Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Saurabh Murder Case: પતિને મોતને ઘાટ ઉતારી દેનાર મુસ્કાને પુત્રીને જન્મ આપ્યો, પરિવારે DNA ટેસ્ટની માંગ કેમ કરી?

Saurabh Murder Case: ઉત્તર પ્રદેશના મેરઠમાં સૌરભ હત્યા કેસની આરોપી સૌરભની પત્ની મુસ્કાને મેરઠ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો હતો. મુસ્કાનને રવિવારે રાત્રે દાખલ કરવામાં આવી હતી. સોમવારે સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે તેણે જન્મ આપ્યો હતો. હોસ્પિટલમાં કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ રાખવામાં આવી છે.
saurabh murder case  પતિને મોતને ઘાટ ઉતારી દેનાર મુસ્કાને પુત્રીને જન્મ આપ્યો  પરિવારે dna ટેસ્ટની માંગ કેમ કરી
Advertisement
  • પ્રેમી સાથે મળી પતિ Saurabh ની હત્યા કરનાર મુસ્કાને પુત્રીને જન્મ આપ્યો
  • પતિને મોતને ઘાટ ઉતારી લાશ ડ્રમમાં પેક કરી હતી
  • હવે મુસ્કાને પુત્રીને જન્મ આપતાં પરિવારે DNA ટેસ્ટની માંગ કરી

Saurabh Murder Case:ઉત્તર પ્રદેશના મેરઠ(Meerut)માં ચકચારી સૌરભ હત્યા કેસની મુખ્ય આરોપી સૌરભ રાજપૂત(Saurabh Rajput)ની પત્ની મુસ્કાને સોમવારે મેરઠ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો હતો. મુસ્કાન(Muskan)ને રવિવારે રાત્રે દાખલ કરવામાં આવી હતી અને સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે તેણે જન્મ આપ્યો હતો. હોસ્પિટલમાં કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ ડિલિવરી કરવામાં આવી હતી. હાલમાં નવજાત બાળકી અને મુસ્કાન બંને હોસ્પિટલમાં પોલીસ સુરક્ષા હેઠળછે.

DNA ટેસ્ટની માંગ

MERRUT_Saurabha_murder_case_Gujarat_first

Advertisement

સૌરભના પરિવારે બાળકીનો DNA  ટેસ્ટ કરાવવાની માંગણી કરી છે. સૌરભના ભાઈ બબલુ રાજપૂતે જણાવ્યું હતું કે જો બાળક સૌરભનું જ હશે, તો તેઓ તેને રાખશે નહીં તો મુસ્કાન તેના માટે સંપૂર્ણપણે જવાબદાર રહેશે. પરિવારે એવો પણ આરોપ લગાવ્યો કે મુસ્કાને સૌરભના જન્મદિવસ (24 નવેમ્બર) પર જાણી જોઈને બાળકને જન્મ આપ્યો. તેને ખેલ ગણાવતા કહ્યું કે અમને ડોક્ટરોએ કહ્યું હતુ કે બાળકનો જન્મ ચાર દિવસ પછી થશે, પરંતુ મુસ્કાને સમય પહેલા જન્મ આપીને લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

જેલ અધિક્ષકે શું કહ્યું?

જિલ્લા જેલના સિનિયર જેલ અધિક્ષક ડૉ. વીરેશ રાજ શર્માએ જણાવ્યું હતું કે મુસ્કાન માર્ચમાં જેલમાં આવી તે સમયે ગર્ભવતી હતી. ઉત્તર પ્રદેશ જેલ મેન્યુઅલ મુજબ સગર્ભા સ્ત્રીઓને સંપૂર્ણ તબીબી સારવાર અને યોગ્ય આહાર આપવામાં આવે છે. જેલ અધિક્ષકે વધુમાં જણાવ્યું કે છોકરીનું વજન આશરે 2.4 કિલો છે અને માતા અને પુત્રી બંને સ્વસ્થ છે. 6 વર્ષ સુધીના બાળકો તેમની માતા અથવા દાદી સાથે મહિલા બેરેકમાં રહી શકે છે. બાળકો માટે શિક્ષણ અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જેલ વહીવટીતંત્ર છોકરીની સંભાળ રાખશે, અને આરોગ્ય વિભાગના ડોકટરો નિયમિત પરીક્ષણ અને રસીકરણ કરશે. મુસ્કાને તેના માતાપિતાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ જેલના નિયમોને કારણે આ શક્ય બન્યુ ન હતું. હાલમાં બાળકી અને મુસ્કાન હોસ્પિટલમાં છે અને ટૂંક સમયમાં જેલમાં પાછી લવાશે.

Saurabh Murder કેસ શું છે?

Saurabh Murder Case gujarat first 11સૌરભ રાજપૂતની હત્યા 4 માર્ચ 2025 ના રોજ રાત્રે મેરઠના ઇન્દિરાનગર સ્થિત તેના ઘરે કરવામાં આવી હતી. મુસ્કાન અને તેના કથિત પ્રેમી સાહિલ શુક્લાએ સૌરભને નશાકારક પદાર્થ ભેળવીને હત્યા કરી હતી અને પછી તેના શરીરના ભાગોને ડ્રમમાં પેક કરી દીધા હતા. પોલીસે જણાવ્યું હતું કે હત્યાનું આયોજન નવેમ્બર 2023થી કરવામાં આવ્યું હતું. આરોપીનો ઇરાદો શરીરને સુટકેસમાં ફેંકવાનો હતો. પોલીસે સુટકેસમાંથી હાડકાનો ટુકડો પણ જપ્ત કર્યો હતો.  મુસ્કાન અને સાહિલની 18 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરતા પહેલા મુસ્કાને તેના પરિવારને ઘટના વિશે જાણ કરી હતી.

આ પણ વાંચોઃ હીરોઈન બનવા માંગતી હતી મુસ્કાન, બે વાર ઘરેથી ભાગી હતી; પાછી આવી તો સૌરભનો જીવ લઈ લીધો

Tags :
Advertisement

.

×