ કરાયેલ વાસ્તવિકતા અનુસાર કામ કરી રહી છે.
આ સૌથી મોટો પડકાર છે
ભારત વિશ્વ મિત્ર બનવા અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, અમને વધુ પ્રાસંગિક તરીકે જોવામાં આવે છે..વિશ્વ મિત્રોઓ ભારત આવવા માંગે છે. વિદેશ મંત્રી S.Jaishankar તરીકે મારી એક મોટી પડકાર એ છે કે શા માટે વડાપ્રધાન દર વર્ષે વિશ્વના દરેક દેશની મુલાકાત લઈ શકતા નથી.દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેઓ આપણા દેશની મુલાકાત લે.
આ પણ વાંચો -ARUN YOGIRAJ : ‘રામલલ્લા’ની મૂર્તિ બનાવનાર અરૂણ યોગીરાજ કોણ છે? PM મોદી પણ કરી ચુક્યા છે વખાણ




