"સૌનો સાથ-સૌનો વિકાસ, હવે થશે સૌનો હિસાબ": દિલીપ ઘોષે બંગાળમાં BJP નો એજન્ડા જણાવ્યો
. દિલીપ ઘોષે બંગાળના 50 લાખથી વધુ વિસ્થાપિત યુવાનોને રોજગારી આપી પરત લાવવાની પ્રાથમિકતા દર્શાવી
. TMC શાસનમાં કાયદો-વ્યવસ્થા અને શિક્ષણની કથળેલી સ્થિતિ સુધારવા પર ભાર મૂક્યો
. "સૌનો હિસાબ" ના નારા સાથે ભ્રષ્ટાચારીઓ અને હિંસા કરનારાઓ સામે કડક કાર્યવાહીના સંકેત આપ્યા
Dilip Ghosh West Bengal BJP Agenda : હવે જ્યારે પશ્ચિમ બંગાળ (West Bengal) માં ભાજપ (BJP) ની પહેલી સરકાર બનાવવાની તૈયારી સંપૂર્ણપણે થઈ ચુકી છે, ત્યારે દિલીપ ઘોષ (Dilip Ghosh) એ એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં ઘણાં મુદ્દાઓ પર વાત કરી છે. તેમણે પશ્ચિમ બંગાળમાં ભાજપની નવી સરકારના એજન્ડાથી લઈને ટીએમસી (TMC) પ્રમુખ મમતા બેનર્જી (Mamata Benerjee) ના વલણ સુધીની બાબતો પર પોતાની વાત રજૂ કરી છે.
તેમને પુછવામાં આવ્યું કે સરકાર બન્યા બાદ તેમનો સૌથી પહેલો એજન્ડા (Agenda) શું હશે, કારણ કે આ એવો સમય છે કે જ્યારે બંગાળ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. તેના જવાબમાં દિલીપ ઘોષે બિહારનું ઉદાહરણ આપ્યું છે. તમણે કહ્યુ છે કે બિહાર (Bihar) માં પણ સ્થિતિ ખરાબ હતી, પરંતુ હવે તેમાં સુધારો થઈ રહ્યો છે. દિલીપ ઘોષે કહ્યુ કે અમે માનીએ છીએ કે નરેન્દ્ર મોદી છે તો બધું શક્ય છે. તેમના પ્રમાણે પશ્ચિમ બંગાળમાં ક્ષમતા છે અને તેના લોકોની પાસે ક્ષમતા છે.
આ પણ વાંચો : 5 રાજ્યોમાં 2026માં ઘટયા Muslim MLA, બંગાળમાં 15 વર્ષમાં 59માંથી 40 થયા
હવે બંગાળ બદલાઈ જશે
દિલીપ ઘોષે રાજ્યમાંથી થનારા વિસ્થાપનનો ઉલ્લેખ કરતા કહ્યુ કે 50 લાખથી વધારે યુવાઓ નોકરીની તલાશમાંબંગાળ છોડી ચુક્યા છે. તેઓ ઘરે પાછા ફરવા માંગે છે અને અહીં કામ કરવા ચાહે છે. અમે તેમને મોકો આપીશું. તેમણે મમતા સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે ટીએણસીના શાસન દરમિયાન કોઈ પ્રશાસન ન હતું,કોઈ કાયદો અને વ્યવસ્થા ન હતી, કોઈ ઉદ્યોગ ન હતા.
દિલીપ ઘોષે આરોપ લગાવ્યો છે કે શિક્ષણ વિભાગ ખરાબ સ્થિતિમાં છે, આરોગ્ય વિભાગ ખરાબ સ્થિતિમાં છે. તેમણે કહ્યુ છે કે લોકો રાજ્ય છોડી રહ્યા છે, માટે જો તેને રોકવામાં આવે, તો તે લોકો રાજ્યનો વિકાસ કરશે. બંગાળમાં પહાડોથી લઈને સમુદ્ર સુધી, પોર્ટ્સ, રેલવે અને એરપોર્ટ્સ, સંસાધનો સુધી બધું છે. બંગાળ પાસે શું નથી ? બસ જરૂરત છે સારું કામ કરવાની.
