Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

1 જુલાઈથી વધશે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર, ડીએ પર સામે આવ્યું અપડેટ

જો તમે ખુદ કે તમારા પરિવારના કોઈ સભ્ય કેન્દ્ર સરકારના કર્મચારી છે તો તમને મોંઘવારી ભથ્થા સાથે જોડાયેલ અપડેટની જરૂર માહિતી હોવી જોઈએ. સરકારના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત બાદ 52 લાખ કર્મચારીઓ અને 48 લાખ પેન્શનર્સને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી...
1 જુલાઈથી વધશે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર  ડીએ પર સામે આવ્યું અપડેટ
Advertisement

જો તમે ખુદ કે તમારા પરિવારના કોઈ સભ્ય કેન્દ્ર સરકારના કર્મચારી છે તો તમને મોંઘવારી ભથ્થા સાથે જોડાયેલ અપડેટની જરૂર માહિતી હોવી જોઈએ. સરકારના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત બાદ 52 લાખ કર્મચારીઓ અને 48 લાખ પેન્શનર્સને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત પર સારા સમાચાર મળશે. સરકારે 1 જાન્યુઆરીથી ડીએ લાગૂ કરવાનો નિર્ણય 27 માર્ચે લીધો હતો. કર્મચારીઓ અને પેન્શનરોને વધેલું 4 ટકા ડીએ જાન્યુઆરીથી મળવાનું શરૂ થઈ ગયું છે. હવે આગામી મોંઘવારી ભથ્થું 1 જુલાઈથી લાગૂ થશે.

ફેબ્રુઆરીમાં ઘટાડા બાદ માર્ચમાં આ આંકડો વધ્યો
જુલાઈના ડીએ લાગૂ થતાં પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટું અપડેટ આપ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે શ્રમ મંત્રાલયે માર્ચ માટે એઆઈસીપીઆઈ સૂચકાંક ડેટા 28 એપ્રિલે જારી કર્યો છે. ફેબ્રુઆરીમાં ઘટાડા બાદ માર્ચમાં આ આંકડો ફરી વધ્યો છે. આ પહેલાં ફેબ્રુઆરી 2023માં તેમાં ઘટાડો થયો હતો. આંકડામાં ઉછાળ બાદ ડીએમાં આશા પ્રમાણે 4 ટકા સુધીનો વધારો થઈ શકે છે.

Advertisement

કેટલું વધશે ડીએ
જાન્યુઆરીના ડીએમાં 4 ટકાના વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 42 ટકા થઈ ગયું હતું. હવે તેમાં 4 ટકાનો વધારો થાય છે તો તે વધીને 46 ટકા થઈ જશે. તમને જણાવી દઈએ કે સાતમાં પગાર પંચ પ્રમાણે કર્મચારીઓના ડીએમાં વર્ષમાં બે વખત વધારો કરવામાં આવે છે. જાન્યુઆરી 2023નું ડીએ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે જુલાઈ 2023માં ડીએની જાહેરાત થઈ શકે છે.
કોણ જાહેર કરે છે ડેટા
ચાલો તમને જણાવીએ કે એઆઈસીપીઆઈ ઈન્ડેક્સના આધારે, તે નક્કી કરવામાં આવે છે કે કેટલું મોંઘવારી ભથ્થું વધારવામાં આવશે? લેબર મંત્રાલય દર મહિનાના અંતિમ કાર્યકારી દિવસને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ (એઆઈસીપીઆઈ) ના ડેટા જાહેર કરે છે. આ ઈન્ડેક્સ 88 કેન્દ્રો અને આખા દેશ માટે બનાવવામાં આવે છે.

Advertisement

આ પણ  વાંચો-PM NARENDRA MODI એ ASHOK GAHELOT ને ગણાવ્યા પોતાના મિત્ર…

Tags :
Advertisement

.

×