Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

POK પર S Jaishanka ના નિવેદનથી પાકિસ્તાનને લાગ્યા મરચા! UNમાં કહી આ વાત

એસ જયશંકરના નિવેદનથી પાકિસ્તાનને લાગ્યા મરચા કાશ્મીર પર કરવામાં આવેલી ટિપ્પણીથી પાકિસ્તાન નારાજ પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે :એસ જયશંકર S Jaishankar : આપણાં વિદેશમંત્રી S.Jaishankar એ ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે કે, જેનાથી પાકિસ્તાનની મરચાં...
pok પર s jaishanka ના નિવેદનથી પાકિસ્તાનને લાગ્યા મરચા  unમાં કહી આ વાત
Advertisement
  • એસ જયશંકરના નિવેદનથી પાકિસ્તાનને લાગ્યા મરચા
  • કાશ્મીર પર કરવામાં આવેલી ટિપ્પણીથી પાકિસ્તાન નારાજ
  • પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે :એસ જયશંકર

S Jaishankar : આપણાં વિદેશમંત્રી S.Jaishankar એ ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે કે, જેનાથી પાકિસ્તાનની મરચાં લાગ્યા છે. વાસ્તવમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા કાશ્મીર (POK)પર કરવામાં આવેલી ટિપ્પણીથી પાકિસ્તાન નારાજ છે. પાકિસ્તાને આ નિવેદનને પાયાવિહોણું ગણાવીને યુએન પર આરોપ લગાવવાનું શરૂ કર્યું. વિગતો મુજબ બુધવારે થેમ્સ હાઉસ થિંક-ટેન્કના એક સત્રને સંબોધિત કરતી વખતે એસ જયશંકરે કહ્યું હતું કે,કાશ્મીર વિવાદનો ઉકેલ ત્યારે જ આવશે જ્યારે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરાયેલ કાશ્મીરનો ચોરાયેલો ભાગ પાછો મળશે.

એસ જયશંકરના નિવેદન બાદ પાકિસ્તાની વિદેશ મંત્રાલયનું નિવેદન

આ તરફ વિદેશમંત્રી એસ જયશંકરના (S Jaishankar )નિવેદન બાદ પાકિસ્તાની વિદેશ મંત્રાલયે પણ તેના પર પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા શફકત અલી ખાને જયશંકરની ટિપ્પણીને ફગાવી દીધી હતી અને ભારતને કાશ્મીરનો જે ભાગ કબજે કર્યો છે તેને ખાલી કરવા કહ્યું હતું.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Bhaiyaji Joshi ની મરાઠી ભાષા પર સ્પષ્ટતા,'મારું નિવેદન ખોટી ...

છેલ્લા 77 વર્ષથી કબજો કરી રહ્યો છે:એસ જયશંકર

પાકિસ્તાનના શફકત અલી ખાને કહ્યું કે, અમે 5 માર્ચે લંડનના ચેથમ હાઉસ ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ભારતીય વિદેશ મંત્રી દ્વારા જમ્મુ અને કાશ્મીર પર કરવામાં આવેલી ટિપ્પણીને નકારી કાઢીએ છીએ. તેમણે કહ્યું કે, આઝાદ જમ્મુ અને કાશ્મીર વિશે પાયાવિહોણા દાવા કરવાને બદલે, ભારતે જમ્મુ અને કાશ્મીરનો એક મોટો વિસ્તાર ખાલી કરવો જોઈએ જેના પર તે છેલ્લા 77 વર્ષથી કબજો કરી રહ્યો છે. શફકત અલી ખાને કહ્યું કે, ભારતીય વિદેશ મંત્રીનું નિવેદન જમીની વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરતું નથી. ભારતે પૂછ્યા વિના સલાહ આપી. જયશંકરનું નિવેદન પાયાવિહોણું છે. કાશ્મીર મુદ્દો યુએન હેઠળ આવે છે.

આ પણ  વાંચો -Mahakumbh :UPના કૌશાંબીમાંથી બબ્બર ખાલસા આતંકવાદીની ધરપકડ

હવે જાણો એવું તે શું કહ્યું હતું જયશંકરે ?

બ્રિટનની મુલાકાતે આવેલા જયશંકરે ચેથમ હાઉસ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, કલમ 370 દૂર કરવી એ પહેલું પગલું હતું, કાશ્મીરમાં વિકાસ, આર્થિક પ્રવૃત્તિઓ અને સામાજિક ન્યાય પુનઃસ્થાપિત કરવો એ બીજું પગલું હતું અને ખૂબ ઊંચા મતદાન સાથે ચૂંટણીઓ યોજવી એ ત્રીજું પગલું હતું. કાશ્મીર મુદ્દાના ઉકેલ અંગેના પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, મને લાગે છે કે આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ તે કાશ્મીરના ચોરાયેલા ભાગની પરત ફરવાની છે, જે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળ છે. જ્યારે આવું થશે ત્યારે હું તમને ખાતરી આપું છું કે, કાશ્મીર સમસ્યાનો ઉકેલ આવી જશે. ભારતે વારંવાર પાકિસ્તાનને કહ્યું છે કે, જમ્મુ અને કાશ્મીર હંમેશા દેશનો અભિન્ન ભાગ હતો, છે અને રહેશે.

Tags :
Advertisement

.

×