આ પણ વાંચો : Future of TMC after Bengal Election 2026: હવે મમતા બેનર્જીની TMC નું શું થશે?
2026ના પરિણામો પર પ્રતિક્રિયા (Assembly Elections Results 2026)
દિલીપ ઘોષે કહ્યુ કે આ જનતાનો જનાદેશ છે. ગત વખતે પણ 2021માં લોકો અમને સત્તામાં લાવવા ચાહતા હતા. પરંતુ કદાચ વિચાર્યું કે અમે આને સંભાળી શકી કે નહીં. તેના પછી લોકોએ અમને વિપક્ષમાં રહેવાનો મોકો આપ્યો અને અમે અમારી ભૂમિકા નિભાવી. પરંતુ પછી લોકોએ જોયું કે બંગાળ દેશની તુલનામાં વિપરીત દિશામાં જઈ રહ્યું છે. તેમણે વિચાર્યું કે તેને પાછું લાવવાની જરૂરત છે અને માટે લોકોએ ભાજપને રાજ્યમાં એક મોકો આપ્યો.
આ પણ વાંચો : "બધાં હિંદુ PM મોદીના પક્ષમાં એકજૂટ": Bengal ના ટ્રેન્ડ્સ પર સુવેંદુ અધિકારીની પ્રતિક્રિયા
TMC વિરુદ્ધ હિંસા પર શું બોલ્યા દિલીપ ઘોષ?
દિલીપ ઘોષે કહ્યુ કે 2021માં વિધાનસભા ચૂંટણી પરિણામોની ઘોષણા બાદ કેટલાક ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરી દેવાઈ, કોઈએ એ ન ભૂલવું જોઈએ. ભાજપ હિંસામાં વિશ્વાસ કરતું નથી. ગત વખતે ટીએમસીએ અમારા ડઝનબંધ પાર્ટી કાર્યાલયો પર કબજો કર્યો હતો, તેમના રંગ બદલાઈ ગયા હતા અને ત્યાં પોતાના ઝંડા લગાવ્યા હતા. કેટલાક પાર્ટી કાર્યાલયોને પાછાં લેવામાં આવ્યા છે, લોકો જાણે છે કે તે ભાજપના કાર્યાલય હતા જ્યાં અમારી પાર્ટીના ઝંડા લગાવાઈ રહ્યા હતા. માટે ડરવાની કોઈ વાત નથી. ડાયમંડ હાર્બરમાં તેમણે જેસીબીનો ઉપયોગ કરીને અમારી પાર્ટીના 12 કાર્યાલયોને ધ્વસ્ત કરી દીધા હતા.
"સૌનો હિસાબ થશે"
દિલીપ ઘોષે કહ્યુ કે આખા દેશમાં ઘણાં રાજ્યોમાં ભાજપ સત્તામાં છે અને લોકો પોતાના જનાદેશ દ્વારા પીએમ મોદી (PM Modi) ને કેન્દ્રની સત્તામાં લાવ્યા છે. દરેક જાણે છે કે ભાજપ શું છે, તમામે નિશ્ચિત રહેવું જોએ. અમે સૌને સમાન અસર આપીશું. દિલીપ ઘોષે એ પણ કહ્યુ કે સૌના સાથ, સૌના વિકાસનો માર્ગ અપનાવવામાં આવશે. પરંતુ નવી વાત હશે સૌનો હિસાબ, જેમાં કાયદો પોતાનું કામ કરશે.
આ પણ વાંચો : બંગાળમાં BJP ની જીત જનતાના દબાયેલા ગુસ્સાનો વિસ્ફોટ: બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીન


