Sandeep Pathak ની મોટી ગર્જના! FIR ને ગણાવ્યો રાજકીય બદલો, કેમ છોડી 'આપ'?
- ભાજપમાં જોડાતા જ નોંધાઈ બે ગંભીર FIR
- સરકારી મશીનરીનો દુરુપયોગ થયાનો પાઠકનો આક્ષેપ
- ભ્રષ્ટાચાર અને પજવણીની કલમો હેઠળ નોંધાયો કેસ
- વૈચારિક મતભેદોને કારણે 'આપ' છોડ્યાનો દાવો
- વિપક્ષે રાજકીય બદલાની ભાવના ગણાવી વિરોધ કર્યો
આમ આદમી પાર્ટીના (AAP) પૂર્વ વ્યૂહરચનાકાર અને હાલમાં જ ભારતીય જનતા પાર્ટીમાં (BJP) સામેલ થયેલા સંદીપ પાઠકની (Sandeep Pathak) મુશ્કેલીઓ વધી છે. પંજાબ પોલીસ દ્વારા તેમની સામે બિનજામીનપાત્ર કલમો હેઠળ બે FIR નોંધવામાં આવી છે. રવિવારે મીડિયા સાથે વાત કરતા પાઠકે જણાવ્યું હતું કે, તેમને આ FIR અંગે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી અને તેઓ ટેલિવિઝન અહેવાલો દ્વારા જ આ મામલે વાકેફ થયા છે.
#WATCH | Delhi: Rajya Sabha MP Sandeep Pathak says, "Since yesterday, television channels have been reporting that two FIRs have been filed against me in Punjab. I have yet to receive any formal or informal information about these FIRs. Since yesterday, I've been waiting to… pic.twitter.com/HDKjZ2a92B
— ANI (@ANI) May 3, 2026
વૈચારિક મતભેદોને કારણે AAP છોડી
ભાજપમાં જોડાવાના પોતાના નિર્ણય પર સ્પષ્ટતા કરતા સંદીપ પાઠકે (Sandeep Pathak) કહ્યું કે, તેમણે કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં પરંતુ ઊંડા વૈચારિક મતભેદોને કારણે પાર્ટી છોડી છે. તેમણે ઉમેર્યું કે, "જે લોકો મને ઓળખે છે તેઓ જાણે છે કે હું સિદ્ધાંતો અને નૈતિકતામાં માનું છું. 'આપ' માં રહીને પણ મેં નૈતિકતાથી કામ કર્યું છે અને ભાજપમાં પણ તે જ રીતે કાર્યરત રહીશ."
રાજકીય બદલાની ભાવનાનો આક્ષેપ
સંદીપ પાઠક સામે ભ્રષ્ટાચાર અને પજવણી જેવા ગંભીર આરોપો હેઠળ બે અલગ-અલગ જિલ્લાઓમાં કેસ નોંધાયા છે. ભાજપ અને શિરોમણી અકાલી દળે (SAD) આ કાર્યવાહીના સમય પર સવાલો ઉઠાવ્યા છે. ભાજપના મતે, પાઠકના પક્ષ પલટાના થોડા જ દિવસોમાં આ કાર્યવાહી થવી એ એક "સુનિયોજિત કાવતરું" અને રાજકીય બદલો છે. ઉલ્લેખનીય છે કે, પાઠક સહિત સાત સાંસદો તાજેતરમાં જ ભાજપમાં જોડાયા હતા.
આ પણ વાંચો : Middle East Conflict વચ્ચે ભારત માટે આવ્યા ગુડ ન્યૂઝ; ગેસ લઈને આવતું જહાજ સુરક્ષિત


