Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Sadhvi Prem Baisa Case : સાધ્વી પ્રેમ બાઈસાના મોતનું કારણ શું? SIT તપાસમાં થશે ખુલાસા

રાજસ્થાનની સુરીલી અવાજ અચાનક શાંત થઈ ગઈ છે, પણ તેની પાછળનું કારણ તોફાન મચાવી રહ્યું છે. સાધ્વી પ્રેમ બાઈસાના મોતના સમાચાર બાદ અનેક સવાલો ઉભા થયા છે. તે રાત્રે શું થયું હતું? શું પેલું ઈન્જેક્શન જ મોતનું કારણ બન્યું? પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ ગોળગોળ છે. પોલીસે હવે SIT મેદાને ઉતારી છે. શું આશ્રમની દીવાલો કોઈ કાળું સત્ય છુપાવી રહી છે?
sadhvi prem baisa case   સાધ્વી પ્રેમ બાઈસાના મોતનું કારણ શું  sit તપાસમાં થશે ખુલાસા
Advertisement
  • સાધ્વીના શંકાસ્પદ મોતથી રાજસ્થાનમાં ખળભળાટ (Sadhvi Prem Baisa Case)
  • જોધપુર પોલીસે તપાસ માટે SIT ની રચના કરી
  • પોસ્ટમોર્ટમમાં કારણ સ્પષ્ટ નહીં, વિસેરા રિપોર્ટની રાહ
  • ઈન્જેક્શન આપનાર કમ્પાઉન્ડરની પોલીસ પૂછપરછ
  • આશ્રમના CCTV ફૂટેજ અને મેડિકલ હિસ્ટ્રીની તપાસ શરૂ

Sadhvi Prem Baisa Case : રાજસ્થાન (Rajasthan) ના જોધપુર (Jodhpur) માંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યની સુપ્રસિદ્ધ કથાવાચક અને ભજન ગાયિકા સાધ્વી પ્રેમ બાઈસા (Sadhvi Prem Baisa) નું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. સાધ્વીના નિધન પાછળનું સાચું કારણ હજુ અકબંધ છે, ત્યારે મામલાની ગંભીરતાને જોઈને જોધપુર પોલીસે (Jodhpur Police) તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

Sadhvi Prem Baisa Case : સાધ્વીના મોતની તપાસ માટે SIT ની રચના

આ હાઈ-પ્રોફાઈલ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જોધપુર પોલીસ કમિશનર ઓમપ્રકાશે તાત્કાલિક અસરથી એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SIT (Special Investigation Team) ની રચના કરી છે. આ ટીમનું નેતૃત્વ એસીપી છવિ શર્મા (ACP Chhavi Sharma) ને સોંપવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે સત્ય બહાર લાવવા માટે દરેક પાસાની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Advertisement

Sadhvi Prem Baisa Case : કમ્પાઉન્ડરની પૂછપરછ

પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Post-Mortem Report) માં મોતનું કારણ સ્પષ્ટ ન થતાં પોલીસે વિસેરા સેમ્પલ (Viscera Sample) વધુ તપાસ માટે જયપુર મોકલી આપ્યા છે. આ દરમિયાન SIT ની તપાસનો રેલો સાધ્વીને આપવામાં આવેલી સારવાર સુધી પહોંચ્યો છે. સાધ્વીને જે ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું, તે ક્યાંથી ખરીદવામાં આવ્યું હતું અને કોણે આપ્યું હતું તેની તપાસ ચાલી રહી છે. એસીપી છવિ શર્માએ જણાવ્યું કે, સાધ્વીને ઈન્જેક્શન આપનાર કમ્પાઉન્ડર દેવી સિંહ (Compounder Devi Singh) ની પણ પૂછપરછ કરવામાં આવી છે. જોકે, પ્રાથમિક પૂછપરછમાં કમ્પાઉન્ડરે દાવો કર્યો છે કે ઈન્જેક્શન સામાન્ય હતું અને તેનાથી મોત થવાની શક્યતા નહિવત છે.

મેડિકલ હિસ્ટ્રી અને CCTV ફૂટેજની તપાસ

SIT માં ટેકનિકલ અને સાયબર એક્સપર્ટ્સની ટીમને પણ સામેલ કરવામાં આવી છે. સાધ્વી પ્રેમ બાઈસાની જૂની મેડિકલ હિસ્ટ્રી (Medical History) પણ તપાસવામાં આવી રહી છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે. બીજી તરફ, આશ્રમમાંથી સીસીટીવી કેમેરા (CCTV Camera) હટાવી લેવામાં આવ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ એસીપી છવિ શર્માએ સ્પષ્ટતા કરી છે કે પોલીસને હજુ સુધી કેમેરા હટાવ્યા હોવાના કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી, તેથી અફવાઓ પર વિશ્વાસ કરી શકાય નહીં.

આ પણ વાંચો : કેદારનાથ જાવ છો? Kedarnath Temple Mobile Ban વિશે જાણી લેજો, નહીંતર પસ્તાશો

Tags :
Advertisement

.

×