Sanwariya seth ના દરબારે અનોખી ભેટ: હૃદયરોગમાંથી ઉગારનાર ભગવાનને ભક્તે અર્પણ કર્યું 'ચાંદીનું હૃદય'!
- Sanwariya seth મંદિરમાં ભક્તની અનોખી ભેટ
- બાયપાસ સર્જરી સફળ રહેતા પરિવારે અર્પણ કર્યું ચાંદીનું હૃદય
- ઇતિહાસમાં પ્રથમવાર: ભગવાનને ચડાવાયું ચાંદીનું હૃદય અને નલકૂપ
- મંદિરના ભંડારામાં દાનનો ધોધ, 4 તબક્કામાં 25 કરોડથી વધુની રકમ જમા
- 180 કર્મચારીઓ સતત દાનની ગણતરીમાં વ્યસ્ત
રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં આવેલું શ્રી સાંવરીયા શેઠ (Shri Sanwaliya Seth) મંદિર આજે સમગ્ર ભારતમાં આસ્થાનું એક મોટું કેન્દ્ર બની ગયું છે. લોકો અહીં પોતાની મન્નત પૂર્ણ કરવા માટે અવનવી ચીજવસ્તુઓ દાનમાં આપે છે, પરંતુ હાલમાં જે ઘટના સામે આવી છે તેણે સૌને ભાવુક કરી દીધા છે. સાંવરીયા શેઠના ઇતિહાસમાં પ્રથમવાર એક ભક્તે ભગવાનને 197 ગ્રામ વજનનું શુદ્ધ ચાંદીનું હૃદય (Silver Heart) અને ચાંદીનો નલકૂપ (Silver Handpump) અર્પણ કરીને આસ્થાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Shri Sanwariya Seth Temple માં ભક્તની અનોખી ભેટ! | Gujarat First
બાયપાસ સર્જરી સફળ રહેતા ભક્તે અર્પણ કર્યું ચાંદીનું હૃદય
મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર ચાંદીનું હૃદય અને નલકૂપ અપાયું#SanwariyaSeth #Chittorgarh #UniqueDonation #SilverHeart #BypassSurgeryMiracle #LordKrishna… pic.twitter.com/qXjATIaoWQ— Gujarat First (@GujaratFirst) May 25, 2026
જીવન બચાવવાની Sanwariya seth ને ભાવુક મન્નત
આ દાન પાછળ એક અત્યંત સંવેદનશીલ કહાની છે. સ્થાનિક રહીશ અને વાટિકા સંચાલક બાલમુકુંદ તિવારીને બે વર્ષ પહેલા અચાનક ગંભીર હૃદયરોગનો હુમલો (Heart Attack) આવ્યો હતો. તેમની હાલત એટલી નાજુક હતી કે તેમને તાત્કાલિક પહેલા ઉદયપુર અને ત્યારબાદ સારવાર માટે અમદાવાદ (Ahmedabad) લઈ જવામાં આવ્યા હતા. ત્યાંના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, તેમને બચાવવા માટે બાયપાસ સર્જરી (Bypass Surgery) કરવી અનિવાર્ય છે. પરિવાર માટે આ કપરો કાળ હતો. હોસ્પિટલના ઓપરેશન થિયેટરની બહાર ઉભેલા પરિવારે નિરાશાના માહોલમાં સાંવરીયા શેઠને સાદ પાડ્યો અને મન્નત માંગી કે જો તેમના પિતા સફળ ઓપરેશન બાદ હેમખેમ ઘરે પરત ફરશે, તો તેઓ ભગવાનને ચાંદીનું હૃદય અર્પણ કરશે. ભગવાનની અસીમ કૃપાથી સર્જરી સફળ રહી અને બાલમુકુંદ તિવારી આજે સંપૂર્ણ સ્વસ્થ છે. આ ખુશીમાં તેમના સંતાનો અને સમગ્ર પરિવારે બાજા-ગાજા સાથે મંદિરે પહોંચી પોતાની મન્નત પૂર્ણ કરી હતી.
દાનની સરવાણી: 25 કરોડથી વધુની રકમ
એક તરફ ભક્તિ છે, તો બીજી તરફ સાંવરીયા શેઠના દાનપેટી (Donation Box) માં ભક્તો દ્વારા કરવામાં આવતા દાનનો આંકડો પણ આશ્ચર્યજનક છે. તાજેતરમાં ખોલવામાં આવેલા માસિક ભંડારાની ગણતરીમાં ચાર તબક્કા પૂર્ણ થયા છે. આ ચાર તબક્કાઓમાં જ કુલ 25 કરોડ 16 લાખ 10 હજાર 100 રૂપિયાની માતબર રકમ એકઠી થઈ છે. ૧૮૦ થી વધુ કર્મચારીઓ અને મંદિર મંડળના સભ્યોની દેખરેખ હેઠળ આ દાનની ગણતરી છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે.
42 કરોડથી વધુનું દાન
નોંધનીય છે કે, ગયા મહિને જ આ મંદિરમાં 42 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું હતું, જે એક મહિનામાં મળેલા દાનનો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. આ ભંડારામાં રોકડ રકમ ઉપરાંત સોના-ચાંદીના આભૂષણો અને વિદેશી મુદ્રા (Foreign Currency) પણ મોટી માત્રામાં મળી આવે છે. સાંવરીયા શેઠ પ્રત્યેનો ભક્તોનો આ અતૂટ વિશ્વાસ જ દર્શાવે છે કે મંદિરની આસ્થા માત્ર રાજસ્થાન પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર દેશના શ્રદ્ધાળુઓ અહીં પોતાના દુઃખ દૂર કરવા અને આભાર વ્યક્ત કરવા માટે આવે છે. ભક્તોનું માનવું છે કે અહીં જે પણ શ્રદ્ધાથી માંગવામાં આવે છે, તે અવશ્ય પૂર્ણ થાય છે.
આ પણ વાંચો : Kanchan Ganga Glacier Breaks : બદરીનાથ પાસે મોટી ઘટનાથી ચિંતા


