ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

SC : જમ્મુ-કાશ્મીરને રાજ્યના દરજ્જા અંગે સુપ્રીમે શું કહ્યું?

SC : સુપ્રીમ (SC )કોર્ટે આજે જમ્મુ-કાશ્મીરને(jammu Kashmir) રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા મામલે સુનાવણી હાથ ધરતાં મહત્ત્વનું સૂચન કર્યું છે કે, કેન્દ્રશાસિત પ્રદેશની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લેવાની જરૂર છે. પહેલગામ હુમલા જેવી ઘટનાઓને અવગણી શકાય નહીં.કેસની સુનાવણી 8 અઠવાડિયા માટે...
03:27 PM Aug 14, 2025 IST | Hiren Dave
SC : સુપ્રીમ (SC )કોર્ટે આજે જમ્મુ-કાશ્મીરને(jammu Kashmir) રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા મામલે સુનાવણી હાથ ધરતાં મહત્ત્વનું સૂચન કર્યું છે કે, કેન્દ્રશાસિત પ્રદેશની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લેવાની જરૂર છે. પહેલગામ હુમલા જેવી ઘટનાઓને અવગણી શકાય નહીં.કેસની સુનાવણી 8 અઠવાડિયા માટે...
Jammu and Kashmir Statehood

SC : સુપ્રીમ (SC )કોર્ટે આજે જમ્મુ-કાશ્મીરને(jammu Kashmir) રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા મામલે સુનાવણી હાથ ધરતાં મહત્ત્વનું સૂચન કર્યું છે કે, કેન્દ્રશાસિત પ્રદેશની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લેવાની જરૂર છે. પહેલગામ હુમલા જેવી ઘટનાઓને અવગણી શકાય નહીં.કેસની સુનાવણી 8 અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી હતી.

અરજીમાં દલીલ કરવામાં આવી હતી

CJI બીઆર ગવઈએ કહ્યું હતું કે, તમારે જમ્મુ-કાશ્મીરની વાસ્તવિક્તાઓને પણ ધ્યાનમાં લેવી પડશે, પહલગામમાં જે બન્યું છે તેને તમે અવગણી શકો નહીં. CJI બીઆર ગવઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચ કોલેજ પ્રોફેસર ઝહૂર અહમદ ભાટ અને કાર્યકર ખુર્શીદ અહમદ મલિક દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે, જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાનો સતત ઈનકાર નાગરિકોના અધિકારો પર નકારાત્મક અસર કરી રહ્યો છે.

કેન્દ્ર સરકારે આપી સ્પષ્ટતા

અરજદારોની દલીલ પર કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, ચૂંટણીઓ બાદ અમે રાજ્યનો દરજ્જો આપવાની ખાતરી આપી હતી. આપણા દેશના આ હિસ્સાની એક વિચિત્ર સમસ્યા છે. મને ખબર નથી પડતી કે, આ મુદ્દો કેમ આટલો બધો ચર્ચાઈ રહ્યો છે. હું હજુ પણ સૂચનાઓ માંગીશ.

આ પણ  વાંચો -Shimla Cloudburst : કુલ્લુમાં વાદળ ફાટ્યું, તબાહીના દ્રશ્યો જોઈ હૈયું બેસી જશે!

અરજદારોએ કરી હતી આ દલીલ

અરજદારોએ દલીલ કરી હતી કે, રાજ્યનો દરજ્જો પાછો મેળવતાં પહેલા વિધાનસભાની ચૂંટણીઓનું આયોજન સંઘવાદના સિદ્ધાંતનું ઉલ્લંન ગણાશે. જે બંધારણના મૂળભૂત માળખાનું મુખ્ય તત્વ છે. ગયા વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન આ અરજી રજૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે, 5 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચ્યું હતું. એક જમ્મુ-કાશ્મીર અને બીજુ લદ્દાખ. સરકાર અને ટોચના મંત્રીઓએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરને યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો પાછો આપીશું. સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને J&Kનો રાજ્યનો દરજ્જો ઝડપથી પુનઃસ્થાપિત કરવા કહ્યું છે.

આ પણ  વાંચો -Political : પૂર્વ CM જગન મોહન રેડ્ડીએ કર્યો ચોંકાવનારો દાવો

પહેલગામમાં હુમલાની લીધી નોંધ

સુપ્રીમ કોર્ટનું અવલોકન એવા સમયે આવ્યું છે જ્યારે 22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાને લઈને ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે, આ હુમલામાં આતંકવાદીઓએ 25 હિન્દુ પ્રવાસીઓને ઠાર કર્યા હતા. હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને પાકિસ્તાનના પંજાબમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો, ઈસ્લામાબાદના ડ્રોન અને મિસાઈલોને નષ્ટ કરી પાકિસ્તાની હવાઈ મથકો પર વળતો પ્રહાર કર્યો હતો.

Tags :
Gujrata FirstJammu and Kashmir StatehoodSupreme Court Jammu and Kashmir Statehood
Next Article