Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amarnath Yatra કરવા માટે શિડ્યૂલ જાહેર,જોઈ લો તમામ માહિતી

અમરનાથ યાત્રાને લઈ આવ્યા મોટા  સમાચાર યાત્રાનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું ભક્તો 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી દર્શન કરી શકશે શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની બેઠકમાં  લેવાયો  નિર્ણય Amarnath Yatra: અમરનાથ યાત્રા (Amarnath Yatra)પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર...
amarnath yatra કરવા માટે શિડ્યૂલ જાહેર જોઈ લો તમામ માહિતી
Advertisement
  • અમરનાથ યાત્રાને લઈ આવ્યા મોટા  સમાચાર
  • યાત્રાનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું
  • ભક્તો 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી દર્શન કરી શકશે
  • શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની બેઠકમાં  લેવાયો  નિર્ણય

Amarnath Yatra: અમરનાથ યાત્રા (Amarnath Yatra)પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. યાત્રાનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. આ વર્ષે ભક્તો 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી baba barfani ના darshan કરી શકશે. આ પવિત્ર યાત્રા માટે કુલ 38 દિવસનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રા માટે નોંધણી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે, જેથી શ્રદ્ધાળુઓ સમયસર તેમની યાત્રાનું આયોજન કરી શકે.

Advertisement

Advertisement

ક્યારે કરી શકાશે દર્શન ?

શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની બેઠક મળી હતી. જેની અધ્યક્ષતા અમરનાથ શ્રાઇન બોર્ડના અધ્યક્ષ અને જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિંહાએ કરી હતી.જમ્મુ અને કાશ્મીરના ડીજીપી નલિન પ્રભાત,મુખ્ય સચિવ અટલ ધુલ્લુ સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓએ આ બેઠકમાં અમરનાથ યાત્રાની તૈયારીઓ અને તેના સમયપત્રક પર ચર્ચા કરવામાં આવી હતી, દ યાત્રાની તારીખ નક્કી કરવામાં આવી હતી.આવી સ્થિતિમાં,હવે ભક્તો 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી બાબા બર્ફાનીના દર્શન કરી શકશે.

આ પણ  વાંચો -Lucknow કોર્ટેએ રાહુલ ગાંધીને ફટકાર્યો 200 રૂપિયાનો દંડ,જાણો કેમ?

આ વખતે અમરનાથ યાત્રા 39 દિવસ ચાલશે

દર વર્ષે અમરનાથ યાત્રા 45 થી 60 દિવસ ચાલતી હતી. જોકે આ વખતે સમયગાળો થોડો ઓછો છે. ગયા વર્ષે 2024માં, ભક્તોએ 29 જૂનથી 19 ઓગસ્ટ સુધી બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા,પરંતુ આ વખતે અમરનાથ યાત્રા ફક્ત 38 દિવસ સુધી ચાલશે. આ યાત્રા રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે. અમરનાથ યાત્રાને લઈને ટ્રસ્ટ અને સરકાર દ્વારા શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેમના રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. લંગરની સુવિધા પણ હશે.

આ પણ  વાંચો -Kedarnath Ropeway: 9 કલાની મુસાફરી હવે 36 મિનિટમાં પૂર્ણ થશે,રોપ-વે પ્રોજેક્ટ્સને કેન્દ્રની મંજૂરી

દેશના ખૂણે ખૂણેથી ભક્તો દર્શન માટે આવે છે

અષાઢ પૂર્ણિમાથી શરૂ થતી બાબા અમરનાથની યાત્રા શ્રાવણ પૂર્ણિમા સુધી ચાલુ રહે છે. દર વર્ષે, દેશના ખૂણે ખૂણેથી શિવભક્તો બાબા બરફાનીના દર્શન કરવા આવે છે. આ સમય દરમિયાન ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. ગયા વર્ષે, અમરનાથ યાત્રા માટે નોંધણી 17 એપ્રિલથી શરૂ થઈ હતી. નોંધણીઓ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે લેવામાં આવી હતી. અને આ વખતે પણ આવી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે. નોંધણી કરાવવા માટે, તમારે પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે આધાર કાર્ડ, પાસપોર્ટ, મતદાર ID અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે.અમરનાથ યાત્રાને હિન્દુ ધર્મના સૌથી પવિત્ર યાત્રાધામોમાંનું એક માનવામાં આવે છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ મુશ્કેલ પર્વતીય માર્ગો દ્વારા ગુફામાં પહોંચે છે. અમરનાથ ધામ ભગવાન શિવના મુખ્ય તીર્થસ્થળોમાંનું એક છે. અમરનાથમાં મહાદેવનું દુર્લભ અને કુદરતી શિવલિંગ જોવા મળે છે.

Tags :
Advertisement

.

×