1 જુલાઈથી વધશે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર, ડીએ પર સામે આવ્યું અપડેટ
જો તમે ખુદ કે તમારા પરિવારના કોઈ સભ્ય કેન્દ્ર સરકારના કર્મચારી છે તો તમને મોંઘવારી ભથ્થા સાથે જોડાયેલ અપડેટની જરૂર માહિતી હોવી જોઈએ. સરકારના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત બાદ 52 લાખ કર્મચારીઓ અને 48 લાખ પેન્શનર્સને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત પર સારા સમાચાર મળશે. સરકારે 1 જાન્યુઆરીથી ડીએ લાગૂ કરવાનો નિર્ણય 27 માર્ચે લીધો હતો. કર્મચારીઓ અને પેન્શનરોને વધેલું 4 ટકા ડીએ જાન્યુઆરીથી મળવાનું શરૂ થઈ ગયું છે. હવે આગામી મોંઘવારી ભથ્થું 1 જુલાઈથી લાગૂ થશે.
ફેબ્રુઆરીમાં ઘટાડા બાદ માર્ચમાં આ આંકડો વધ્યો
જુલાઈના ડીએ લાગૂ થતાં પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટું અપડેટ આપ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે શ્રમ મંત્રાલયે માર્ચ માટે એઆઈસીપીઆઈ સૂચકાંક ડેટા 28 એપ્રિલે જારી કર્યો છે. ફેબ્રુઆરીમાં ઘટાડા બાદ માર્ચમાં આ આંકડો ફરી વધ્યો છે. આ પહેલાં ફેબ્રુઆરી 2023માં તેમાં ઘટાડો થયો હતો. આંકડામાં ઉછાળ બાદ ડીએમાં આશા પ્રમાણે 4 ટકા સુધીનો વધારો થઈ શકે છે.
આ પણ વાંચો-PM NARENDRA MODI એ ASHOK GAHELOT ને ગણાવ્યા પોતાના મિત્ર…