Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Satellite Based Toll Collection: AI અને GPS થી ચાલશે નવો ટોલ ટેક્સ, જાણો કેવી રીતે થશે બચત

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે 2026ના અંત સુધીમાં સમગ્ર દેશમાં સેટેલાઈટ-આધારિત ટોલ સિસ્ટમ શરૂ થઈ જશે. આ નવી AI ટેકનોલોજીથી ટોલ પ્લાઝા પર વાહનોને થોભવું નહીં પડે અને ૮૦ કિમીની ઝડપે પણ ટોલ ટેક્સ કપાઈ જશે. આનાથી વાર્ષિક ૧,૫૦૦ કરોડનું ઈંધણ બચશે અને સરકારની આવકમાં ૬,૦૦૦ કરોડનો વધારો થશે. ગેરરીતિ કરનાર કોન્ટ્રાક્ટરોને બે વર્ષ માટે બ્લેકલિસ્ટ કરાશે.
satellite based toll collection  ai અને gps થી ચાલશે નવો ટોલ ટેક્સ  જાણો કેવી રીતે થશે બચત
Advertisement
  • Satellite Based Toll Collection : નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત
  • 2026ના અંત સુધીમાં સમગ્ર દેશમાં સેટેલાઈટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ થશે
  • હવે હાઈવે પર ગાડી રોકવાની જરૂર નહીં પડે, 80ની ઝડપે ક્રોસ કરી શકાશે ટોલ
  • AI અને સેટેલાઈટ દ્વારા નંબર પ્લેટ સ્કેન કરીને સીધો ટેક્સ કપાશે
  • આ સિસ્ટમથી વાર્ષિક ₹1,500 કરોડના ઈંધણની બચત અને ₹6,000 કરોડની આવક વધશેSatellite Based Toll Collection

Satellite Based Toll Collection : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2026ના અંત સુધીમાં સમગ્ર દેશમાં સેટેલાઈટ-આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ (Satellite-Based Toll Collection) કાર્યરત થઈ જશે. આ નવી ટેકનોલોજીના અમલીકરણ બાદ વાહનચાલકોએ ટોલ પ્લાઝા પર ઉભા રહેવાની જરૂર નહીં પડે અને પ્રવાસ વધુ ઝડપી બનશે.

Advertisement

MLFF ટેકનોલોજીથી સમય અને ઈંધણની બચત

નીતિન ગડકરીએ જણાવ્યું કે મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) સિસ્ટમ લાગુ થયા બાદ હાઈવે પર ગાડીઓ રોકવાની જરૂર રહેશે નહીં. હાલમાં ફાસ્ટેગ (FASTag) ને કારણે ટોલ ચૂકવવામાં 60 સેકન્ડ કે તેથી ઓછો સમય લાગે છે, પરંતુ નવી ટેકનોલોજી બાદ વાહનો 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ટોલ ક્રોસ કરી શકશે. આનાથી વાર્ષિક 1,500 કરોડ રૂપિયાના ઈંધણની બચત થશે અને સરકારની આવકમાં 6,000 કરોડનો વધારો થશે.

Advertisement

Satellite Based Toll Collection : AI અને સેટેલાઈટ દ્વારા નંબર પ્લેટની ઓળખ

આ નવો પ્રોજેક્ટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને સેટેલાઈટ પર આધારિત હશે. આ સિસ્ટમમાં ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નિશન (ANPR) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેનાથી વાહન જેટલું અંતર કાપશે એટલો જ ટોલ ટેક્સ સેટેલાઈટ દ્વારા આપોઆપ કપાઈ જશે. આનાથી ટોલ ચોરી પણ સંપૂર્ણપણે નાબૂદ થશે.

બેદરકાર કોન્ટ્રાક્ટરો પર કડક કાર્યવાહી

નીતિન ગડકરીએ કડક વલણ અપનાવતા કહ્યું કે જે કોન્ટ્રાક્ટરો રસ્તાના કામમાં ગેરરીતિ આચરે છે અથવા કામ બરાબર નથી કરતા, તેમને બે વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવશે. આવા કોન્ટ્રાક્ટરો આગામી ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં. સરકારનો હેતુ સમગ્ર સિસ્ટમને પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનો છે.

ડિજિટલ હાઈવે તરફ ભારતની કૂચ

આ નવી સિસ્ટમ માત્ર સમય જ નહીં બચાવે પરંતુ પર્યાવરણીય ફાયદા પણ કરાવશે. ફિઝિકલ ટોલ બૂથ અને બેરિયર્સ હટવાથી મેન્ટેનન્સ અને મેનપાવરનો ખર્ચ પણ ઘટશે. મંત્રીએ ખાતરી આપી છે કે 2026 ના અંત સુધીમાં ટોલ પ્લાઝા પર વેટિંગ ટાઈમ 'ઝીરો' થઈ જશે.

આ પણ વાંચો : Pollution and Fog: પહેલા લખનૌ મેચ રદ કરવામાં આવી હતી, હવે દિલ્હી-NCR ગાઢ ધુમ્મસથી ઢંકાયુ

Tags :
Advertisement

.

×