પંજાબના કેબિનેટ મંત્રી Sanjeev Arora પર EDની તવાઈ, અરવિંદ કેજરીવાલે કહ્યું, "સરકાર તુચ્છ રાજકારણ રમી રહી છે."
- Sanjeev Arora ED Raid : પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના લુધિયાણા સહિત 13 સ્થળોએ EDના દરોડા.
- જમીન કૌભાંડ અને શેરબજારમાં હેરાફેરીના ગંભીર આરોપો હેઠળ તપાસનો ધમધમાટ.
- સંજય અરોરાના ઘરે દરોડા પર કેજરીવાલનો પ્રહાર: "સરકાર રમી રહી છે તુચ્છ રાજકારણ".
- નકલી GST બિલિંગ અને મની લોન્ડરિંગ કેસમાં મંત્રીના પુત્ર અને ભાગીદારો પણ રડારમાં.
Sanjeev Arora ED Raid : પંજાબના રાજકારણમાં શુક્રવારે વહેલી સવારથી જ ગરમાવો જોવા મળ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate - ED) ની ટીમે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અને પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોરા (Sanjeev Arora) ના લુધિયાણા સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી માત્ર મંત્રી સુધી સીમિત નથી, પરંતુ તેમના વ્યાપારી ભાગીદારો અને સંબંધીઓના કુલ 13 સ્થળો પર એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
Sanjeev Arora ED Raid : જમીન કૌભાંડથી લઈને મની લોન્ડરિંગના ગંભીર આરોપો
પ્રાથમિક માહિતી અનુસાર, આ દરોડા જમીન સોદામાં ગેરરીતિ અને શેરબજાર (Stock Market) માં હેરાફેરીના ગંભીર આરોપો હેઠળ કરવામાં આવ્યા છે. 'હેમ્પટન સ્કાય રિયલ્ટી' (Hampton Sky Realty) કંપની દ્વારા પંજાબમાં જમીનના ઉપયોગના નિયમોમાં ફેરફાર (Change of Land Use - CLU) કરીને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની શંકા છે.
તપાસ એજન્સીના રડારમાં મંત્રીના પુત્ર કાવ્યા અરોરા (Kavya Arora), બિઝનેસ પાર્ટનર હેમંત સૂદ (Hemant Sood) અને જલંધરના ઉદ્યોગપતિ ચંદ્રશેખર અગ્રવાલ પણ છે. આરોપ છે કે ક્રિકેટ સટ્ટાબાજી (Cricket Betting) અને હવાલા (Hawala) દ્વારા મેળવેલા નાણાંને રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, બોગસ GST બિલિંગ દ્વારા કરોડોની ટેક્સ ચોરીની પણ તપાસ થઈ રહી છે.
અરવિંદ કેજરીવાલની તીખી પ્રતિક્રિયા
ઉલ્લેખનીય છે કે આ દરોડા બાદ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આ કાર્યવાહીને "તુચ્છ રાજકારણ" (Dirty Politics) ગણાવતા કહ્યું કે, ભાજપ સરકાર સતત વિરોધ પક્ષના નેતાઓને નિશાન બનાવી રહી છે. કેજરીવાલે સવાલ કર્યો હતો કે અત્યાર સુધીના અનેક દરોડામાં શું એક રૂપિયો પણ કાળું નાણું (Black Money) જપ્ત થયું છે?
UPDATE | Punjab | The Enforcement Directorate is conducting searches at 13 premises under the Foreign Exchange Management Act (FEMA) in Gurgaon, Chandigarh, Ludhiana and Jalandhar. The raids covered residences and offices of Punjab MLA and Minister Sanjeev Arora, his business… https://t.co/D6cLPKB1nK
— ANI (@ANI) April 17, 2026
સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તપાસ
મંત્રી સંજીવ અરોરાના ઘરે જ્યારે EDની ટીમ પહોંચી ત્યારે સુરક્ષા માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળો (Central Forces) તૈનાત કરવામાં આવ્યા હતા. અધિકારીઓ હાલમાં દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. લુધિયાણા ઉપરાંત જલંધર, ચંદીગઢ (Chandigarh) અને ગુરુગ્રામમાં પણ તપાસનો ધમધમાટ ચાલુ છે.
આ પણ વાંચો: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: રનવે પર સ્પાઇસજેટ અને અકાસા એરના વિમાનો વચ્ચે જોરદાર ટક્કર!


