AAP માંથી બગાવત પડી ભારે? Sandeep Pathak ની ધરપકડ કરવા પહોંચી પોલીસ, શું છે પૂરો મામલો?
- સાંસદ સંદીપ પાઠક સામે પંજાબ પોલીસની તવાઈ!
- બિન-જામીનપાત્ર કલમો હેઠળ 2 FIR નોંધાઈ
- ધરપકડ કરવા પહોંચેલી પોલીસને જોઈ સાંસદ રવાના
- પાછળના દરવાજેથી ભાગતા હોવાનો વીડિયો વાયરલ
- AAP છોડી ભાજપમાં જોડાયા બાદ એક્શન તેજ
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) માંથી બગાવત કરી ભાજપમાં સામેલ થયેલા રાજ્યસભા સાંસદ સંદીપ પાઠક (Sandeep Pathak) વિરુદ્ધ પંજાબ પોલીસે બે અલગ-અલગ એફઆઈઆર (FIR) નોંધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે પંજાબ પોલીસની એક ટીમ તેમની ધરપકડ કરવા માટે દિલ્હી સ્થિત સરકારી નિવાસસ્થાને પહોંચી હતી. જોકે, પોલીસના આગમન સમયે સંદીપ પાઠક કથિત રીતે ઘરના પાછળના દરવાજેથી નીકળી ગયા હોવાના અહેવાલ છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.
Oh, brilliant!
Two FIRs with non-bailable charges were registered against Sandeep Pathak in Punjab.Today the Punjab Police showed up at the front door like proper professionals, ready to arrest him ... and Sandeep, the absolute legend, casually vanished through the back door.… pic.twitter.com/0qkdUygCHD
— Basant Surana (@SuranaBasant) May 2, 2026
સાંસદની પ્રતિક્રિયા
આ સમગ્ર ઘટનાક્રમ બાદ સંદીપ પાઠકે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "મને આવી કોઈ એફઆઈઆર વિશે માહિતી નથી કે કોઈ પોલીસ અધિકારીએ મારો સંપર્ક કર્યો નથી. મેં હંમેશા ઈમાનદારીથી દેશની સેવા કરી છે. જો મારા જેવા વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવે છે, તો તે બતાવે છે કે સત્તાધીશો કેટલા ડરેલા છે." તેમણે વધુમાં ઉમેર્યું કે દેશ કોઈપણ પક્ષ કરતા મોટો છે અને તેઓ ક્યારેય દેશ સાથે દગો નહીં કરે.
રાજકીય ઉથલપાથલ (Political Crisis in AAP)
ઉલ્લેખનીય છે કે, 24 એપ્રિલના રોજ આમ આદમી પાર્ટીના 10 માંથી 7 રાજ્યસભા સાંસદોએ એકસાથે પાર્ટી છોડીને ભાજપ (BJP) માં જોડાવાની જાહેરાત કરી હતી. જેમાં સંદીપ પાઠક, રાઘવ ચઢ્ઢા, હરભજન સિંહ અને સ્વાતિ માલીવાલ જેવા દિગ્ગજો સામેલ હતા. આ સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલની પાર્ટી પોતાના આદર્શો અને મૂલ્યોથી ભટકી ગઈ છે. રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણન (C.P. Radhakrishnan) એ પણ સત્તાવાર રીતે તેમને ભાજપના સભ્ય તરીકે સ્વીકારી લીધા છે, જેના કારણે ઉપલા ગૃહમાં 'આપ' ની તાકાત ઘટીને માત્ર ૩ રહી ગઈ છે.
આ પણ વાંચો : કેજરીવાલની પાર્ટી AAP ના લેખાજોખાં કઈ રાજનીતિ તરફ કરે છે સંકેત?


