ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

S. Jaishankar ની ગર્જના, આપણે ક્યારેય પરમાણુ બ્લેકમેલિંગનો ભોગ નહીં બનીયે...

વડોદરામાં વિદેશ મંત્રી એ. જયશંકર (S. Jaishankar) એ પાકિસ્તાન પર આકરા વાકપ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, આપણે ક્યારેય પરમાણુ બ્લેકમેલિંગનો ભોગ નહીં બનીયે. વાંચો વિગતવાર.
01:52 PM May 31, 2025 IST | Hardik Prajapati
વડોદરામાં વિદેશ મંત્રી એ. જયશંકર (S. Jaishankar) એ પાકિસ્તાન પર આકરા વાકપ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, આપણે ક્યારેય પરમાણુ બ્લેકમેલિંગનો ભોગ નહીં બનીયે. વાંચો વિગતવાર.
S Jaishankar Gujarat First

S. Jaishankar : વિદેશમંત્રી એસ. જયશંકર (S. Jaishankar) વડોદરાના પ્રવાસે છે. તેમણે વડાદરોમાં પોતાના ઉદ્દબોધનમાં પાકિસ્તાનને આડે હાથ લીધું હતું. પાકિસ્તાન (Pakistan) પર આકરા વાકપ્રહાર કરતા તેમણે જણાવ્યું કે, આપણે ક્યારેય પરમાણુ બ્લેકમેલિંગનો ભોગ નહીં બનીયે. તેમણે પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) ને જમ્મુ અને કાશ્મીરની ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીને નષ્ટ કરવાનો અને ધાર્મિક મતભેદો પેદા કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.

જડબાતોડ જવાબ જરૂરી છે

ગુજરાતના વડોદરામાં વિદેશી રાષ્ટ્રીય વિદ્યાર્થીઓના દીક્ષાંત સમારોહને સંબોધતા વિદેશ મંત્રી S. Jaishankar એ કહ્યું કે, આતંકવાદ પ્રત્યે નવી દિલ્હીની ઝીરો ટોલરન્સ નીતિ (Zero Tolerance Policy) આજે દરેક એકશનમાં દેખાઈ રહી છે. ભારતના રાષ્ટ્રીય હિતમાં જે પણ નિર્ણયો લેવાના હોય તે લેવામાં આવ્યા છે અને લેવામાં આવતા રહેશે. પહલગામ ટેરર એટેકમાં થયેલ હત્યાઓની બર્બરતા માટે એક જડબાતોડ જવાબની જરૂર હતી.જે આપવામાં આવ્યો છે. 2008 માં થયેલા મુંબઈના 26/11ના હુમલા પછી પણ, આવા જડબાતોડ જવાબ આપવાની જરૂર હતી.

આ પણ વાંચોઃ  ભારતમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો! સૌથી વધુ આ રાજ્યમાં નોંધાયા કેસ

આતંકવાદ વિરુદ્ધ ભારતની ઝીરો ટોલરન્સ નીતિ

વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદ મુદ્દે ભારતે Zero Tolerance Policy અપનાવી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, હવે સમય બદલાઈ ગયો છે અને આપણો સંકલ્પ હવે વધુ મજબૂત છે. આતંકવાદ પ્રત્યે ભારતની ઝીરો ટોલરન્સ નીતિ આજે તેના કાર્યો દ્વારા પ્રગટ થાય છે. ગ્લોબલ સાઉથના મુદ્દાઓ પર ભાર મૂકતા વિદેશ મંત્રીએ કહ્યું કે, વિશ્વ અન્ય ગંભીર પડકારોનો પણ સામનો કરી રહ્યું છે. કોવિડ રોગચાળા દરમિયાન આપણે બધાને સમજાયું કે આપણી આરોગ્ય સુરક્ષા અન્ય લોકો પર કેટલી નિર્ભર છે. યુક્રેન સંઘર્ષે નબળી ઊર્જા સુરક્ષા જાહેર કરી. ખાતરોનો અભાવ અને ખાદ્યપદાર્થોની અછતે ઘણી અર્થવ્યવસ્થાઓને ઊંડી અસર કરી છે. વડોદરામાં વિદેશ મંત્રી એસ. જયશંકરે વિશ્વમાં મજબૂત આંતરરાષ્ટ્રીય સહયોગની આવશ્યકતા અને વસુધૈવ કુટુંબકમના સિદ્ધાંતથી પ્રેરિત નવી દિલ્હીના દ્રષ્ટિકોણ વિશે વાત કરી.

આ પણ વાંચોઃ  Operation Sindoor માં બહાદુરી પૂર્વક ફરજ નિભાવનાર નેહા ભંડારીને કોમેન્ડેશન ડિસ્ક એનાયત કરાઈ

Tags :
a strong statementForeign MinisterGujarat FirstGUJARAT FIRST NEWSPakistans.jaishankarVadodaraVasudhevkutumbkamwe will never be a victim of nuclear blackmailZero-tolerance' policy
Next Article