ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સંતોને નમસ્કાર, નવા સંસદ ભવનમાં કરવામાં આવી સેંગોલની સ્થાપના, જુઓ તસવીરો

નવા સંસદ  ભવનના ઉદ્ધાટન સમારોહની શરૂઆત થઈ ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સાથે લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ પૂજામાં બેઠા. હવન પૂજા સાથે સમારોહની શરૂઆત થઈ. ઉદ્ધાટન સમારોહ દરમિયાન અધીનમ (પૂજારીઓ)એ પીએમ મોદીને વૈદિક મંત્રોચ્ચાર સાથે સેંગોલ એટલે કે રાજદંડ...
12:33 PM May 28, 2023 IST | Hiren Dave
નવા સંસદ  ભવનના ઉદ્ધાટન સમારોહની શરૂઆત થઈ ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સાથે લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ પૂજામાં બેઠા. હવન પૂજા સાથે સમારોહની શરૂઆત થઈ. ઉદ્ધાટન સમારોહ દરમિયાન અધીનમ (પૂજારીઓ)એ પીએમ મોદીને વૈદિક મંત્રોચ્ચાર સાથે સેંગોલ એટલે કે રાજદંડ...

નવા સંસદ  ભવનના ઉદ્ધાટન સમારોહની શરૂઆત થઈ ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સાથે લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ પૂજામાં બેઠા.

હવન પૂજા સાથે સમારોહની શરૂઆત થઈ. ઉદ્ધાટન સમારોહ દરમિયાન અધીનમ (પૂજારીઓ)એ પીએમ મોદીને વૈદિક મંત્રોચ્ચાર સાથે સેંગોલ એટલે કે રાજદંડ આપ્યો.

આજે નવા સંસદ ભવનમાં સ્પીકરની ખુરશી પાસે સેંગોલને સ્થાપિત કરવામાં આવ્યો હતો. PM મોદીએ નવા સંસદનું પણ ઉદ્ઘાટન કર્યું. સેંગોલ સંભાળ્યા બાદ પીએમ મોદી આંખો બંધ કરીને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.

 

PM મોદીની આ તસવીર નવી સંસદની અંદરની છે. જ્યારે પીએમ સ્પીકરની ખુરશી તરફ જઈ રહ્યા હતા, તે સમયે તમામ સંતો મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. પરંપરાગત પોશાકમાં સેંગોલ સાથે સંસદમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વૈદિક વિધિ પ્રમાણે પૂજા કરી હતી.

પૂજા કાર્યક્રમમાં સામેલ થયા બાદ PM મોદીએ સેંગોલને દંડવત પ્રણામ કર્યુ હતું. સેંગોલ મળ્યા બાદ PM મોદી થોડીવાર તેમની સામે જોતા રહ્યા. PMએ સેંગોલને નમન પણ કર્યુ હતું.

PM મોદી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા હાજર રહ્યા હતા. સેંગોલની સ્થાપના બાદ પીએમ મોદીએ દીપ પ્રગટાવ્યો હતો. લોકસભા સ્પીકર ઓમ બિરલા આખો સમય તેમની સાથે જોવા મળ્યા હતા.

 

જ્યારે પીએમ મોદી સંસદમાં સેંગોલ લગાવી રહ્યા હતા ત્યારે લોકસભા સ્પીકર પાછળ ઉભા હતા. પીએમ મોદીએ તેમને ઈશારામાં બોલાવ્યા. ત્યારબાદ ઓમ બિરલા પીએમ મોદી સાથે આવ્યા હતા.સેંગોલની સ્થાપના બાદ પીએમ મોદીએ તમામ સાધુઓને પ્રણામ કર્યા. સંતોએ પીએમ મોદીના માથા પર હાથ રાખીને આશીર્વાદ આપ્યા હતા.

આપણ   વાંચો -હું સેંગોલ છું… દેશ મને કેમ ભૂલી ગયો, શું મારી સાથે પણ કોઈ રાજકારણ થયું?

 

Tags :
Narendra ModiNew Parliament Buildingpm modiSengol
Next Article